• શુક્રવાર, 27 ડિસેમ્બર, 2024

અવસાન નોંધ

ચક્ષુદાન

રાજકોટ: રાજેશભાઈ મણિલાલ મહેતાનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરાયું છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 608મું ચક્ષુદાન થયું છે. ડીસેમ્બર મહિનામાં દસમું ચક્ષુદાન થયું છે.

સમગ્ર ગુજરાતમાં ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાનની વધુ માહિતી માટે જનકલ્યાણ ટ્રસ્ટનાં ચેરમેન ઉમેશ મહેતા 9428506011નો સંપર્ક કરવા જણાવાયું છે.

મોરબી: ધનસુખભાઇ લાલજીભાઇ રાધુરિયા (ઉં.72) તે નરેન્દ્રભાઇ, રમેશભાઇ, રમાબેન જગદીશભાઇ કટારિયા તેમજ અનસોયાબેન પરમાનંદભાઇ હિરાણીના ભાઇ તથા અજયભાઇ, મનોજભાઇ, જાનવીબેન ઉપેન્દ્રભાઇ ગણાત્રા, હેતલબેન ઉમેશભાઇ રાચ્છના પિતાનું તા.22ને રવિવારે અવસાન થયું છે. બેસણું તથા પિયર પક્ષ સાદડી તા.27ને શુક્રવારે સાંજે 4થી 5 જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે છે.

પોરબંદર: નિર્મલાબેન પ્રવીણચંદ્ર ઠકરાર (ઉં.80) તે હિતેષભાઇ અને તુષારભાઇનાં માતા, વિવેક તથા દીપાલીનાં દાદીનું તા.24ના અવસાન થયું છે. પ્રાસર્થના સભા તા.26ને ગુરુવારે સાંજે 4થી 4-30 છાંયા મહાજન વાડી હોલ રઘુવંશી સોસાયટી ખાતે છે.

રાજકોટ: સવીતાબેન મોહનભાઇ ચાવડા (ઉં.93)તે પ્રવીણભાઇ (રીટાયર્ડ પીડબલ્યુડી), પ્રતાપભાઇ (આજકાલ પ્રેસ), જીતેન્દ્રભાઇ (રીટાયર્ડ એસબીઆઇ)ના તા.24ને મંગળવારે અવસાન થયું છે. બેસણું તા.26ને ગુરુવારે સાંજે 4થી 5 સર્વેશ્વર મહાદેવ મંદિર, ઇનોવેટિવ સ્કૂલ સામે, મિલાપનગર-5, રાજકોટ ખાતે છે.

રાજકોટ: તરુલતાબેન તેઓ સિંગાપોર નિવાસી (મૂળ જેતપુર) સ્વ. હરિલાલ નાનાલાલ દોશીનાં પત્ની, સ્વ. નટવરલાલ, સ્વ. પ્રવિણચંદ્ર, જયસુખભાઇ, સ્વ. ભરતભાઇ, સ્વ. રમાબેન, સ્વ. ભાનુબેનનાં ભાભી, પારસ દોશી તથા હિતેશ દોશીનાં ભાભુ તેમજ ધોરાજી નિવાસી સ્વ. પ્રાણજીવન જેચંદ દામાણીનાં પુત્રી, સ્વ. પ્રવીણભાઇ, અરુણભાઇ, શરદભાઇ, પંકજભાઇ, મુકુંદભાઇ, પ્રફૂલ્લાબેન, શિલ્પાબેનના બેનનું તા.23ના અવસાન થયું છે. ઉઠમણું તા.26ને ગુરુવારે સવારે 11 કલાકે સરદારનગર ઉપાશ્રય, એસ્ટ્રોન રોડ, રાજકોટ ખાતે છે.

રાજકોટ: કાંતાબેન તારાચંદભાઇ વાઘર (ઉં.93) (હડમતિયા) તે સ્વ. વિનોદરાય કાનજીભાઇ કામદારનાં બહેન, જ્યોતિબેન હર્ષદરાય મહેતા અને સ્વ. માલતીબેન બિપીનચંદ્ર ઉચાટનાં માતા, નિશાબેન મેહુલભાઇ શાહ, વૈશાલી ડેનિશભાઇ પારેખના નાની તેમજ હેમાલી પરાગભાઇ શાહનાં દાદીનું તા.24ને મંગળવારે અવસાન થયું છે. બેસણું તા.26ને ગુરુવારે સાંજે 5થી 6 ટેલિફોનિક છે.

પોરબંદર: ચંદ્રકળાબેન (ઉ.વ.78) તે મુલજીભાઈ રામચંદ્ર મામતોરાના પત્ની તથા ચેતનભાઈ, સંદિપભાઈ, જ્યોતિબેન, દીપાલીબેન અને નેહાબેનના માતાનું તા.ર4ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.ર6ને ગુરુવારે 4.30 થી પ ખાખચોકમાં બ્રહ્મક્ષત્રિયની વાડીમાં છે.

રાજકોટ: નયનાબેન પારેખ તે સ્વ.નગીનદાસ (કાકુભાઈ) ઝવેરચંદ પારેખનાં પત્ની તથા બાવચંદભાઈ રાયચંદ દોશી (જેતપુરવાળા)નાં દીકરીનું તા.ર4ને મંગળવારે અવસાન થયું છે. ટેલીફોનીક બેસણુ તા.ર6ને ગુરુવારે બપોરે 4 થી પ છે.

મોરબી: પ્રભુદાસભાઈ હકુભાઈ સોલંકી (ઉ.9પ) તે સ્વ.છોટુભાઈ, તે ચંદુભાઈ, નગીનદાસ, જગદીશભાઈના મોટાભાઈ તથા બાબુભાઈ (અમદાવાદવાળા), દિલીપભાઈ તેમજ વિજયભાઈના પિતા તથા વિમલ, નીરવ (કુમાર હેર આર્ટ), પ્રશાંત, વિશાલ, પ્રતિક (અમદાવાદ) તેમજ સાર્થક (કેનેડા)ના દાદાનું તા.ર4ને મંગળવારે અવસાન થયુ છે. બેસણુ તા.ર6ને ગુરૂવારે બપોરે 3 થી પ પટેલવાડી વાવડી રોડ, મોરબી મુકામે છે.

મોરબી: વિજયાબેન ગંદા (ઉ.વ.97) તે સ્વ.છગનલાલ નેણસીભાઈ ગંદાના પત્ની તથા વિમલ (વિજયસર)ના માતાનું તા.ર4ના અવસાન થયું છે. બેસણુ અને પીયર પક્ષની સાદડી તા.ર7ને શુક્રવાર સાંજે 4 થી પ લોહાણા વિદ્યાર્થી ભવન, વસંત પ્લોટ, મોરબી ખાતે છે.

રાજકોટ: પ્રદિપભાઈ પંડયા (ઉ.વ.64) તે સ્વ.શાંતિલાલ કામેશ્વરભાઈ પંડયા તથા સ્વ. નિર્મળાબેનના પુત્ર, મુકેશભાઈ, અશ્વિનભાઈ, સ્વ.હરેન્દ્રભાઈ, નરેશભાઈ, દિનેશભાઈ, જ્યોતિબેન પ્રકાશકુમાર જોષી (વડોદરા)ના ભાઈ તથા નાગેશ્વર ભીમજી પંડયાના ભાણેજનું તા.ર4ના અવસાન થયું છે. બેસણુ તા.ર6ને ગુરુવારે સાંજે 4 થી પ ચર્તુવેદી મચ્છુ કાઠીયા મોઢ બ્રાહ્મણની વાડી, ગુલાબ વાડી, મીલપરા, શેરી નં.1, રાજકોટ ખાતે છે.

કાલાવડ: ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ વસંતરાય ગિરિજાશંકર જોષી (બામણગામવાળા) (ઉ.વ.6ર) તે સ્વ.બળવંતરાયના ભાઈ તથા કુંદનબેન વસંતરાય પંડયા, કપિલાબેન કૌષીકભાઈ વ્યાસના ભાઈ તથા ભાવેશ તથા મયુરના કાકાનું અવસાન થયું છે. ઉઠમણુ તા.ર8ને શનિવારે સાંજે 3 થી પ ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ સમાજની વાડી, કાલાવડ ખાતે છે.

મોરબી: કિર્તીભાઈ બાબુલાલ જોષી (ઉ.વ.7ર) તે કિશોરભાઈ જોષીના નાનાભાઈ તથા કમલેશભાઈ, દર્શકભાઈ અને પાયલબેનના પિતા તેમજ સુનિલભાઈ ભટ્ટના સસરાનું તા.રરને રવિવારે અવસાન થયું છે. બેસણુ તા.ર6ને ગુરૂવારે 3 થી પ પરશુરામધામ મંદિર, ઓવરબ્રીજની નજીક, નવલખી રોડ, મોરબી ખાતે છે.

ધ્રોલ: નર્મદાબેન તે સ્વ.મનસુખભારથી ગોસાઈના પત્ની, તે કમલેશભારથી, પ્રવિણભારથી, દિનેશભાઈભારથી, સ્વ.નિલેશભાઈભારથી, સ્વ.દિલીપભારથીના માતાનું તા.20ના અવસાન થયું છે. લૌકિક ક્રિયા બંધ છે.

રાજકોટ: મંજુલાબેન પીઠડિયા (ઉં.81) તે દુર્લભજીભાઈ માવજીભાઈ પીઠડીયાના પત્ની, તે કિશોરભાઈ, કમલેશભાઈ, મહેશભાઈ, મીનાબેન અને મધુબેનના માતાનું તા.23ને સોમવારે અવસાન થયું છે. બેસણું તા.27ને શુક્રવારે બપોરે 3 થી 5, તેમના નિવાસ સ્થાન, કોઠારીયા ગામ, રાજકોટ ખાતે છે. પિયર પક્ષની સાદડી સાથે છે.

રાજકોટ: સરલાબેન તે દિલીપકુમાર પાઉંના પત્ની તેમજ સ્વ.વલ્લભદાસ ગોકળદાસ પાઉં (ધ્રાફાવાળા)ના પુત્રવધૂ, તે કેતન, ક્રિષ્ના, ધારા અને મહેકના માતા, જ્હાન્વી, ધર્મેશ પોપટ, વિશાલ રૂપારેલિયા (રાજુલા) અને અમિત મદલાની (પોરબંદર)ના સાસુ, તે પ્રિયાંશી અને મોહીલના દાદી તેમજ રાજુભાઈ, સ્વ.જયેશભાઈ, દક્ષાબેન, સ્વ.અનિતાબેન અને પ્રફુલ્લાબેનના ભાભી, તે સ્વ.લીલાધર ભગવાનજી કોટેચાના પુત્રી, તે વિજયભાઈ, સ્મીતાબેન અને પ્રવીણાબેનના બહેનનું તા.25ના અવસાન થયું છે. બેસણું તથા પિયર પક્ષની સાદડી તા.26ને ગુરુવારે સાંજે 4થી 5, ‘દ્વારિકા હાઈટસ’, માધાપર ચોકડી, રાજકોટ ખાતે છે.

ઇ-પેપરના નવા શુલ્ક