ટીમ ઇન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર મેદાન પરના તેના દેખાવથી જેટલો ફેમસ છે તેટલો જ તેની લાઇફ સ્ટાઇલથી ચર્ચિત રહે છે. હાલ હાર્દિક પંડયા દિલ્હીની મોડેલ અને યોગા ટ્રેનર મહિકા શર્માને ડેટ કરી રહ્યો છે. બન્ને સાથે સાથે જ હોય છે. હાર્દિક પંડયા તેની પૂર્વ પત્ની નતાશા સ્ટેનકોવિક અને પુત્ર અગસ્ત્યનું પણ ધ્યાન રાખે છે. હાલમાં જ હાર્દિકે 4 કરોડની એક એસયુવી કાર એક્સ વાઇફ નતાશા અને પુત્ર અગસ્ત્યને ભેટ કરી છે. આ કાર બ્લેક કલરની લેંડ રોવર ડિફેન્ડર મોડલ છે. જેની ડિલીવરી લેવા માટે નતાશા પુત્ર સાથે શો-રૂમ પર પહોંચી હતી. જેના કેટલાક ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ કાર હાર્દિક પંડયાએ ભેટ કરી હોવાની પુષ્ટિ કાર ડીલરે કરી છે. હાર્દિક-નાતાશાના લગ્ન 2020માં થયા હતા અને 2024માં છૂટા પડી ગયા હતા.