• મંગળવાર, 24 ફેબ્રુઆરી, 2026

પ્રવાસી વાહનોને 2 માસમાં એકવાર પોતાનાં રાજ્યમાં લઈ જવા જરૂરી

-માર્ગ પરિવહન મંત્રાલયે લાદ્યો નવો નિયમ ઃ ટ્રાન્સપોર્ટરોનો વિરોધ ઃ ઈંધણનો વ્યય અને ટ્રાફિકની સમસ્યા વધવાની આશંકા દર્શાવી

 

નવી દિલ્હી, તા.23ઃ પ્રવાસી વાહનોને હવે 60 દિવસમાં કમસેકમ એકવાર વાહજ જ્યાં નોંધાયેલું હોય તે રાજ્યમાં પરત ફરવું પડશે. આવું ન થાય તો તેની સામે દંડની કાર્યવાહી થઈ શકે છે.

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલા જાહેરનામામાં આ નવી શરત લાગુ કરવામાં આવતાં ટ્રાન્સપોર્ટરોમાં નારાજગી અને રોષ ફેલાયો છે. તેનું પ્રતિનિધિ મંડળ જલ્દી મંત્રાલયનાં અધિકારીઓને મળીને આ નવા નિયમનો વિરોધ કરશે તેવું જણાવવામાં આવ્યું હતું.

ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ (એઆઈએમટીસી)નું કહેવું છે કે, ઓલ ઈન્ડિયા ટૂરિસ્ટ વ્હીકલ (પરમિટ) નિયમ-2023માં આવી કોઈ બાધ્યતા નહોતી. તેમાં એવો નિયમ હતી કે વાહને યાત્રા પોતાનાં ગૃહ રાજ્યથી શરૂ કરી હોય અથવા તો યાત્રા ત્યાં સમાપ્ત કરેલી હોવી જોઈએ. ત્યારબાદ તે કેટલા દિવસ સુધી નોંધણીનાં રાજ્યથી બહાર રાહે છે તેની સાથે કોઈ નિસ્બત રહેતી નહોતી.  હવે 13 ફેબ્રુઆરીએ જારી થયેલા જાહેરનામા અનુસાર 60 દિવસની અંદર ગૃહરાજ્યમાં વાહનને પરત પહોંચાડવાની શરત જોડી દેવામાં આવી છે અને તા.1 એપ્રિલથી તેની અમલવારી શરૂ કરી દેવામાં આવનાર છે. આ નવાં નિયમનાં કારણે ટ્રાન્સપોર્ટરોને વર્ષમાં કમસેકમ છ વખત પોતાનું વાહન જે રાજ્યમાં વાહન નોંધાયેલું હોય ત્યાં લઈ જવું પડશે. આનાથી ઈંધણનો વ્યર્થ વ્યય થવા સાથે સડકો ઉપર બિનજરૂરી ટ્રાફિક પણ વધવાની સંભાવના છે. જ્યારે ગૃહરાજ્યનો નિયમ નહોતો ત્યારે ટ્રાન્સપોર્ટરોએ પોતાનાં વાહનો અન્ય રાજ્યોમાં પણ નોંધાવ્યા હતાં. તેમને જાણ નહોતી કે ભવિષ્યમાં સરકાર તેનાં જૂના વાહનો ઉપર પણ નવા નિયમો લાદી દેશે. સરકારને જૂના વાહનોને આ નવા નિયમમાંથી મુક્તિ આપવાની માગણી પણ ટ્રાન્સપોર્ટરો ઉઠાવી રહ્યાં છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

કર્ણાટક દબદબો બનાવવા અને જમ્મૂ-કાશ્મીર ટીમ પહેલીવાર ચેમ્પિયન બનવા માગશે February 24, Tue, 2026

Crime

સુરતમાં ગજેરાબંધુઓ સામે કરોડોની ઠગાઈનો ગુનો દાખલ બનાવટી દસ્તાવેજો બનાવી ભાગીદારને અંધારામાં રાખી ગુનો આચર્યો February 24, Tue, 2026