• મંગળવાર, 24 ફેબ્રુઆરી, 2026

બગસરા, જામનગર, ગારિયાધાર અને અમરેલી પંથકમાં કમોસમી વરસાદ

-ખેડૂતોની માઠી ઃ ખેતરોમાં શિયાળુ પાક ઘઉં, ચણા, જીરું અને ધાણા લણણીની અણીએ

રાજકોટ, તા.23ઃ છેલ્લા કેટલાક દિવસથી રાજકોટ સહિત રાજયભરમાં બેવડી ઋતુ અનુભવાઇ રહી છે. ત્યારે આ બધા વચ્ચે આજે હવામાન વિભાગની આગાહી મુજબ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાદળછાયા વાતાવરણ વચ્ચે બગસરા, જામનગર, ગારિયાધાર, અમરેલી, ખાંભા, ધારી, સાવરકુંડલા સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદી છાંટા વરસ્યા હતા. અચાનક આવેલા આ વરસાદી માહોલને કારણે શિયાળુ પાક લેવાની તૈયારી કરી રહેલા ખેડૂતોમાં ચિંતાની લાગણી જોવા મળી રહી છે. હાલમાં ખેતરોમાં શિયાળુ પાક જેવા કે ઘઉં, ચણા, જીરું અને ધાણા લણણીની અણીએ છે અથવા તૈયાર થઈ રહ્યા છે, જેને આ કમોસમી વરસાદથી ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. વરસાદ વધુ પડે તો તૈયાર પાક પલળીને કાળો પડી શકે છે અથવા સડી જવાની શક્યતા છે, જેના કારણે ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

બગસરા ઃ  આજે સવારથી વાતાવરણમાં પલટાની અસર જોવા મળી હતી. ક્યારેક તડકો તો ક્યારેક વાદળ છાયા વાતાવરણ બાદ આજે સાંજે બગસરામાં કમોસમી વરસાદ પડ્યો હતો. ખેડૂતોનો શિયાળુ પાક તૈયાર થવાનો હતો ત્યારે જ કમોસમી વરસાદ આવતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા ઘઉં, ચણા, ધાણા જેવા પાકોને ભારે નુકસાન જવાની ભીતી છે.

જામનગર ઃ શહેર અને જિલ્લામાં આજે વહેલી સવારથી હવામાનમાં એકાએક પલટો આવ્યો છે, અને વહેલી સવારે ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ જતાં વીજીબીલીટી જીરો થઈ ગઇ હોવાના કારણે વાહન ચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડÎો હતો. આજે વહેલી સવારથી જ એકાએક આકાશમાં કાળા ડિબાંગ વાદળોના આટાફેરા જોવા મળ્યા હતા અને સૂર્યદેવતા વાદળોના ગંજની પાછળ સંતાઈ ગયા હતા. શહેર અને આસપાસના કેટલાક વિસ્તારમાં વહેલી સવારે છાંટા પણ પડÎા હતા.

ગારિયાધાર ઃ શહેરમાં આજે વહેલી સવારે છ કલાકના અરસામાં કમોસમી છાંટા પડÎા હતા. આ કમોસમી વરસાદના છાંટા બહૂ ઓછા પડતા રસ્તા પણ ભીંજાયા ન હતા. આજે આખા દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ છવાયું હતું, બપોરના સમયે આંશિક તડકો જોવા મળ્યો હતો. જેમાં પણ ગરમીનું પ્રમાણ ઓછું રહ્યું હતું.

અમરેલી ઃ જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી વાતાવરણ પલટાયું છે. ગઈકાલે મોડી રાત્રે અમરેલીમાં વરસાદી છાંટા પડÎા બાદ આજે પણ ધારી તથા ખાંભા ગિરના ગામડાઓમાં કમોસમી વરસાદી ઝાપટા પડતાં કેરી, ઘઉં, ધાણા, જી રું, મરચાં સહિતના ખેતીપાકોને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. ખાંભા તાલુકાના ઈંગોરાળા, નાની ધારી, નાના વિસાવદર ગામમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. ધારી તાલુકા ગિરના સરસિયા ગામમાં વરસાદી છાંટા પડÎાના અહેવાલ મળી રહ્યાં છે.

સાવરકુંડલાઃ  શહેરમાં આજે સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશર અને હવામાન વિભાગની આગાહીના પગલે શહેરના મામલતદાર ઓફિસ મહુવા રોડના વિસ્તારોમાં હળવા વરસાદી છાંટા પડÎા હતા.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

કર્ણાટક દબદબો બનાવવા અને જમ્મૂ-કાશ્મીર ટીમ પહેલીવાર ચેમ્પિયન બનવા માગશે February 24, Tue, 2026

Crime

સુરતમાં ગજેરાબંધુઓ સામે કરોડોની ઠગાઈનો ગુનો દાખલ બનાવટી દસ્તાવેજો બનાવી ભાગીદારને અંધારામાં રાખી ગુનો આચર્યો February 24, Tue, 2026