• ગુરુવાર, 26 માર્ચ, 2026

100 નવા એરપોર્ટ અને 200 હેલીપેડ બનશે

નવી દિલ્હી, તા.2પ: દેશનાં ઉડ્ડયન માળખા, ઈમિગ્રેશન સિસ્ટમ અને વૈશ્વિક જળવાયુ પ્રતિબદ્ધતાઓને મજબૂત બનાવવાની દિશામાં ભારત સરકાર તરફથી મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. કેન્દ્રીય કેબિનેટે કુલ 30640 કરોડ રૂપિયાનાં પ્રોજેક્ટ અને નીતિગત નિર્ણયોને આજે બહાલી આપી હતી. આ મહત્ત્વનાં નિર્ણયોમાં ક્ષેત્રીય હવાઈ પરિવહનને પ્રોત્સાહક નવી ઉડાન યોજના અને આઈવીએફઆરટી-3.0નાં વિસ્તરણ સાથે પેરિસ સમજૂતી અંતર્ગત ભારતનાં નિર્ધારિત યોગદાન સાથે જોડાયેલો નિર્ણય પણ સામેલ છે. કેબિનેટની આજે મળેલી (જુઓ પાનું 8)

બેઠકમાં સૌથી મોટો નિર્ણય ઉડ્ડયન ક્ષેત્રનાં બુનિયાદી ઢાંચાને વધુ મજબૂત બનાવવા માટે નાણાકીય ફાળવણીનો હતો. ટીયર-રૂ અને ટીયર-3 શહેરોમાં હવાઈ સંપર્કને બહેતર બનાવવા માટે સરકારે નવી ઉડાન યોજના માટે 28840 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરી છે. આ યોજના હેઠળ દેશમાં 100 નવા એરપોર્ટ અને 200 હેલીપેડ વિકસિત કરવામાં આવશે.

કેબિનેટે ભારત આવતા વિદેશીઓ, તેમનાં વિઝા અને નોંધણીની પ્રક્રિયાને આધુનિક અને સુવિધાજનક બનાવવા માટે પણ મહત્વનો નિર્ણય કર્યો છે. સરકારે ઈમિગ્રેશન, વિઝા, ફોરેનર્સ રજીસ્ટ્રેશન એન્ડ ટ્રેકિંગ યોજનાને આગામી પાંચ વર્ષ એટલે કે 31 માર્ચ 2031 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી છે. જેનાં માટે 1800 કરોડ રૂપિયાનું બજેટ રાખવામાં આવ્યું છે.

આ ઉપરાંત વૈશ્વિક પર્યાવરણ સંબંધિત પ્રમુખ નીતિગત નિર્ણય પણ આજની બેઠકમાં થયો હતો. સરકારે પેરિસ સમજૂતી હેઠળ ભારતનાં નેશનલી ડિટરમાઈન્ડ કોન્ટ્રીબ્યુશનને પણ ઔપચારિક મંજૂરી આપી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક