• સોમવાર, 23 ફેબ્રુઆરી, 2026

નવ રાજ્યમાં SIR બાદ ઘટયા 1.70 કરોડ મતદાર ગુજરાતમાંથી સૌથી વધારે 68 લાખ નામ કમી થયાં

નવી દિલ્હી, તા. 22 : ભારતનાં નવ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં એસઆઇઆરની કામગીરી પૂરી થઈ છે. ચૂંટણી પંચના આંકડા અનુસાર પ્રક્રિયા દરમિયાન ઘણાં એવાં નામો હટાવવામાં આવ્યાં છે જે અયોગ્ય હતાં. સત્તાવાર આંકડા અનુસાર કુલ 1.70 કરોડ મતદાતા ઘટયા છે. એટલે કે આટલાં નામ કમી થયાં છે. ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે હટાવવામાં આવેલા મતદાતા અને નવા જોડેલા યોગ્ય મતદાતાઓના અંતરના આધારે કુલ બદલાવ થયો છે. ગુજરાતમાંથી સૌથી વધારે 68 લાખ નામ કમી કરવામાં આવ્યા છે.

મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા જાહેર આંકડા અનુસાર ગુજરાત, પુડ્ડુચેરી, લક્ષદ્વીપ, રાજસ્થાન, છત્તીસગઢ, અંદામાન નિકોબાર, ગોવા અને કેરળ સહિત કુલ નવ પ્રદેશમાં એસઆઇઆર શરૂ થયા પહેલા મતદાતાની સંખ્યા લગભગ 21.45 કરોડ હતી. જે અંતિમ મતદાર યાત્રી જાહેર થયા બાદ ઘટીને અંદાજિત 19.75 કરોડ રહી છે.

સૌથી વધારે નામ ગુજરાતમાંથી હટાવવામાં આવ્યાં છે. ગુજરાતમાં 68,12,711 મતદાતાઓનાં નામ યાદીમાંથી હટયા છે. જેનાથી કુલ મતદાતાની સંખ્યા લગભગ 5.08 કરોડથી ઘટીને 4.40 કરોડ હી છે. એટલે કે અંદાજિત 13.40 ટકાની કમી નોંધાઈ છે. ત્યારબાદ મધ્ય પ્રદેશનો નંબર આવે છે. એમપીમાંથી કુલ 34.25 લાખ નામ હટાવવામાં આવ્યાં છે અને મતદાતાની સંખ્યા 5.74 કરોડથી ઘટીને 5.39 કરોડ રહી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક