• મંગળવાર, 24 ફેબ્રુઆરી, 2026

મેક્સિકોના સૌથી મોટા ડ્રગ કાર્ટેલનો અંત ઃ માફિયા એલ મૈન્ચો ઠાર

- સેનાના ઓપરેશન બાદ મેક્સિકોના અલગ અલગ રાજ્યોમાં ઉપદ્રવ શરૂ થયો ઃ ભારતીય દૂતાવાસે એડવાઈઝરી જાહેર કરી

 

મેક્સિકો સિટી, તા. 23 ઃ મેક્સિકોને એક મોટી સફળતા મળી છે. જેમાં સેનાએ દેશના સૌથી મોટા ડ્રગ માફિયાને ઠાર કર્યો છે. જાણકારી અનુસાર મેક્સિકન સેનાએ એક મોટું ઓપરેશન ચલાવીને જલિસ્કો ન્યૂ જનરેશન કાર્ટેલ (સીજેએનજી)ના લીડર, નેમેસિયો રુબેન ઓસેગુએરા સર્વેટ્સ ‘એલ મૈન્ચો’ને ઢેર કર્યો છે. આ સાથે જ મેક્સિકોનું સૌથી શક્તિશાળી ડ્રગ કાર્ટેલ ખતમ થયું છે. બીજી તરફ ઓપરેશન બાદ પૂરા મેક્સિકોમાં હિંસા ભડકી હતી. જેના પરિણામે ભારતીય દૂતાવાસે ભારતના નાગરીકો માટે એડવાઈઝરી જાહેર કરી હતી.

સીજેએનજી મેક્સિકોના સૌથી શકિતશાળી અને ઝડપથી વધી રહેલા ક્રિમિનલ ઓર્ગેનાઈઝેશનમાંથી એક હતું. જેને 2009મા બનાવવામાં આવ્યું હતું. મેક્સિકોના રક્ષા વિભાગે એક નિવેદનમાં કહ્યું હતું કે એલ મેન્જોને જાલિસ્કોના તપાલપાથી ઓપરેશન દરમિયાન પકડીને મેક્સિકો સિટી લઈ જવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. ઓપરેશન દરમિયાન સૈનિકો ઉપર પણ ગોળીબાર થયો હતો અને શૂટઆઉટ દરમિયાન ચાર લોકોના મૃત્યુ થયા હતા. શક્તિશાળી ડ્રગ માફિયા ઠાર  થયા બાદ મેક્સિકોની સડકો ઉપર ઉપદ્રવ શરૂ થયો હતો. જલિસ્કો અને બીજા રાજ્યોમાં હિંસાના કારણે રસ્તાઓ ઠપ થયા હતા. ઘણા સ્થળે વાહનોને આગ ચાંપવામાં આવી હતી. આ સ્થિતિમાં ભારતીય દૂતાવાસે એડવાઈઝરી જાહેર કરીને ભારતના લોકોને ઘરની બહાર ન નિકળવા સુચના આપી હતી.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

કર્ણાટક દબદબો બનાવવા અને જમ્મૂ-કાશ્મીર ટીમ પહેલીવાર ચેમ્પિયન બનવા માગશે February 24, Tue, 2026

Crime

સુરતમાં ગજેરાબંધુઓ સામે કરોડોની ઠગાઈનો ગુનો દાખલ બનાવટી દસ્તાવેજો બનાવી ભાગીદારને અંધારામાં રાખી ગુનો આચર્યો February 24, Tue, 2026