• મંગળવાર, 24 ફેબ્રુઆરી, 2026

કૉંગ્રેસની ચીંથરેહાલ પ્રતિષ્ઠાના લીરેલીરા

કૉંગ્રેસના બેશરમ રાજકીય તમાશા બદલ દિલ્હીની અદાલતે સખત ટીકા અને ફિટકાર વરસાવ્યાં પછી વડા પ્રધાન મોદીએ કૉંગ્રેસની ચીંથરેહાલ પ્રતિષ્ઠાના લીરેલીરા જાહેરમાં ઉડાવ્યા છે, પણ કૉંગ્રેસને શરમ-ધરમ રહી નથી. જાહેરમાં દેશની માફી માગવાની અને કાર્યકરો સામે પગલાં ભરવાનું તો ભૂલી જાવ - ઊલટું કહે છે કે વિરોધ પક્ષોને પ્રશ્ન પૂછવાનો અધિકાર છે! વડા પ્રધાને ટ્રમ્પ સામે નમતું જોખ્યું છે! કૉંગ્રેસે ટાંગ ઊંચી બતાવવાનો બાલિશ પ્રયાસ કર્યો છે. કાર્યકરોને ઠપકો કોણ આપે? રાહુલ ગાંધીએ જ તમાશો કરવાનો આદેશ આપ્યો હોય તો વિરોધ અથવા માફી માગવાની હિંમત કોણ કરે? પણ ઇન્ડિ મોરચાના ભાગીદાર પક્ષોએ આખરે કૉંગ્રેસની ટીકા કરી છે અને રાહુલ ગાંધીથી દૂર ઊભા રહ્યા છે.

ભારત મંડપમમાં આઇટી શિખર પરિષદમાં વિશ્વના ટોચના રાજકીય અને વ્યવસાયી અગ્રણીઓ ભારતના ભારોભાર ગુણગાન કરતા હતા, સિદ્ધિ બિરદાવતા હતા ત્યારે મુઠ્ઠીભર કહેવાતા કાર્યકરો - કે દાડિયા કામદારો શર્ટ કાઢીને કૉંગ્રેસની માનસિક, નીતિવિષયક દરિદ્રતાનું પ્રદર્શન કરી રહ્યા હતા! ભારત વિશ્વમાં આર્થિક અને ટેક્નૉલૉજીકલ સત્તા બનવા થનગની રહ્યું છે, વિશ્વના તખતા ઉપર ભારત અને મોદીના નામના ડંકા વગડે છે ત્યારે રાહુલ ગાંધીના હાંજા - ધ્રૂજી રહ્યા છે અને આવા તમાશા યોજીને મન મનાવી રહ્યા છે! અત્યાર સુધી સંસદની ભરી સભામાં વડા પ્રધાનના ગળે વળગ્યા, વાઘ માર્યો હોય એમ કૉંગ્રેસી સભ્યો સામે આંખ મિચકારીને વડા પ્રધાનની ખુરશી સુધી પહોંચ્યાની શેખી મારી હતી. હવે તમાશો વિશ્વના નેતાઓ સામે ભજવ્યો અને ભારતની પ્રતિષ્ઠાનું ચીરહરણ કરવાની દુ:શાસન જેવી ચેષ્ટા કરી છે!

રાહુલ ગાંધીની નેતાગીરી સામે ઇન્ડિ-મોરચામાં ચણભણાટ તો ક્યારનો શરૂ થયો હતો. હવે જાહેરમાં આવે છે! એક સમયે રાહુલના ચાણક્ય બનેલા મણિશંકર ઐય્યર હવે રાહુલના વિકલ્પ બને તેવાં નામ આપી રહ્યાં છે. સમાજવાદી પક્ષ, ડીએમકે, બહુજન સમાજ પક્ષનાં માયાવતી, તૃણમૂલ કૉંગ્રેસનાં મમતાજીથી લઈને ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે સેના પણ રાહુલ કૉંગ્રેસથી દૂર રહેવાની કે ભાગવાની શરૂઆત કરે છે.

વડા પ્રધાન મોદીએ ત્રણ-ચાર દિવસ રાહ જોઈ, કૉંગ્રેસના સાથીદાર પક્ષોના પ્રત્યાઘાત જાણ્યા પછી રાહુલ ગાંધીનું નામ પાડયા વિના એમને પછાડયા છે! અન્ય પક્ષોને સાવધાન કર્યા છે કે એકના ‘પાપ’ના ભાગીદાર સૌ બને છે અને કિંમત-સજા ભોગવે છે! કૉંગ્રેસના સાથીદાર હવે નામોશીમાં ભાગીદાર બને છે! આ એક છેલ્લા તમાશાની ભૂલનો ભોગ બનવા કોણ તૈયાર થાય? સંસદમાં પણ કૉંગ્રેસ - રાહુલ ગાંધીએ તેના સાથી પક્ષોને બોલવા દીધા નહીં. વિપક્ષી નેતા બન્યા એટલે તમામ વિપક્ષોની લાગણી રજૂ કરવી કે તેમનો અવાજ દબાવી દેવો?

મોદીસાહેબે કૉંગ્રેસ મોરચાના સભ્યોને અલગ રીતે સંદેશો આપ્યો છે : મીડિયામાં કૉંગ્રેસનો તમાશો અન્ય સાથી પક્ષોનાં નામે ચડાવાય છે. મોટાં મથાળાં છપાય છે અને બદનામી થાય છે - મીડિયાએ પણ કૉંગ્રેસનાં કરતૂત જણાવવાં જોઈએ! અલબત્ત, મીડિયામાં એક વર્ગ કૉંગ્રેસને છાવરે છે, પણ તેથી કૉંગ્રેસનું કે દેશનું ભલું થવાનું નથી!

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

કર્ણાટક દબદબો બનાવવા અને જમ્મૂ-કાશ્મીર ટીમ પહેલીવાર ચેમ્પિયન બનવા માગશે February 24, Tue, 2026