આજથી હુબલીમાં રણજી ટ્રોફી ફાઇનલ મેચ
હુબલી,
તા.23: રણજી ટ્રોફી-202પ/26ના ફાઇનલમાં મંગળવારથી કર્ણાટક અને જમ્મૂ-કાશ્મીર ટીમ વચ્ચે
ટક્કર થશે. ત્યારે કર્ણાટકની નજર દબદબો બનાવી રાખી ફરી એકવાર રણજી ટ્રોફી કબજે કરવા
પર હશે. બીજી તરફ જમ્મૂ-કાશ્મીર ટીમ પહેલીવાર ચેમ્પિયન બનવા મેદાનમાં ઉતરશે. કર્ણાટક
ટીમ રણજી ટ્રોફીનો ખિતાબ આઠ વખત જીતી ચૂકી છે જ્યારે જમ્મૂ-કાશ્મીર ટીમ 67 વર્ષના ઇતિહાસમાં
પહેલીવાર ફાઈનલમાં પહોંચી છે. કર્ણાટકની બેટિંગ લાઇનઅપમાં જબરદસ્ત નામ છે અને આંતરરાષ્ટ્રીય
અનુભવ છે. જેમાં કેએલ રાહુલ, કપ્તાન મયંક અગ્રવાલ, દેવદત્ત પડીક્કલ, કરુણ નાયર ઉપરાંત
યુવા સનસની સ્મરણ રવિચંદ્રન છે. જે રણજી ટ્રોફીની વર્તમાન સીઝનમાં રનના ઢગલા કરી રહ્યો
છે. કર્ણાટક પાસે પ્રસિધ્ધ કૃષ્ણા સહિતની મજબૂત બોલિંગ લાઇનઅપ છે. જેમાં ઓલઆઉન્ડર શ્રેયસ
ગોપાલ છે.
જમ્મૂ-કાશ્મીર
ટીમનો શાંત હિરો ઝડપી બોલર અકિબ નબી છે. જે આ સીઝનમાં પ0થી વધુ વિકેટ લઇ ચૂકયો છે.
તે નીચેના ક્રમમાં બેટથી પણ યોગદાન આપી રહ્યો છે. ટીમનું સુકાની ચાલીસી વટાવી ચૂકેલ
પારસ ડોગરા સંભાળી રહ્યો છે. શુભમ ખજૂરિયા, કામરાન મુશ્તાક, અબ્દુલ સમદ, વંશજ શર્મા
જેવા પ્રતિભાશાળી બેટધરો જે એન્ડ કે ટીમમાં સામેલ છે.