ચક્ષુદાન
રાજકોટ:
કુંદનબેન મનોજભાઇ વનરાનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની
પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન
ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 603મું ચક્ષુદાન થયેલ છે. ચક્ષુદાન વિજયભાઇ ડોબરીયાના
સહયોગથી થયેલ છે.
ચક્ષુદાન
જેતપુર:
જયંતિલાલ ફૂલચંદ ગાંધીના પુત્ર, બીપીનચંદ્ર (ઉં.74) તે ધનલક્ષ્મીબેનના પતિ, પ્રિતેશભાઇ,
અંજનાબેનના પિતાશ્રી, સ્વ. કુંદનબેન, મીતાબેન, દેવેનભાઇના મોટાભાઇ, ભૂમિકાબેન, વિરેનકુમાર,
નિરવકુમારના સસરા, મૈત્રી, નૈતિકના દાદાનું તા.15ના અવસાન થયું છે. ઉઠમણું, પ્રાર્થના
સભા તા.19ના સવારે 10-30 કલાકે દશા શ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી, કણકિયા પ્લોટ, જેતપુર
છે. સ્વર્ગસ્થના ચક્ષુનું ચક્ષુદાન કરેલ છે.
રાજકોટ:
રમાબેન ચંદ્રકાન્ત દોશી તે સ્વ. રામજીભાઇ માણેકચંદ દોશીનાં પુત્રી, વિરેન્દ્રભાઇ (એડવોકેટ),
સ્વ. જગદીપભાઇ (એડવોકેટે), સુરેશભાઇ દોશી (એડવોકેટ)નાં માતુશ્રી, સ્વ. સુમનભાઇ રામજીભાઇ
દોશીનાં બહેન, જંખના, ખ્યાતિ, સિદ્ધાર્થ, રાહુલ, પારસનાં દાદીનું તા.18ના અવસાન થયું
છે. અંતિમ યાત્રા તા.19ના સવારે 9 કલાકે સુરેશભાઇ દોશી (એડવોકેટ)ના નિવાસ સ્થાનથી
2/8 કોલેજ વાડી, લક્ષ્મી ‘બી’, મોટી ટાંકી ચોક પાછળ રાજકોટથી નીકળી રામનાથપરા સ્મશાને
જશે.
રાજકોટ:
મૂળ મીઠાપુર નિવાસી હાલ રાજકોટ મંગળાબેન (ઉં.83) તે સ્વ. દામોદરદાસ પદમશીભાઇ વિઠલાણીના
પત્ની તથા જયંતીભાઇ, શાંતુભાઇ અને હરજીવનભાઇ (પાનવાળા, દ્વારકા)નાં બહેન તથા સ્વ. ગીતાબેન,
ભાવનાબેન કિશોરભાઇ ઠકરાર, પારૂલબેન નિલેશભાઇ ચંદારાણા (વાંકાનેર), સોનલબેન ચંદ્રેશકુમાર
કાનાણી (રાજકોટ)નાં માતુશ્રીનું તા.18ના રોજ અવસાન થયું છે. બેસણું તથા પિયરપક્ષની
સાદડી તા.19ને ગુરુવારે સાંજે 4થી 5 આર્યશ્રી રેસિડેન્સી, સુવર્ણભૂમિની સામે, સ્પીડવેલ
ચોક, રાજકોટ ખાતે રાખેલ છે.
પોરબંદર:
નિર્મળાબેન મૂળજીભાઈ સોમાણી (ઉં.67) તે મૂળજીભાઈ વલ્લભદાસ સોમાણીના પત્ની, વિપુલભાઈ,
દીપેનભાઈના માતુશ્રી, તે પ્રવીણભાઈ કરશનદાસ ચોલેરા, ભીખુભાઈ ચોલેરા, ચંદ્રિકાબેન જેન્તીભાઈ
લાખાણી અને જસુબેન પ્રકાશભાઈ ચાંદ્રાણીના બહેનનું તા.18ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા
તા.19ના 4-15થી 4-45, પોરબંદરની લોહાણા મહાજનવાડીના પ્રાર્થનાસભા હોલમાં ભાઈ-બહેનોની
સંયુક્ત છે.
જૂનાગઢ:
એડવોકેટ ભવસુખભાઈ નારણદાસ ઠકરાર (ઉં.78) તે સ્વ.બાલકૃષ્ણભાઈ, સ્વ.કિશોરભાઈ, પ્રફુલ્લભાઈ,
સ્વ.ચંપાબેન દુર્લભજી ભીમજીયાણી, સ્વ.ધીરીબેન વૃંદાવનભાઈ રૂપારેલ અને મંજુબેન હિંમતલાલ
ઘેલાણીના ભાઈ, તે ભક્તેન મિલન સૂચક, ચાર્મીબેન ઠકરાર, કોમલબેન જીતેશ કાનાણીના પિતાશ્રી,
તે ત્રિભોવન ભીમજી પોપટના જમાઈનું તા.17ના અવસાન થયું છે. ઉઠમણું-સાદડી તા.19ના સાંજે
4થી 5, હાટકેશ્વર મહાદેવ મંદિર, જવાહર રોડ, જૂનાગઢ છે.
વિસાવદર:
સિનિયર એડવોકેટ આર.ડી.પટેલ (રાઘવજીભાઈ દેવશીભાઈ પટેલ)(ઉં.88) તે એડવોકેટ સમીરભાઈ પટેલ,
ચિરાગભાઈ પટેલના પિતાશ્રી, યશ પટેલના દાદાનું તા.16ના અવસાન થયું છે. બેસણું તા.19ના
સાંજે 4થી 6, સરદાર પટેલ સેવા સમાજ-વિસાવદર છે.
રાજકોટ:
પ્રાણલાલ પુરુષોત્તમભાઈ પંડિત તે સ્વ.પુરુષોત્તમભાઈ રાઘવજીભાઈ પંડિતના મોટા પુત્ર,
તે નિલેશભાઈ પ્રાણલાલ પંડિતના પિતાશ્રીનું તા.18ના અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષની
સાદડી તા.20ના સાંજે 4થી 5, શિવ સાંઈ મંદિર, રાધા પાર્ક, ગોકુલ મથુરાની પાછળ, અયોધ્યા
સર્કલ, 150 ફુટ રીંગ રોડ, રાજકોટ છે.
રાજકોટ:
ચંદ્રિકાબેન તે રમેશ મથુરાદાસ પાઉં (કુતિયાણા-હાલ રાજકોટ)ના પત્ની, તે સ્વ.મથુરાદાસ
ગોકળદાસ પાઉં (ધ્રાફા)ના પુત્રબંધુ, તે ઉમંગભાઈ, સ્નેહાબેનના માતુશ્રી, તે કેયુર અને
દિવ્યાના સાસુ, તે વિહાનના દાદી તેમજ હસુભાઈ, હરેશભાઈ, કિશોરભાઈ અને રાજુભાઈના નાનાભાઈના
પત્ની, સ્વ.ધીરજલાલ સોમૈયા (ગોંડલ)ની પુત્રી, તે ભરતભાઈ, સ્વ.હિતેશભાઈ, નીલાબેન, સ્વ.દક્ષાબેન
અને જાનકીબેનના બેનનું તા.16ના અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષની સાદડી તા.19ના સાંજે
4થી 5, ધર્મેશ્વર મંદિર, ધરમનગર મેઈન રોડ, પરફેક્ટ શોરૂમ પાછળ, 150 ફુટ રીંગ રોડ, રાજકોટ
છે.
રાજકોટ:
મચ્છુ કઠિયા સઈ સુથાર નચિકેત મકવાણા (ઉં.44) (આરએમસી સ્નાનાગાર) તે મનસુખલાલ વલ્લભદાસ
મકવાણાના પુત્ર તેમજ રાકેશ મકવાણા (આરએમસી સ્નાનાગાર)ના લઘુબંધુ તેમજ જામનગર નિવાસી
સ્વ.સનતભાઈ ભાઈલાલભાઈ પીઠડીયાના જમાઈનું તા.18ના અવસાન થયું છે. બેસણું તા.19ને ગુરુવારે
શ્રી ૐકારેશ્વર મહાદેવ મંદિર, સરકારી કર્મચારી સોસાયટી મેઈન રોડ, રૈયા ચોકડી પાસે,
રાજકોટ ખાતે સાંજે 4થી 5-30, સસરા પક્ષની સાદડી સાથે છે.
સાવરકુંડલા:
પુરુષોત્તમભાઈ મનજીભાઈ સરવૈયા (ઉં.78) તે જીતેન્દ્રભાઈ (જેનિસ ઈલેક્ટ્રિક), નીતાબેન
પરશોત્તમભાઈ સરવૈયા (એડવોકેટ સાવરકુંડલા)ના પિતાશ્રીનું તા.12ના અવસાન થયું છે. બેસણું
તા.19ના સાંજે 4થી 6, “નાથીમાં ઉપવન’’, સમસ્ત કોળી તળપદા જ્ઞાતિની વાડી, કાપેલ ધાર
પાસે દશાશ્રીમાળી વાડીની બાજુમાં, સાવરકુંડલા છે.
સાવરકુંડલા:
સવિતાબેન નાનજીભાઈ ભાલીયા (ઉં.70) તે છગનભાઈ નાનજીભાઈ ભાલીયાના માતુશ્રી, તે કનુભાઈ,
ભાવેશભાઈ, વિપુલભાઈના બાનું તા.13ના અવસાન થયું છે. બેસણું તા.19ના સાંજે 4થી 6, કાનજીબાપુની
જગ્યા પાસે, અમરેલી રોડ, સાવરકુંડલા છે.
સાવરકુંડલા:
હરજીભાઈ સવજીભાઈ ઠુંમર (ઉં.81) તે રમેશભાઈ (રાધેશ્યામ કમિશન એજન્ટ શાકભાજી), દિનેશભાઈ,
ભનુભાઈ (વર્ણી હાર્ડવેર)ના પિતાશ્રીનું તા.15ના અવસાન થયું છે. બેસણું તા.19ના સવારે
8થી સાંજે 5 સુધી ભુવા રોડ ઠુંમર વાડી, “િનલકંઠ વર્ણી’’, સાવરકુંડલા છે.
સાવરકુંડલા:
શૈલેષભાઈ નંદલાલભાઈ રાઠોડ (ઉં.45) તે વિનુભાઈ, કિશોરભાઈ (શૈલેશભાઈ વેલ્ડીંગ વર્કસ)ના
નાનાભાઈનું તા.17ના અવસાન થયું છે. ઉઠમણું તા.19ના સાંજે 4થી 6, “સરોજ નિવાસ’’, મંગલમ
સોસાયટી, હવેલી પાસે, જેસર રોડ, સાવરકુંડલા છે.
સાવરકુંડલા:
કાંતિભાઈ પોપટભાઈ ભાલિયા (ઉં.69) તે સંજયભાઈના પિતાશ્રીનું તા.15ના અવસાન થયું છે.
બેસણું તા.19ના સાંજે 4થી 6, શામજી બાપુ, ઉપવન વાડી, ગોકુલનગર, સાવરકુંડલા છે.
કુંઢેલી:
મંજુલાબેન વિનંતરાય જાની (ઉં.76)(ફાચરીયા-હાલ અમદાવાદ) તે સ્વ.પ્રાણશંકર નારણજી ત્રિવેદી
(ઈશ્વરિયા)ની દીકરી, તે સ્વ.છેલશંકર, અનંતરાય, લલિતભાઈ, સ્વ.જસુબેન જીવલાલા દીક્ષિત
(પરવાળા), સ્વ.કુંદનબેન મનવંતરાય શુક્લ (પીપરાળી), વિદ્યાબેન મહેન્દ્રકુમાર ત્રિવેદી
(અમદાવાદ), અન્નપૂર્ણાબેન મહેશચંદ્ર ત્રિવેદી (શિહોર)ના બેનનું તા.17ના અવસાન થયું
છે. પિયર પક્ષની સાદડી (બેસણું) તા.19ના બપોરે 2થી 5, ઈશ્વરીયા ખાતે છે.
બગસરા:
પીઠડિયા ગામના રાજગોર બ્રાહ્મણ શિવલાલભાઈ માધવજીભાઈ મહેતા (ઉં.90) તે જીતુભાઈ, રમાબેન
(રાજકોટ), મનીષાબેન (સુરત)ના પિતાશ્રી, વિઠ્ઠલભાઈ દેવરાજભાઈ મહેતા (જેતપુર)ના કાકાનું
તા.16ના અવસાન થયું છે. બેસણું તા.19ના સાંજે 3થી 5 તેમના નિવાસ સ્થાન પીઠડિયા છે.
ભાવનગર:
રક્ષાબેન (રિદ્વિબેન) પ્રકાશભાઈ પાઠક તે સ્વ.કુંદનબેન કાંતિલાલ ત્રિવેદીના પુત્રી,
સ્વ.અરવિંદભાઈ, સ્વ.દિનેશભાઈ, સ્વ.જ્યોત્સનાબેન હર્ષદરાય ત્રિવેદી, ધર્મિષ્ઠાબેન મહેન્દ્રકુમાર
ત્રિવેદી, રસુબેન ઘનશ્યામભાઈ ત્રિવેદી, દક્ષાબેન અજયભાઈ ઓઝા, મનીષાબેન ભરતભાઈ ત્રિવેદીના
બેન, રાકેશભાઈ, અલ્પેશભાઈ અને મેહુલભાઈના ફઈ, સ્વ.ગુણવંતભાઈ, સ્વ.બટુકભાઈ, સ્વ.ધનવંતરાય
ઈન્દુપ્રસાદ ત્રિવેદી (લક્ષ્મી ભેળ)ના ભાણેજનું તા.14ના ઢસામાં અવસાન થયું છે. પિયર
પક્ષની સાદડી તા.19ના સાંજે 4થી 5-30, એ નિલકંઠ મહાદેવ મંદિર, ભગાતળાવ, હવેલીવાળી શેરી
ખાતે છે.
મુંબઈ:
બ્રહ્મક્ષત્રિય કિશનભાઈ ગરાચ તે રામજીભાઈ ઓધવજીભાઈ ગરાચના પુત્ર, તે નારણદાસ દામોદરદાસ
ટોકલે (રાજકોટ)ના બનેવીનું તા.11ના અવસાન થયું છે. સાદડી તા.19ના સાંજે 5થી 6, રાજકોટ
બ્રહ્મ ક્ષત્રિય જ્ઞાતિની વાડી, પેડક રોડ, રાજકોટ છે.
બગસરા:
રમેશભાઈ કાંતિભાઈ સીકોતરા (ઉં.70)(કલા મંદિર) તે હિરેનભાઈ, જયશ્રીબેન રાજેશકુમાર ભરખડા
(સાવરકુંડલા)ના પિતાશ્રી, તે ચંદ્રેશભાઈ, સ્વ.શારદાબેન બાબુભાઈ જાદવ (અમદાવાદ), ભારતીબેન
પ્રવીણભાઈ ડોડીયા (અમદાવાદ), સ્વ.જ્યોતિબેન રાજેન્દ્રકુમાર આમરસેડા (રાજકોટ), માલતીબેન
શરદકુમાર ગોહેલ (અમદાવાદ)ના મોટાભાઈ, તે ગૌરવ અને વૃંદાબેનના દાદાનું તા.18ના અવસાન
થયું છે. બેસણું તા.19ના બપોરે 4થી 6, વાંઝા જ્ઞાતિ વાડી, વાંઝાવાડ, દલાલ ચોક, બગસરા
છે.
રાજકોટ:
સોની ભરતભાઈ મોહેનભાઈ માંડલિયાના પત્ની માલતીબેન (ઉં.54) તે બ્રિજેશભાઈ, ચાંદનીબેનના
માતુશ્રી, તે જગદીશભાઈ, હિતેશભાઈ, વિમલભાઈના
ભાભી, તે મનસુખલાલ માણેકચંદ રાજપરાના દીકરી, તે ભરતભાઈ રાજપરાના નાના બહેનનું તા.16ના
અવસાન થયું છે. બેસણું તા.19ના સાંજે 4થી 6, કોઠારિયા નાકા, ખીજડા શેરી પાસે, મામા
સાહેબ મંદિર વાળી શેરી, સોની સમાજની વાડી, યુનિટ નં.1, રાજકોટ છે.
રાજકોટ:
મ.ક.સ.સુ જ્ઞાતિના મોરબી નિવાસી હાલ રાજકોટ જયસુખભાઈ રમણીકલાલ ધામેચા (ઉં.73) તે મોરબીવાળા
સ્વ.રમણીકલાલ પરસોત્તમભાઈ ધામેચાર (આર.સન્સ ટેઈલર)ના મોટા પુત્ર, તે પ્રવિણભાઈ, રમેશભાઈ,
અશોકભાઈ, દિલીપભાઈ, મનોજભાઈ, ભાવેશભાઈના મોટાભાઈ, તે મનીષભાઈ, તેજસભાઈ, પિનલબેનના પિતાશ્રી,
તે ફાલ્ગુનીબેનના સસરા, તે રાજકોટવાળા મોહનલાલ ડોસાભાઈ પીઠડિયાના જમાઈ, ચંદ્રકાંતભાઈ
તથા શરદભાઈના બનેવીનું તા.16ના અવસાન થયું છે. બેસણું, સસરાપક્ષની સાદડી તા.19ના સાંજે
4થી 5, જાગનાથ મહાદેવ મંદિર, ડો.યાજ્ઞિક રોડ, સર્વેશ્વર ચોકની સામેની શેરી, રાજકોટ
છે.
રાજકોટ:
અમદાવાદ નિવાસી હાલ રાજકોટ હેમલતાબેન ચંદ્રવદન જોષી તે સ્વ.ચંદ્રવદન નાનાલાલ જોષી (રીટા.જેલ
સુપ્રી.)ના પત્ની, તે મીતાબેન હરેશકુમાર રત્નેશ્વર, પ્રિતીબેન રશ્મિકાંત રત્નેશ્વરના
માતુશ્રી, તે સ્વ.હર્ષદરાય નાનાલાલ જોષી (ગાંધીનગર)ના ભાભીનું તા.15ના અવસાન થયું છે.
બેસણું તા.19ને ગુરુવારે સાંજે 4થી 5-30, ધ્યાનશંકર પ્રગટેશ્વર મહાદેવ મંદિર, પ્રકાશ
સોસાયટી, નિર્મલા કોન્વેન્ટ સામે, રાજકોટ છે. મો.નં.99692 28304, 98980 87164
રાજકોટ:
શ્રી ગૌડ માળવીય સ્વ.કનૈયાલાલ લાભશંકર જોષીના પુત્ર ભાવેશભાઈ (ઉં.57) તે અલ્પેશભાઈ,
ગૌરાંગભાઈ, સોનલબેન હિતેશભાઈ જોષી તથા હીનાબેન હિતેશભાઈ જોષીના મોટાભાઈ, તે પડધરીવાળા
અનિલભાઈ લાભશંકર જોષીના ભત્રીજા, તે સ્વ.હરેશભાઈ, પરેશભાઈ તથા વિપુલભાઈના ભાઈ, તે ક્રાંતિભાઈ
દુધરેજીયાના જમાઈ, તે મયુરભાઈ, ચેતનભાઈના બનેવી, સાક્ષીબેનના પિતાશ્રીનું તા.17ના અવસાન
થયું છે. બંને પક્ષનું ઉઠમણું-બેસણું તા.19ના બપોરે 3થી 5, ખોડિયાર નગર, ખોડિયાર મંદિર
સામે, હનુમાનજીના મંદિરે, ગોંડલ છે.
ઈશ્વરીયા:
બાવચંદભાઈ ગોરધનભાઈ લીંબાણી (રે.માં.પીપળી, તા.વિસાવદર) તે કમલેશભાઈ ભાવેશભાઈના પિતાશ્રી,
દુર્લભભાઈના નાનાભાઈ, ભીખુભાઈના મોટાભાઈનું તા.18ના અવસાન થયું છે. બેસણું તા.20ને
શુક્રવારે સવારથી સાંજ સુધી રાખેલ છે.
જામનગર:
સ્વ.બાબુલાલ હાથીભાઈ શેઠના પત્ની પુષ્પાબેન (ઉં.79) તે રાજીવ (નવાનગર બેંક), દેવાંગ,
હેતલ નિતેશકુમાર લોદરિયાના માતુશ્રી, તે અલ્પા, હેમાંગી, નિતેશકુમાર ભુપતભાઈ લોદરીયા
(મોરબી)ના સાસુ, તે જિનાલી, પ્રિયાના નાનીમા, તે વિહાન, હર્ષના દાદી, તે વિઠ્ઠલજી લીલાધર
ગાંધીના પુત્રીનું અવસાન થયું છે. ઉઠમણું તા.19ના સવારે 10 વાગ્યે મોટા ઉપાશ્રય, લાલબાગ
સામે, ચાંદીબજાર, જામનગર, પ્રાર્થનાસભા તા.20ના સવારે 10-30 વાગ્યે, અમૃતવાડી, ગ્રેઈન
માર્કેટ, જામનગરમાં રાખવામાં આવી છે.
જામનગર:
પુર્વ નગર સેવક, ખવાસ જ્ઞાતિ અગ્રણી રતિલાલ મુળુભાઈ બારડ (ઉ.86) (રેઈન્બો વાળા) તે
કમલ, મયુરના પિતાનું તા.17ના અવસાન થયું છે. ઉઠમણું તા.19ના સાંજે 4 થી 4-30, ભાઈઓ-બહેનો
માટે કાશી વિશ્વનાથ મંદિર, જામનગર છે.