• ગુરુવાર, 26 માર્ચ, 2026

ગુજરાતને માથે 3.80 લાખ કરોડનું દેવું!

રાજ્યના દેવામાં ગત વર્ષની સરખામણીએ અંદાજે 22 હજાર કરોડનો વધારો : આવકનો 13 ટકા હિસ્સો તો વ્યાજમાં જ વપરાઈ જાય છે

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.25 : રાજ્ય વિધાનસભાના બજેટ સત્રના અંતિમ દિને સરકાર દ્વારા ‘ગુજરાત રાજ્યની નાણાકીય પરિસ્થિતિ-2024-25’ અંગેનો ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરન-કેગ-ઈઅઋનો ઓડિટ અહેવાલ રજૂ કર્યો હતો. જેમાં રાજ્યના અર્થતંત્રના વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.

અહેવાલમાં ગુજરાત જેવા વિકાસશીલ અને આર્થિક રીતે સમૃદ્ધ રાજ્ય માટે રાજ્યના દેવા અને વ્યાજની સ્થિતિ અંગે લાલબત્તી ધરવામાં આવી છે. એમાં કહેવાયું છે કે, રાજ્યનું જાહેર દેવું રૂ.3.80 લાખ કરોડ સુધી પહોંચ્યું છે જે ગત વર્ષની સરખામણીએ અંદાજે 22 હજાર કરોડનો વધારો નોંધાયો છે. અત્યારે રાજ્યની કુલ મહેસૂલી આવકનો 12.82 ટકા અર્થાત લગભગ 13 ટકા જેટલો મોટો હિસ્સો માત્ર જૂના દેવાનું વ્યાજ ચૂકવવામાં જ વપરાઈ જાય છે પરંતુ ખરી ચિંતા એ છે કે, આ આંકડો જ્યારે 15 ટકાની જોખમી સપાટીની ખૂબ જ નજીક હોવાથી તે આ જોખમી સપાટીને વટાવશે ત્યારે સરકાર માટે કપરી સ્થિતિ સર્જાશે અને એટલે વ્યાજના ભારણ પર કડક દેખરેખ રાખવી અનિવાર્ય બની છે. એવી જ રીતે, રાજ્યના કુલ જાહેર દેવાના 43.10 ટકા જેટલી માતબર રકમ હવે, આગામી 5 થી 7 વર્ષના ટૂંકા ગાળામાં જ પરત ચૂકવવાની હોવાથી ભવિષ્યમાં રોકડ પ્રવાહ પર મોટું દબાણ આવી શકે છે.

આ અહેવાલમાં જણાવાયું છે કે, અંદાજે 12,383 કરોડની એવી નાણાકીય જવાબદારીઓ છે, જેમાં નવી પેન્શન યોજના (ગઙજ) અને વિવિધ સેસની રકમનો સમાવેશ થાય છે. જેની પતાવટ હજુ બાકી છે. જોકે, હકારાત્મક પાસું એ છે કે રાજ્યનો મૂડી ખર્ચ કુલ ખર્ચના 24.36 ટકા રહ્યો છે, જે દર્શાવે છે કે સરકાર વિકાસલક્ષી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ સારું રોકાણ કરી રહી છે. એકંદરે, ગુજરાતની નાણાકીય તંદુરસ્તી હાલમાં સ્થિર છે, પરંતુ આવનારા વર્ષોમાં દેવાના ટકાઉપણા અને વધતા ખર્ચ પર કાબૂ રાખવો એ સરકાર માટે મોટો પડકાર બની રહેશે.

આ અહેવાલ મુજબ, ગુજરાતનો સકલ રાજ્ય ઘરેલુ ઉત્પાદન (રાજ્યની કુલ આવક-ઋજઉઙ) 26,72,025 કરોડ નોંધાયો છે. જે પાછલા વર્ષની સરખામણીએ 10.15 ટકાનો સંગીન વૃદ્ધિ દર દર્શાવે છે. ભારતની કુલ જીડીપીમાં ગુજરાતનો હિસ્સો 8.08 ટકા જેટલો રહ્યો છે. જે રાજ્યની આર્થિક મજબૂતીનો પુરાવો છે.

રાજ્યની આર્થિક સ્થિતિ પર એક નજર

ગુજરાતનું આર્થિક સરવૈયું (2024-25)

કુલ ઋજઉઙ : 26,72,025 કરોડ (10.15 % વૃદ્ધિ દર)

દેશના ઋઉઙમાં હિસ્સો : 8.08 %

મહેસૂલી પુરાંત : 18,943 કરોડ (ગત વર્ષ કરતા 43.41 % નો ઘટાડો)

વ્યાજનું ભારણ : કુલ આવકના 12.82 % (જોખમી મર્યાદાની નજીક)

દેવાની તલવાર : કુલ દેવાના 43.10 % રકમ આગામી 5 થી 7 વર્ષમાં જ ચૂકવવાની રહેશે

વણચૂકવાયેલું ‘છૂપું’ દેવું : 12,383 કરોડ (ગઙજ અને અન્ય સેસની બાકી રકમ)

વિકાસલક્ષી ખર્ચ : કુલ ખર્ચના 24.36 % રકમ મૂડી ખર્ચ (ઇન્ફ્રાસ્ટ્રક્ચર) પાછળ

ગુજરાત માથા દીઠ આવકમાં દેશ કરતા 1.5 ગણું આગળ

મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો દબદબો : દેશના ઈન્ડસ્ટ્રિયલ પાવરહાઉસ તરીકે ગુજરાત કાર્યરત : કેગનો અહેવાલ

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ,તા.25 :વર્ષ 2024-25ના અંદાજો મુજબ ગુજરાતનું અર્થતંત્ર રાષ્ટ્રીય સરેરાશ કરતા નોંધપાત્ર ગતિએ આગળ વધી રહ્યું છે. જેમાં રાજ્યની માથા દીઠ આવક દેશની સરેરાશ કરતા આશરે 1.5 ગણી વધારે નોંધાઈ છે એટલે કે દરેક ગુજરાતી દેશના નાગરિક કરતાં વર્ષમાં સરેરાશ 56 ટકા વધુ આવક ધરાવે છે. વર્ષ 2020-21માં રાજ્યની કુલ આવક-ઋજઉઙ રુ. 16.16 લાખ કરોડ રૂપિયા હતી. જે માત્ર 5 વર્ષના ટૂંકા ગાળામાં વધીને રૂ. 26.72 લાખ કરોડ સુધી પહોંચી છે. જેના પગલે રાજ્યના નાગરિકોની સરેરાશ માથા દીઠ આવક પણ વધીને રૂ. 3,66,700 થઈ ગઈ છે. જે રાષ્ટ્રીય સ્તરની રૂ. 2,34,859ની આવક સામે ગુજરાતની મજબૂત આર્થિક ક્ષમતાનું પ્રતીક છે. છેલ્લા પાંચ વર્ષના વલણો જોતા જણાય છે કે, કોરોનાકાળ પછીના સમયગાળામાં અર્થતંત્રમાં થોડી અસ્થિરતા હોવા છતાં, સેવા ક્ષેત્રે 36 ટકા ફાળા સાથે અર્થતંત્રને સ્થિરતા બક્ષી છે. વર્ષ 2024-25માં ખેતી ક્ષેત્રના વિકાસ દરમાં 13.44 ટકાનો આશાસ્પદ ઉછાળો જોવા મળ્યો છે. 

ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ-કેગના અહેવાલ મુજબ, રાજ્યના કુલ આર્થિક મૂલ્યવર્ધન-ઋજટઅમાં વિવિધ ક્ષેત્રોના ફાળાનું વિશ્લેષણ કરતા જણાય છે કે, ગુજરાત આજે પણ ‘ઇન્ડસ્ટ્રિયલ પાવરહાઉસ’ તરીકે કાર્યરત છે. રાજ્યના અર્થતંત્રમાં દ્વિતીય એટલે કે ઉદ્યોગ ક્ષેત્રનો 44 ટકા જેટલો    સૌથી મોટો હિસ્સો છે. એમાં પણ ગુજરાતની આવકમાં મેન્યુફેક્ચારિંગ ક્ષેત્ર 77 ટકા ફાળા સાથે આગળ છે. આ ઉપરાંત બાંધકામ ક્ષેત્રનો 17 ટકા અને વીજળી-ગેસ જેવી સુવિધાઓનો 6 ટકા ફાળો રહ્યો છે. બીજી તરફ, રાજ્યની કરોડરજ્જુ સમાન પ્રાથમિક ક્ષેત્ર એટલે કે ખેતી અને ખનનનો ફાળો 20 ટકા રહ્યો છે. જેમાં કૃષિ અને પશુપાલનનો હિસ્સો 83 ટકા જેટલો જંગી છે.

ગુજરાતની સરખામણી ભારત સાથે 

વિગત-   ગુજરાતની સ્થિતિ ભારતની સ્થિતિ 

માથાદીઠ આવક (રૂપિયામાં)-           3,66,700                     2,34,859

રાજ્યની કુલ આવક-ઋજઉઙ (કરોડમાં)          26,72,025      3,30,68,145

પ્રાથમિક (ખેતી-ખનન)-      20 %- એમાં ખેતીનો હિસ્સો 83% છે

દ્વિતીય (ઉદ્યોગ)-             44 %- એમાં મેન્યુફેક્ચારિંગ 77 % સાથે મોખરે

તૃતીય (સર્વિસ)-               36 % એમાં વેપાર અને હોટલ ક્ષેત્રનો 32% ફાળો 

ઇ-પેપરના નવા શુલ્ક