• મંગળવાર, 24 ફેબ્રુઆરી, 2026

રશિયાની રાજધાની મોસ્કોમાં યુક્રેનનો ડ્રોન હુમલો

-મોસ્કોનાં ચારેય ઈન્ટરનેશનલ એરપોર્ટને કરાયા બંધ

નવી દિલ્હી, તા.23ઃ રશિયાની રાજધાની મોસ્કો ઉપર યુક્રેન દ્વારા મોટો ડ્રોન હુમલો બોલાવવામાં આવ્Îો હતો. રશિયાની વાયુ રક્ષા સેનાએ એક કલાકની અંદર 11 યુક્રેની ડ્રોનને નષ્ટ કરી નાખ્યા હોવાનું જણાવ્યું હતું અને મોસ્કોનાં ચારેય આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પણ બંધ કરી નાખવામાં આવ્યા હતાં.

રશિયાની નાગરિક ઉડ્ડયન એજન્સીએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, તમામ ચાર આંતરરાષ્ટ્રીય વિમાન મથકો ઉપર નવા આદેશ સુધી રોક લગાવી દેવામાં આવી છે. બીજીબાજુ વાયુ રક્ષા સેનાએ યુક્છરેનનાં 11 જેટલા ડ્રોન તોડી પાડÎા હતાં.

બીજીબાજુ રશિયાએ પણ મિસાઈલો અને ડ્રોનથી યુક્રેન ઉપર હુમલો કર્યો હોવાનું કહેવાય છે. યુક્રેનની આપાતકાલીન સેવાએ જણાવ્યું હતું કે, રશિયાનાં હુમલામાં ધ્વસ્ત ઈમારતોનાં કાટમાળમાંથી બાળકો સહિત આઠ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતાં.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

કર્ણાટક દબદબો બનાવવા અને જમ્મૂ-કાશ્મીર ટીમ પહેલીવાર ચેમ્પિયન બનવા માગશે February 24, Tue, 2026

Crime

સુરતમાં ગજેરાબંધુઓ સામે કરોડોની ઠગાઈનો ગુનો દાખલ બનાવટી દસ્તાવેજો બનાવી ભાગીદારને અંધારામાં રાખી ગુનો આચર્યો February 24, Tue, 2026