• શનિવાર, 21 ડિસેમ્બર, 2024

avsan nondh

લંડન: ધીરજલાલ હરીદાસ બથિયા (ઉ.72) તે નિસ્મા રાજ કાનાબાર (ઓસ્ટ્રેલિયા), ડીમ્પીના પિતાશ્રી, તુલસીદાસ જાદવજી કોટેચાના બનેવીનું તા.11ના અવસાન થયું છે.

રાજકોટ: ભીખુભાઇ (ખોડુભાઇ) બાબુભાઇ પરમાર (ઉં.75) તે દીપાલી નિલેશભાઇ રાઠોડના પિતાશ્રી, ભાવેશભાઇ, કિરણભાઇ, અંબરીશભાઇ, દીપેશભાઇ અને સતિષભાઇના કાકાનું તા.20ના અવસાન થયું છે. બેસણું તા.21ના સાંજે 4થી 6 રામનાથ મહાદેવ મંદિર, કૃષ્ણ પાર્ક, રેલનગર રાજકોટ ખાતે છે.

રાજકોટ: જ્યોતિબેન પ્રદીપભાઈ શાહ (ઉં.86) તે પ્રદીપભાઈ જયંતીલાલ શાહ (પ્રદીપ સ્ટોર્સ)ના પત્ની, તે હેતલ ચિરાગભાઈ વિરાણી તેમજ કાજલ મિલનભાઈ દેસાઈના માતુશ્રી, તે હેલી અને આયુષના નાની, તે અમૃતલાલ જેઠાલાલ પાટડિયાના પુત્રી, તે જીતુભાઈ, બિરેનભાઈ પાટડિયાના બહેનનું તા.19ના અવસાન થયું છે. ઉઠમણું તા.21ના સવારે 10 કલાકે પારસધામ દેરાસર, નિર્મલા રોડ, ફાયર બ્રિગેડની પાછળ, નિર્મલા રોડ, રાજકોટ છે.

રાજકોટ: મૂળ ધ્રોલના જશવંતરાય લાભશંકર દોશી (ઉં.91) તે સ્વ.પ્રમોદિનીબેનના પતિ, તે દિવ્યેશભાઈ, દેવેનભાઈ, ભાવનાબેનના પિતાશ્રી, તે કલ્પનાબેન, કિરણબેન, પરેશભાઈના સસરા, તે જયંતિલાલ મોતીચંદ દડિયાના જમાઈનું તા.19ના અવસાન થયું છે. ઉઠમણું તા.23ના 10-30 કલાકે, પ્રાર્થનાસભા 11-15 કલાકે, રોયલ પાર્ક, ઉપાશ્રય, રોયલ પાર્ક સોસાયટી, શેરી નં.8, જી.ટી.શેઠ સ્કૂલની પાછળ, કાલાવડ રોડ,

રાજકોટ છે.

રાજકોટ: લીંબડી નિવાસી હાલ રાજકોટ ડો.ચંદ્રકાંત એન.પારેખ (ડો.સી.એન.પારેખ) (ઉ.85) તે અતુલભાઈ, જીજ્ઞેશભાઈના પિતાશ્રી, તે જોલી, નયનાના સસરા, તે સ્વ.કનુભાઈ, નટુભાઈ, સ્વ.સુરેશભાઈના ભાઈ, તે પાર્થ, વિશાલના દાદાનું તા.19ના અવસાન થયું છે. બેસણું તા.21ના સાંજે 4-30 થી 5-30, સિદ્ધનાથ મહાદેવ મીંદર, 6-શારદાનગર સોસાયટી, યુનિવર્સિટી રોડ, રાજકોટ છે.

ધોરાજી: સ્વ.નાથાભાઈ પોપટભાઈ પોપટના પુત્ર જયસુખભાઈ (ઉં.70) તે ડાયાભાઈ, દિલીપભાઈ અને મુકેશભાઈના ભાઈનું તા.20ના અવસાન થયું છે. ઉઠમણું તા.21ના સાંજે 4થી 5, લોહાણા મહાજન વાડી (જલારામ મંદિર), ધોરાજી

ખાતે છે.

રાજકોટ: ભાણવડ નિવાસી હાલ રાજકોટ પ્રેમચંદ કચરાણી પરિવારના રતિલાલ જુઠાભાઈ મહેતાના પુત્ર કીર્તિકુમાર (ઉં.71) તે સુનીલ, ધવલના પિતાશ્રી, તે ખ્યાતિ, પુજાના સસરા, તે કિશોરભાઈ, નિરંજનાબેન, પ્રફુલ્લાબેનના ભાઈનું તા.19ના અવસાન થયું છે. ઉઠમણું, પ્રાર્થનાસભા તા.21ના સવારે 10 કલાકે નંદવાણા બોર્ડિંગ, 2/7 જાગનાથ પ્લોટ, રાજકોટ છે.

મોરબી: જમનાદાસ મોતીલાલ હિરાણીના પત્ની લીલાવતીબેન (ઉં.72) તે કીર્તિભાઈ (કલકત્તા ગેસ), સ્વ.સંજયભાઈ, સ્વ.પુનિતભાઈ, રશ્મીબેન પ્રશાંતકુમાર બારા, રૂપલબેન ભાવેશકુમાર પરીખના માતુશ્રી, તે પ્રેમ, જીત અને મહેકના દાદીનું તા.16ના અવસાન

થયું છે.

પાલિતાણા: માંડવાળી (હાલ પાલિતાણા)ના લાખુબેન રતિદાનભાઈ બાટી (ઉં.75) તે વિજયભાઈ, જગદીશભાઈના માતુશ્રી, તે ગંભીરભાઈના ભાભુ, તે ખોડુભાઈ શિવદાનભાઈ તથા આપાભાઈ બાપાભાઈ બાટીના કાકી, તે નાનુભાઈ જીજીભાઈ લાંગાવદરાના બેનનું તા.20ના અવસાન થયું છે. બેસણું તા.23ના સાંજે 4થી 6, રાજવાડી, અશ્વમેઘ સોસાયટી, પાલિતાણા છે.

રાજકોટ: રમેશચંદ્ર છોટાલાલ ખખ્ખર (ઉં.65) તે લાલાજીભાઈના મોટાભાઈ, તે આનંદભાઈ, મયુરભાઈ, દિપ્તીબેનના પિતાશ્રી, તે માધવકુમાર સેજપાલના સસરાનું તા.20ના અવસાન થયું છે. ઉઠમણું, પિયર પક્ષની સાદડી તા.21ના બપોરે 4થી 5, શિવમ ફ્લેટ, સહકાર-2, પીપળિયા હોલ ચોક પાસે, રાજકોટ છે.

રાજકોટ: બ્રહ્મક્ષત્રિય હરગોવિંદદાસ કરશનદાસ ભૂછડા (મેસવણ વાળા) (ઉં.80) તે નંદકિશોરના પિતાશ્રી, તે સ્વ.વિઠ્ઠલભાઈ, સ્વ.હરકિશનભાઈના નાનાભાઈ, તે સ્વ.ડાયાલાલભાઈના મોટાભાઈ, તે કાનાભાઈ, રાજકિશોર, કમલેશના કાકાનું તા.20ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.21ના સાંજે 4થી 5-30, બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી, પેડક રોડ, રાજકોટ છે.

રાજકોટ: સુરેશભાઈ મગનભાઈ મેહ તે રજનીકાંતભાઈના પિતાનું તા.18ના અવસાન થયું છે.

રાજકોટ: સ્વ.રતિલાલ છોટાલાલ પારેખના પુત્ર પ્રવીણભાઈ (ઉં.83) તે મીનાબેનના પતિ, તે કાનનબેન નિરવભાઈ શાહ (મદ્રાસ હાલ અમેરિકા), અલ્પાબેન મનીષભાઈ માટલિયા (રાજકોટ)ના પિતાશ્રી, તે રાજ, યશ, પ્રિશાના નાનાનું તા.20ના અવસાન થયું છે. ઉઠમણું તા.21ના સાંજે 4-30 કલાકે, સદર ઉપાશ્રય, 15-પંચનાથ પ્લોટ, મોટી ટાંકી નજીક, રાજકોટ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

જેતપુર: બ્રહ્મક્ષત્રિય સુશીલાબેન પડિયા (ઉં.80) તે સ્વ.બળવંતરાય ધારશીભાઈ પડિયાના પત્ની, તે ધૃવ જતીનભાઈ પડિયા, સિદ્ધાંત નિલેશભાઈ પડીયા તથા શીખા જતીનભાઈ પડિયાના દાદીનું તા.20ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.21ના 4થી 6, સોમનાથ મંદિર, દેસાઈ વાડી, જેતપુર છે.

ઇ-પેપરના નવા શુલ્ક