જ્યુપિટર
પબ્લિસિટીના સ્થાપક બાબુભાઈ શાહનું અવસાન
રાજકોટ:
જીવનમાં આપબળે જાહેરાત તથા મનોરંજનના વ્યવસાયમાં શૂન્યમાંથી સર્જન કરનાર જ્યુપિટર પબ્લિસિટીના
સ્થાપક બાબુભાઈ ડાહ્યાભાઈ શાહનું ટૂંકી માંદગી બાદ 94 વર્ષની જૈફ વયે અવસાન થયું છે.
જાહેરાતના વ્યવસાયની સાથે-સાથે તેઓએ ભારતના વિવિધ સર્કલ, એક્ઝિબિશન તથા અનેક મેજિક
શોના સફળ આયોજનો કર્યાં છે. નાનપણથી સર્કલ પ્રત્યેનો લગાવ તેમને ભારતના ખ્યાતનામ જેમિની,
એપેલો સર્કસની ભાગીદારી તરફ લઈ ગયો. સર્કસ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા તેઓ ભારતના એક
માત્ર ગુજરાતી હતા. તેઓ ઇન્ડિયન સર્કસ ફેડરેશનના ટ્રેઝરર, કારોબારી સભ્ય પણ રહી ચૂક્યા
છે. તેમણે લુપ્ત થતી ભારતીય સર્કસ કલાને જીવંત રાખવા સરકાર સમક્ષ અનેક રજૂઆતો કરેલ.
તેનાં ફળ સ્વરૂપે રાહત દરે સરકારી ગ્રાઉન્ડ, રાહત દરે ઇલેક્ટ્રિસિટી, મનોરંજન કરમાં
માફી જેવા અનેક લાભો સર્કસ ઉદ્યોગને સાંપડયા છે.
શિવમ
ચક્ષુદાન આરેણાને દેહદાનનું સંકલ્પ અર્પણ કરતા
પ્રબોધભાઈ શુક્લ
ચોરવાડ,
તા.17: લોએજમાં સ્વર્ગસ્થ લક્ષ્મણભાઈ નંદાણિયાની પુણ્યતિથિ નિમિત્તે સર્વ રોગ નિદાન
કેમ્પમાં ઉપસ્થિત એવા પ્રબોધભાઈ હરસુખભાઈ શુક્લ કે જેવો માંગરોળના સેવારત્ન વિરંચીભાઈ
કિશોરચંદ્ર શુક્લના ભાઈ થાય. તેઓ આ કેમ્પમાં ઉપસ્થિત રહી શિવમ ચક્ષુદાન-આરેણાના માધ્યમથી
દેહદાનનું સંકલ્પ પત્ર અર્પણ કર્યું છે.
આજે
પ્રબોધનભાઈ શુક્લએ માંગરોળના ધારાસભ્ય ભગવાનભાઈ કરગઠિયાના હસ્તે દેહદાનનો સંકલ્પ પોરબંદર
મેડિકલ કોલેજને શિવમ ચક્ષુદાન-આરેણા પરિવાર વતિ અર્પણ કર્યું છે. આ સમયે માંગરોળ અધ્યારૂ
હોસ્પિટલના સેવાભાવી ડોક્ટર ભાવિન છત્રાળા, વણિક મહારાજ હોસ્પિટલના ડો.નરેન્દ્રભાઈ
ભરડા તથા માંગરોળ વિસ્તારના તબીબો તથા પત્રકાર મિત્રો ઉપસ્થિત હતા. શિવમ પરિવારના સભ્યોએ
કાર્યને બિરદાવ્યું હતું.
ચક્ષુદાન
રાજકોટ:
જૈન પરિવારના સ્વ.અનંતરાય માનસંગભાઈ મહેતાનું અવસાન થતા તેમના પુત્ર ભાવેશભાઈની સહમતીથી
જૈનમ ગ્રુપનાં સભ્યો મૌલિક મહેતાનાં સહકારથી જૈન સોશિયલ ગ્રુપની આશ્રય કમિટી ચેરમેન
ઉપેનભાઈ મોદી, વિવેકાનંદ યુથ ક્લબના માર્ગદર્શક મુકેશભાઈ દોશી અને વિવેકાનંદ યુથ ક્લબનાં
અનુપમભાઈ દોશી દ્વારા ચક્ષુદાન કરાયું હતું. ચક્ષુનું દાન ડૉ.ધર્મેશ શાહ દ્વારા ચક્ષુ
સ્વીકારવામાં આવેલ, બન્ને સંસ્થાઓનું આ 139મું ચક્ષુદાન છે.
ચક્ષુદાન
રાજકોટ:
મંજૂલાબેન ભરતભાઈ જાનીનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની
પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન
ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 60રમું ચક્ષુદાન થયેલ છે.
વેરાવળ:
ચંદ્રિકાબેન ભીમજિયાની તે સ્વ.જયંતીલાલ ભગવાનજી ભીમજિયાનીના પત્ની, અમિતભાઈ, પુનમબેન
દીપેશકુમાર તન્ના (તાલાલા)ના માતુશ્રી, કુંજ અમિતભાઈના દાદી, શિલ્પાબેનના સાસુ, દુર્લભજીભાઈ
ઘેલાભાઈ રૂપારેલિયા (કેશોદ)ના પુત્રી, રમણીકલાલ ઘેલાભાઈ રૂપારેલિયાના ભત્રીજીનું તા.16ના
અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષની સાદડી તા.19ના બપોરે 4થી 5, લોહાણા મહાજન વાડી,
સટ્ટા બજાર, વેરાવળ છે.
પોરબંદર:
પરસોત્તમભાઈ રણછોડદાસ રૂપાણી (ઉં.88) તે હસમુખભાઈ, જીતુભાઈ, કમલેશભાઈ અને દીપકભાઈ,
કીર્તિબેન કિશોરભાઈ સોનૈયા (જામનગર), હીનાબેન હિતેષભાઈ કુંડલિયા (જામનગર)ના પિતાશ્રીનું
તા.16ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.18ના બપોરે 4-15થી 4-45, લોહાણા મહાજનવાડીના
પ્રાર્થનાસભા હોલમાં ભાઈ-બહેનોની
સંયુક્ત
છે.
રાજકોટ:
ઈલાબેન લલીતચંદ્ર કામદાર તે સ્વ.લલીતચંદ્ર શિવલાલ કામદારના પત્ની, પાનાચંદ બાવાભાઈ
ટોળીયાના પુત્રી, જયનાબેન અતુલભાઈ કુંભાણી, જયદીપભાઈ, અલ્કેશભાઈના માતુશ્રીનું તા.16ના
અવસાન થયું છે. ઉઠમણું તા.19ના સવારે 11 વાગ્યે, 8-રોયલ પાર્ક ઉપાશ્રય, કેકેવી હોલ,
કાલાવડ રોડ,
રાજકોટ
છે.
ખાખરેચી:
મોઢ વણિક મહેતા કેશવલાલ સુખલાલ મહેતાના પત્ની મહેતા મનહરબેન કેશવલાલ (ઉ.93) તે વસંતભાઈ,
સ્વ.ભરતભાઈ, રમેશભાઈ તથા કમલેશભાઈના માતુશ્રીનું તા.15ના અવસાન થયું છે. બેસણું તા.19ના
બપોરે 3 થી 4, જૈન ઉપાશ્રયમાં રાખેલ છે.
જામનગર:
મુળ અલીયાબાડા નિવાસી હાલ જામનગર રંજનબેન ત્રિભુવનદાસ સોનછાત્રા (ઉ.80) તે સ્વ.િત્રભુવનદાસ
મગનલાલ સોનછાત્રાના પત્ની, તે સ્વ.વલ્લભદાસ વિઠ્ઠલદાસ માણેકના દીકરી, તે નિલેશભાઈ,
નવનીતભાઈ, ચંદ્રેશભાઈ તથા સરોજબેનના માતુશ્રી, તે મીત, નવ્યા તથા વંશીકાના દાદીનું
તા.16ના અવસાન થયું છે. ઉઠમણું, પિયર પક્ષની સાદડી તા.19ના સાંજે 5 થી 5-30, પાબારી
હોલ, તળાવની પાળ, જામનગર છે.
રાજકોટ:
રાજકોટ નિવાસી હાલ વડોદરા વિભાબેન ભરતકુમાર ત્રિવેદી (ઉ.65) તે ભરતકુમાર ગિરજાશંકર
ત્રિવેદીના પત્ની, તે શિવેન, સ્તુતિના માતુશ્રી, તે શ્રદ્ધા, વિશ્રૃતકુમાર ત્રિવેદીના
સાસુનું તા.16ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.19ના સાંજે 4 થી 6, વડોદરા મુકામે
તેમના નિવાસ સ્થાને છે.
રાજકોટ:
મુળ હડમતીયા (જં.) હાલ રાજકોટ સ્વ.કીર્તિસિંહ દોલતસિંહ જાડેજાના પત્ની નંદકુવરબા (ઉ.94)
તે વિક્રમસિંહ, સ્વ.િનર્મળાબા, કૃષ્ણાબાના માતુશ્રીનું તા.15ના અવસાન થયું છે. બેસણું
તા.20ના સાંજે 4 થી 5, મારુતેશ્વર મહાદેવ મંદિર, એરપોર્ટ રોડ, રાજકોટ છે.
રાજકોટ:
સોની પ્રાણલાલ ગોરધનદાસ રાજપરા (ઉ.86) (િનવૃત્ત આચાર્ય આંબા પ્રા.શાળા તા.િલલિયામોટા)
જી.અમરેલી હાલ રાજકોટ તે નરેન્દ્રભાઈ, ગિરીશભાઈ, મહેન્દ્રભાઈ, જીતેશભાઈના પિતાશ્રીનું
તા.15ના અવસાન થયું છે.
બિલખા:
મગનલાલ પોપટલાલ મહેતા તે કિશોરભાઈ મહેતાના પિતાશ્રી, તે સ્વ.નરોત્તમભાઈ, અશ્વિનભાઈ,
સ્વ.પ્રવીણભાઈના કાકા, તે મીતના દાદાનું અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.19ના સાંજે
4 થી 5, લોહાણા મહાજન વાડી, બીલખા છે.
રાજકોટ:
ઔદિચ્ય સહત્ર ચિભડીયા બ્રહ્મ સમાજ રાજકોટના જયશ્રીબેન રાવલ (ઉ.70) તે હરેશકુમાર રાવલના
પત્ની, તે દેવાંગભાઈ, હિરલબેન વિશ્વેશકુમાર પાણેરીના માતુશ્રી, ઉપેન્દ્રભાઈ શાંતિલાલ
ત્રિવેદીના બહેનનું તા.17ના અવસાન થયું છે. બેસણું તા.19ના સાંજે 4 થી 5-30, ગીતા મંદિર,
જંક્શન પોલીસ ચોકીની બાજુમાં, રાજકોટ છે.
રાજકોટ:
જોડિયા નિવાસી હાલ રાજકોટ ભાનુબેન રમેશચંદ્ર વ્યાસ (ઉ.72) તે વિજયભાઈ, ધાર્મિકભાઈ,
પ્રતિક્ષાબેનના માતુશ્રીનું તા.15ના અવસાન થયું છે. બેસણું તા.19ના સાંજે 4 થી 5, તીર્થ
એપાર્ટમેન્ટ, ભવાની ચોક, નાગેશ્વર જૈન મંદિર પાસે, ઘંટેશ્વર રોડ, રાજકોટ છે.
રાજકોટ:
સ્વ.નંદલાલ ઉમિયાશંકર જોષી (મેતા વડાળી)ના પુત્ર હાલ રાજકોટ ગુણવંતભાઈ તે પ્રવિણભાઈ,
ઉષાબેન, ગીતાબેન, રેખાબેનના મોટાભાઈનું તા.16ના અવસાન થયું છે. બેસણું તા.19ના સાંજે
4 થી 5, ત્રંબકેશ્વર મહાદેવ મંદિર, અમૃત પાર્ક-3, આલાપ ગ્રીનસીટી પાછળ, રૈયા રોડ, રાજકોટ
છે.
જામનગર:
ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ જેતપુર નિવાસી હાલ જામનગર સ્વ.જગદીશભાઈ પ્રતાપરાય દવેના
પત્ની ભાનુમતી તે રતિલાલ પ્રાણશંકર વ્યાસના પુત્રી, ઈન્દુલાલ રતિલાલ વ્યાસના બહેન,
દિનેશભાઈ, દિપ્તીબેન વિજયભાઈ જોષી (જૂનાગઢ)ના ફૈબા, તે મનિષભાઈ નવનીતરાય દવે (જેતપુર)ના
કાકીનું તા.17ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.19ના સાંજે 5 થી 5-30, ભાઈઓ-બહેનો
માટે વૈજનાથ મહાદેવ મંદિર, હવાઈ ચોક, જામનગર છે.
જામનગર:
રેઈનબો હેલ્થ સેન્ટરવાળા રતિલાલ મુળુભાઈ બારડ (પુર્વ નગરસેવક, પુર્વ પ્રમુખ સમસ્ત ખવાસ
જ્ઞાતિ મધ્યસ્થ મંડળ, પુર્વ પ્રમુખ ચૌહાણફળી ખવાસ જ્ઞાતિ, પુર્વ પ્રમુખ વિશ્વનાથ વ્યાયામ
પ્રચારક મંડળ)(ઉ.88) તે કમલભાઈ બારડ (રેઈનબો ફિટનેસ સેન્ટર) અને મયુરભાઈ બારડના પિતાશ્રી,
સ્વ.રમણીકભાઈ મુળુભાઈ બારડના નાનાભાઈ, સ્વ.હસમુખભાઈ, સ્વ.કાંતિભાઈ બારડ, સ્વ.મનસુખભાઈ
બારડ, સ્વ.મહેન્દ્રભાઈ બારડના મોટાભાઈનું તા.17ના અવસાન થયું છે. ઉઠમણું તા.19ના સાંજે
4 થી 4-30, ભાઈઓ, બહેનો માટે કાશી વિશ્વનાથ મંદિર,
જામનગર
છે.