• રવિવાર, 22 ડિસેમ્બર, 2024

avsan nondh

ચક્ષુદાન

રાજકોટ: સાધનાબેન ભવસુખભાઇ માંકડનું અવસાન થતાં તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાની ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 600મું ચક્ષુદાન થયેલ છે.  આ ચક્ષુદાન મૈત્રીબેન ઉદાણીના સહયોગથી થયેલ છે.

રાજકોટ : જામકંડોરણા નિવાસી હાલ રાજકોટ અનંતરાય માનસંગભાઈ મહેતા (ઉં.82)તે મનિષભાઇ, ભાવેશભાઇ, નિલાબેન, અલ્પાબેનના પિતાશ્રી, નયનાબેન, દિપ્તીબેન, દીપકભાઇ (ટાટા નગર), હિતેષભાઇ (વલસાડ)ના સસરા,

સ્વ. હેમંતભાઇ, સ્વ. છબીલભાઇ, સ્વ. ગોરધનભાઇના નાના ભાઇ, હસ્તી, માહીર, નિશિત, મોક્ષના દાદા, જય, જુહીના નાના, પાનેલી નિવાસી સ્વ. ભાઇચંદ મોતીચંદના જમાઇનું તા.13ના અવસાનથયું છે. સદ્ગતના ચક્ષુનું દાન કરેલ છે. ઉઠમણું તા.16ના સવારે 10 કલાકે શ્રમજીવી કાચનું જીનાલયના ઉપાશ્રય, 3- શ્રમજીવી, રાજકોટ છે.

રાજકોટ: કાંતિલાલ શિવરામભાઈ દવે (ઉં.7ર) તે ચેતનભાઈ, હિતેશભાઈ, પ્રજ્ઞાબેનના પિતાશ્રી, સ્વ.જેન્તીભાઈ શિવરામભાઈ દવેના મોટાભાઈ, વિનુભાઈ, હસુભાઈ, દીપકભાઈ, જ્યોત્સનાબેનના મોટાભાઈ, પ્રવીણભાઈ વિસાવદરના સસરાનું તા.14ના બિલખામાં અવસાન થયું છે. બેસણું તા.16નાં સાંજે 4થી 6 બીલખા છે.

રાજકોટ: ભાવનાબેન વિનયચંદ્ર કંટેસરિયા (ઉં.74) તે વિનયચંદ્ર જેઠાલાલ કંટેસરિયાનાં પત્ની, રોમલ, રાજુલ, રોહીલ, સ્વ.રાશિલનાં માતૃશ્રીનું તા.14ના અવસાન થયું છે. બેસણું તા.16ના સવારે 9થી 10.30 પામ યુનિવર્સ સોસાયટી, શિલ્પન ઓનિક્સની બાજુમાં, ગંગોત્રી પાર્ક મેઇન રોડ, રાજકોટ છે.

કોટડા સાંગાણી: મનસુખભાઈ નાનજીભાઈ હિરાણી (ઉં.80) તે હિતેશભાઈ તેમજ રાજુભાઈ તેમજ હિમાંશુભાઈ મનસુખભાઈ હિરાણીના પિતાનું તા.13ના અવસાન થયું છે. બેસણું/પ્રાર્થનાસભા તા.16ના બપોરે 4થી 6 મેઇન બજાર, કોટડાસાંગાણી તેમના નિવાસસ્થાને છે.

તાલાલા ગિર: રસુલપરા ગિરના સ્વ.અરજણભાઈ માંડાભાઈ વાઢેરનાં પત્ની અમરીબેન (ઉં.97) તે નગાજણભાઈ (પૂર્વ સરપંચ-રસુલપરા ગિર) તથા દેવશીભાઈ, નરેન્દ્રભાઈ (પૂર્વ આચાર્ય - નગરપાલિકા હાઇસ્કૂલ), કનુભાઈ (પૂર્વ સરંપચ - રસુલપરા ગિર), ભીમશીભાઈ, અતુલભાઈનાં માતુશ્રીનું તા.13ના અવસાન થયું છે. બેસણું તા.16ના સવારે 9થી સાંજે પ સુધી તેમનાં નિવાસસ્થાન રસુલપરા ગિર છે.

રાજકોટ: દસો. વણિક કાશ્મીરાબેન ભૂપતભાઈ શેઠ તે સ્વ.જયાબેન મોતીચંદ શેઠનાં પુત્રવધૂ, કંચનબેન ગાંધી, હિંમતભાઈ, પ્રવીણભાઈ, સરોજબેન શેઠના નાનાભાઈનાં પત્ની, ભાનુબેન મહેન્દ્રભાઈ આણંદપરાનાં પુત્રી, સ્વ.નિખિલભાઈ, ચંદ્રેશભાઈ, રેખાબેન, શેઠ અલ્પાબેનના બેન, દીપાલીબેન, મયુરીબેન, સ્વાતિબેન જય ઝવેરી, સ્વ.અમિતભાઈનાં માતાનું તા.14નાં અવસાન થયું છે. ઉઠમણું તા.16નાં 4.30 કલાકે ધારેશ્વર મંદિર, ભક્તિનગર સર્કલ પાસે, રાજકોટ છે.

રાજુલા: સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ પ્રજ્ઞેશભાઈ કાંતિલાલ ઉપાધ્યાય (ઉં.6ર) તે જયપ્રકાશભાઈ તથા સ્વ.ઉપેનભાઈના  નાનાભાઈ, વિવેક તથા ધારાબેન ગૌતમકુમારના પિતાશ્રી, મહિમાબેનના સસરાનું તા.14ના અવસાન થયું છે. બેસણું તા.16ના 3થી પ સવિતાનગર શેરી નંબર-ર, રાજુલા છે.

જામનગર: સ્વ.પોપટલાલ રણછોડદાસ રાયચુરા (નાવદ્રાવાળા)ના પુત્ર મૂળજીભાઈ પોપટલાલ રાયચુરા (ઉં.8ર) તે કલ્પેશભાઈ, ભાવેશભાઈ, દીપકભાઈ, અતુલભાઈ તથા માલતીબેન મહેશકુમાર ગોકાણી, બીનાબેન ભાવીનકુમાર ચંદારાણાના પિતાશ્રી, સ્વ.ચિરાગ, કશ્યપ, યશ, પ્રીત, મીતના દાદા, સ્વ.ગોકલદાસ જાદવજીભાઈ પોપટ (રાણવાળા)ના જમાઈનું તા.1રના અવસાન થયું છે. પ્રાર્થનાસભા, શ્વસુર પક્ષની સાદડી તા.16ના 4થી 4.30 પાબારી હોલ, તળાવની પાળ, જામનગર છે.

રાજકોટ: ચા.મ. મોઢ બ્રાહ્મ મૂળ ટંકારા હાલ રાજકોટ મનસુખલાલ મણીશંકર ત્રિવેદી (ઉં.82)તે વિજયભાઇ (આઇટીઆઇ), વિનોદભાઇ (શિવ હુંડાઇ), શોભનાબેન, કૈલાશબેન, રંજનબેન, અરુણાબેન, ધર્મિષ્ઠાબેનના પિતાશ્રી, તન્વીબેન, સુમીતભાઇ, ઋષિભાઇના દાદા, સ્વ. ગોવિંદજી કુંવરજી દવે (સાવડી)ના જમાઇ, સ્વ. જયસુખલાલ, સ્વ. નટવરલાલના કાકાનું તા.13ના અવસાન થયું છે. ઉઠમણું, બન્ને પક્ષનું બેસણું તા.16ના સાંજે 4થી 5 ચા.મ. મોઢ બ્રાહ્મણની વાડી, મિલપરા શેરી નં.1, રાજકોટ છે.

ઉપલેટા: સ્વ. લતાબેન અમૃતલાલ સિદ્ધપુરા (ઉં.8) તે સંજયભાઇ, ધર્મેન્દ્રભાઇ, રીટાબેન, પદ્માબેન, અલકાબેનના માતુશ્રીનું તા.14ના અવસાન થયું છે. બેસણું તા.16ના સાંજે 4થી 6 મચ્છુ કઠિયા લુહાર સમાજ શહીદ અર્જુન રોડ ઉપલેટા છે.

અમરેલી: ગોપાલ ગ્રામ નિવાસી જીઇબી નિવૃત્ત નરેશભાઇ ગિરજાશંકર ભટ્ટ (ઉં.69) તે સ્વ. વજુભાઇ, મહેશભાઇ ભટ્ટના ભાઇ, કીર્તિભાઇ ભટ્ટ, વૈભવભાઇ, હાર્દિકભાઇના કાકાનું તા.14ના અવસાન થયું છે. બેસણું તા.16ના સવારે 9થી સાંજના 6 સુધી તેમના નિવાસસ્થાન ગોપાલગ્રામ છે.

રાજકોટ: મૂળ જસદણ હાલ રાજકોટ ઔદિચ્ય ગુજરાતી સાડાચારસો બ્રાહ્મણ રમેશચંદ્ર જટાશંકર ઉપાધ્યાય (ઉં.88) તે સ્વ. અનિરૂધ્ધભાઇના નાના ભાઇ, સ્વ. શૈલેષભાઇ, સ્વ. અશ્વિનભાઇ, વર્ષાબેન ઉદયભાઇ માંકડ, રીટાબેન (હીનાબેન), હર્ષદકુમાર યાજ્ઞિકના પિતાશ્રી, પ્રતિક, કરણ, કિંજલ, હિતાર્થીના દાદા, ચંદ્રકાંત ઉપાધ્યાયના કાકાનું તા.14ના અવસાન થયું છે. બેસણું તા.16ના સાંજે 4થી 5-30, બી-302 હાર્મોની એકસોટિકા હેમાદ્રી એપાર્ટમેન્ટ સામે, બાપા સીતારામ ચોક, મવડી રાજકોટ છે.

બોટાદ: નિંગાળા નિવાસી સ્વ. નલિનભાઇ શાંતિલાલ પાઠક (ઉં.69) તા.13ના સ્વ. બિપીનચંદ્ર, હરેશભાઇ અને નિરૂબેન જીતેન્દ્રકુમાર ભટ્ટ (વલભીપુર)ના મોટાભાઇ, કાળીદાસ રામશંકર પંડયા (ગોરડકા)ના જમાઇ, કલ્પેશભાઇ, સોનલબેન ભાવિનકુમાર જોષી (બોટાદ)ના પિતાશ્રી, ભાવિનકુમાર હર્ષદરાય જોષી (બોટાદ)ના સસરા, સ્મિત, અંજલિના દાદાનું તા.13ના અવસાન થયું છે. પિયર પક્ષનું બેસણું તા.16ના નિંગાળા રાખેલ છે.

ઇ-પેપરના નવા શુલ્ક