નવી
દિલ્હી તા.2પ: આઇપીએલ ફ્રેંચાઇઝી રાજસ્થાન રોયલ્સ ગઇકાલે 1.63 બિલિયન ડોલર-લગભગ 1પ290
કરોડ રૂપિયામાં ભારતીય મૂળના અમેરિકી ઉદ્યોગપતિ કાલ સોમાનીએ ખરીદી છે. આ સોદોથી ઓસ્ટ્રેલિયાના
દિવંગત ક્રિકેટર શેન વોર્નના પરિવારને લોટરી લાગી છે. આઇપીએલની શરૂઆત 2008માં થઇ હતી.
ત્યારે ઓસ્ટ્રેલિયાનો મહાન સ્પિનર શેન વોર્ન રાજસ્થાન રોયલ્સ ટીમનો કેપ્ટન અને મેન્ટોર
બન્યો હતો. ત્યારે તેણે એક અલગ જ કરાર કર્યોં હતો. વાર્ષિક 6પ700 ડોલરની ફી સાથે દર
વર્ષે 0.7પ ટકા હિસ્સેદારી નકકી કરી હતી. શેન વોર્ને રાજસ્થાન રોયલ્સ ટીમની ચાર વર્ષ
સુધી કમાન સંભાળી હતી. આથી તેની કુલ હિસ્સેદારી 3 ટકા થઇ હતી.
હવે
રાજસ્થાન રોયલ્સ ફ્રેંચાઇઝી 1પ000 કરોડ રૂપિયાથી વધુની રકમમાં વેંચાઇ છે. આથી શેન વોર્નના
પરિવારને 3 ટકાની હિસ્સેદારી માટે લગભગ 4પ0 કરોડ આસપાસની રકમ મળશે તેવા રિપોર્ટ છે.