• શનિવાર, 27 જુલાઈ, 2024

કાલે ખેડૂતોની દિલ્હી કૂચ : 16મીએ ભારત બંધનું એલાન

પડતર માગો માટે 26 ખેડૂત સંગઠનોની આરપારની લડાઈ, પંજાબ-હરિયાણામાં એલર્ટ

હજારો ટ્રેક્ટર-ટ્રોલીથી ખેડૂતો કૂચ કરશે, સરહદ સીલ : ઘર્ષણની ભીતિ

નવી દિલ્હી, તા.11: લઘુતમ ટેકાના ભાવ (એમએસપી) અંગે કાયદો સહિત પોતાની પડતર માગો મનાવવા માટે ખેડૂતોએ આરપારની લડાઈનું એલાન કર્યું છે. ર6 ખેડૂત સંગઠનો સંગઠિત થયા છે અને તા.13મી ફેબ્રુઆરીએ દિલ્હી કૂચ તથા 16મીએ ભારત બંધનું આહ્વાન કરાયું છે.

સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજદૂર મોરચા સહિત ર6 સંગઠનો આંદોલનમાં જોડાતા કેન્દ્ર અને હરિયાણા સરકારમાં ધમધમાટ વધ્યો છે. હરિયાણા સરકારે ખેડૂતોને દિલ્હી કૂચ કરતાં રોકવા પાક્કા બેરિકેડ્સ તૈયાર કરાવ્યાં છે. ઉપરાંત ફરી એકવાર કેટલીક જગ્યાએ વાહનો આગળ વધી ન શકે તે માટે લોખંડના ઉભા ખિલ્લા લગાવવામાં આવ્યા છે. પંજાબ અને હરિયાણા સરહદ સંપૂર્ણ રીતે સીલ કરી દેવામાં આવી છે. સાથે ભારે માત્રામાં સુરક્ષા દળો ખડકી દેવામાં આવ્યા છે.

પંજાબના ખેડૂતોએ એલાન કર્યું છે કે 10 હજાર ટ્રેક્ટર ટ્રોલીઓ સાથે દિલ્હી જવા હરિયાણામાં પ્રવેશ કરવામાં આવશે. જે માટે શંભૂ બોર્ડર, ડબવાલી અને ખનૌરી બોર્ડરની પસંદગી કરવામાં આવી છે. ખેડૂતોને જે આગળ વધતાં રોકવામાં આવશે તો હરિયાણામાં ઘર્ષણની આશંકાને પગલે રાજ્ય સરકાર એલર્ટ છે. પંજાબ-હરિયાણા સરહદે બીએસએફ અને આરએએફના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. પંજાબમાં ખેડૂતોને રોકવા અંબાલામાં કલમ-144 લાદવામાં આવી છે. શંભુ બોર્ડર ખાતે સિમેન્ટના બેરિકેડ્સ અને કાંટાળા તાર લગાવવામાં આવ્યા છે. ધગ્ગર નદી ઉપરના બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો છે. સોનીપત, ઝજ્જર, પંચકૂલા અને કૈથલમાં પણ કલમ-144 લાગુ કરાઈ છે. પંજાબ અને હરિયાણાને સંલગ્ન 4 મુખ્ય હાઇ વે બ્લોક કરાયા છે. હરિયાણાના 7 જિલ્લામાં ઇન્ટરનેટ બંધ કરાયું છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024