• મંગળવાર, 24 ફેબ્રુઆરી, 2026

મજબૂતીથી વાપસીનું કપ્તાન સૂર્યકુમારનું વચન ‘પાવર પ્લેમાં ગેમ જીતી શકો નહીં, પણ હારી શકો’

અમદાવાદ, તા.23 : દ. આફ્રિકા સામેની હાર બાદ ભારતીય કપ્તાન સૂર્યકુમાર યાદવે કહ્યું છે કે તેની ટીમ મજબૂતીથી વાપસી કરશે. હવે પછીના મેચમાં અમે સારી બોલિંગ, સારી ફિલ્ડિંગ અને સારી બેટિંગ કરશું તેવી આશા છે. બસ આટલું જ કહીશ. બાકી બધું અમે સરળ રાખવા માગીએ છીએ. અમે જે બ્રાંડનું ક્રિકેટ રમતા આવ્યા છીએ તેવું જ ચાલુ રાખશું. એમાં કાંઈ ફેરફાર થશે નહીં. અમે મજબૂતથી વાપસી કરશું તેનો ભરોસો છે.

સૂર્યકુમારે વધુમાં જણાવ્યું કે ટીમ હવે પછીના મેચોમાં પૂરી તાકાતથી ઉતરશે અને ટૂર્નામેન્ટના નોકઆઉટ રાઉન્ડમાં ક્વોલીફાય કરશે. હાર વિશે કહયું કે ક્યારેક તમારે વિચારવું પડે છે. જ્યારે તમે 180 આસપાસના સ્કોરનો પીછો કરી રહ્યા હો ત્યારે પાવર પ્લેમાં ગેમ જીતી શકો નહીં, પણ આપ પાવર પ્લેમાં ગેમ હારી શકો છો. સૂર્યાએ સ્વીકાર્યું કે અમે કોઈ ભાગીદારી કરી શક્યા નહીં. જે હારનું મુખ્ય કારણ બની રહ્યું.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

સુરતમાં ગજેરાબંધુઓ સામે કરોડોની ઠગાઈનો ગુનો દાખલ બનાવટી દસ્તાવેજો બનાવી ભાગીદારને અંધારામાં રાખી ગુનો આચર્યો February 24, Tue, 2026