• ગુરુવાર, 26 માર્ચ, 2026

કોંગ્રેસને 48 વર્ષ જૂનું કાર્યાલય ખાલી કરવા નોટિસ

નવી દિલ્હી, તા.2પ: કોંગ્રેસ પાર્ટીએ દિલ્હીમાં 24 અકબર રોડ સ્થિત પોતાનું જૂનું કાર્યાલય ટૂંકસમયમાં ખાલી કરવું પડી શકે છે. એસ્ટેટ વિભાગ દ્વારા એક નોટિસ ફટકારીને કોંગ્રેસને 28 માર્ચ સુધીમાં ઓફિસ ખાલી કરવાની સૂચના આપવામાં આવી છે. બીજીબાજુ યુવા કોંગ્રેસને પણ પ રાયસીના રોડ સ્થિત ઓફિસ માટે પણ આવી જ રીતે નોટિસ ફટકારવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, અકબર રોડ સ્થિત બંગલોમાં છેલ્લા 48 વર્ષથી કોંગ્રેસનું મુખ્યાલય છે. પક્ષ દ્વારા કોટલા માર્ગ ઉપર પોતાનું નવું કાર્યાલય ઈંદિરા ભવન શરૂ કરી દેવામાં આવ્યા બાદ પણ અકબર રોડ સ્થિત પરિસરને હજી સુધી ખાલી કરવામાં આવ્યું નથી. પક્ષ તરફથી સંકેત આપવામાં આવી રહ્યાં છે કે, કોઈપણ પ્રકારની બળજબરીથી આ કાર્યાલય ખાલી કરાવવાનાં પ્રયાસ સામે તે કોર્ટનાં દરવાજા પણ ખટખટાવી શકે છે. કોંગ્રેસ આ કાર્યાલયને પ્રતીકાત્મક રાજકીય મહત્ત્વનું માને છે. આ સીવાય કોંગ્રેસ બજાર ભાવે તેનું ભાડું પણ ચૂકવી રહ્યાંની દલીલ કરે છે.

ઇ-પેપરના નવા શુલ્ક