આઇપીએલ-2026
સીઝનની શરૂઆત 28 માર્ચથી થશે. એ પહેલા આજે મુંબઇ ખાતે તમામ 10 ટીમના કેપ્ટનની બીસીસીઆઇના
મેચ રેફરી જવગલ શ્રીનાથ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં નવા નિયમો વિશે જાણકારી આપવામાં
આવી હતી. આ વખતે પહેલીવાર આઇપીએલમાં તમામ 10 કપ્તાન ભારતીય ખેલાડીઓ છે. બેઠક બાદ તમામ
કપ્તાનનો પરંપરાગત સામૂહિક ફોટો લેવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મોટા ભાગના સુકાની
હળવા મૂડમાં જોવા મળ્યા હતા.