• ગુરુવાર, 26 માર્ચ, 2026

એ પણ એક પ્રકારે રાષ્ટ્રધર્મ

બે દિવસથી ગુજરાત અફવાની લપેટમાં છે. યુદ્ધની અસરની ચર્ચા તો શેરીથી લઈને સંસદ સુધી છે પરંતુ હજી જે થયું નથી તેવી વાત શરુ થઈ છે તે ચિંતાજનક છે. રાજ્યમાં-દેશમાં ઈંધણની અછત છે તેવી વાત ફેલાઇ અને લોકો ગભરાયા, વાહનોની ટાંકી સંપૂર્ણ કરાવવા માટે લાઈન લગાવી દીધી. વર્તમાન સંજોગોમાં લોકોનો ડર અસ્થાને નથી પરંતુ તે ડર અફવામાં તબદીલ થયો તેને લીધે અંધાધૂંધી થઈ રહી છે. સ્થિતિ ગંભીર હોય અથવા થવાની શક્યતા હોય ત્યારે અફવા ફેલાવીને, લોકોમાં ડરનો માહોલ ઉભો  કરવો જોઈએ નહીં. આ એવા દિવસો છે જેમાં સરકાર અને પ્રશાસન પાસે પૂર્ણ વ્યવસ્થાની અપેક્ષા સાથે તેને સહયોગ પણ કરવો જોઈએ.

આખા દેશમાં ધૂંરધર નામની એક ફિલ્મની ચર્ચા છે અને તેને સીધી દેશભક્તિ સાથે જોડવામાં આવી રહી છે. યુદ્ધ કે મહામારી જેવા કપરા સંજોગોમાં અફવા ન ફેલાવવી, શાંતિ અને સંયમથી કામ લેવું તે પણ એક પ્રકારે દેશપ્રેમ-દેશસેવા છે, રાષ્ટ્રધર્મ છે. સોમવારે બપોરથી એવી વાત ફેલાઈ કે પેટ્રોલ ડીઝલનો પુરવઠો મર્યાદિત છે. ગુજરાતના શહેરોમાં લોકોએ વાહનો પેટ્રોલપમ્પ તરફ દોડાવ્યાં. લાઈન લાગી, ક્યાંક તો પમ્પ સંચાલકોએ પુરવઠો મર્યાદિત આપવાનું શરુ કર્યુ.ં સ્થિતિ વણસી. કેન્દ્ર અને રાજ્ય સરકાર એમ કહે છે કે દેશમાં અને ગુજરાતમાં ઈંધણ પર્યાપ્ત માત્રામાં પ્રાપ્ત છે. કોઈએ ગભરાવાની જરુર નથી તેમ છતાં બે દિવસથી લોકોનો ઉચાટ

શમતો નથી.

ઈરાન-અમેરિકા  સંધર્ષ શમતો નથી તે ચોક્કચ ચિંતાનો વિષય છે. નજીકના ભવિષ્યમામં તેની વિપરિત અસર જગતમાં શરુ થવાની છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેના માટે સોમવારે લોકસભામાં અને મંગળવારે રાજ્યસભામાં બોલ્યા પણ ખરા. આપણે મોટા પડકારનો સામનો કરવો પડશે તેવું તેમણએ કહ્યું. પરંતુ આ ભવિષ્યની વાત છે. આજે હજદી એવું નથી. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અને તમામ જવાબદાર અધિકારીઓએ કહ્યું છે કે પેટ્રોલ-ડીઝલનો પુરવઠો પૂરતી માત્રામાં છે. ડર લાગે, પ્રશ્નો થાય, ભાવ વધવાની સંભાવના ઊભી થાય તે બધું સાચું પરંતુ તેને લીધે આમ ઉદ્વેગ ફેલાવવો અને અફવા ઊડાડવી તે તો યોગ્ય નથી જ. વડાપ્રધાને કહ્યા અનુસાર ધૈર્ય અને સંયમની જરુર છે. આ અઘરું છે પરંતુ અત્યારે અનિવાર્ય છે.

ઇ-પેપરના નવા શુલ્ક