• રવિવાર, 05 જાન્યુઆરી, 2025

avsan nondh

રાજકોટ: ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ સ્વ.મનસુખભાઈ ઉમિયાશંકર ભટ્ટ, તે ચંદ્રિકાબેન ભટ્ટના પતિ, તે વિપુલભાઈ ભટ્ટ, રાજેશભાઈ ભટ્ટના પિતાશ્રી, તે સ્વ.ભાઈશંકર મણિશંકર મહેતાના જમાઈ, તે સ્વ.મુકુંદરાય, અનસુયાબેનના નાનાભાઈ, તે રોહિત અનંતરાય સુરના સસરાનું તા.29ના અવસાન થયું છે. બેસણું તા.30ના સાંજે 4 થી 5-30, પંચનાથ મંદિર, લીમડા ચોક પાસે, રાજકોટ છે.

રાજકોટ: મંજુલાબેન વલ્લભદાસ રૂપારેલ (ઉ.89) તે રમેશચંદ્ર વલ્લભદાસ રૂપારેલ, ઉષાબેન મહેન્દ્રભાઈ કારીયા, પ્રતિમાબેન હરેશકુમાર મણીયાર, પારૂલબેન નિતીનકુમાર પોપટ, દિપ્તીબેન બિપીનચંદ્ર ચોલેરા, સોનલબેન હરેશકુમાર રાજદેવના માતુશ્રી, તે જમનાદાસ હરીભાઈ બગડાઈના દીકરીનું અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.30ના સાંજે 4-30 થી 5-30, પંચનાથ મહાદેવ મંદિરે, પિયર પક્ષની સાદડી સાથે છે.

જૂનાગઢ: કિશોરચંદ્ર હંસરાજ પોપટ (ખોખરડાવાળા)(ઉ.71) તે નયન, હિરેન પોપટ, મનીષાબેન ધનેશાના પિતાશ્રીનું તા.28ના અવસાન થયું છે. બેસણું તા.30ના સોમવારે બપોરે 4 થી 5, માંગનાથ મહાદેવ મંદિર, માંગનાથ રોડ, જૂનાગઢ છે.

જૂનાગઢ: મિતાલીબેન અમીતભાઈ માંડવીયા તે પ્રતિમાબેન અશોકભાઈ વચ્છરાજાનીના પુત્રી, તે લક્ષ્મીબેન અને કિશોરભાઈ માંડવીયાના પુત્રવધુ, તે અપાર્ણાબેનના નાના બહેન, નેવૈદ્ય (કેનેડા)ના માતા, મીતાબેન, જીગરભાઈના ભાભીનું તા.29ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા/સાદડી તા.30ના સાંજે 4 થી 5, અનંત ધર્માલય, માંગનાથ રોડ, જૂનાગઢ છે.

ઘોઘલા: ખારવા સમાજના હસમુખલાલ રસીકલાલ (હસમુખ મેડીકલ), દિનેશભાઈ અને બીપીનભાઈના પિતાશ્રી, ટીંકેશ, નીવના દાદા, તે રસીકલાલ ભીખાભાઈ બામણીયા (ઉ.84)નું અવસાન થયું છે. તેઓ ખારવા સમાજના અગ્રણી હતા અને એલઆઈસી એજન્ટ હતા. એલઆઈસીમાં તેમની લોકચાહના હતી. ઘણા મોમેન્ટો પ્રાપ્ત કર્યા હતા.

બગસરા: શાંતાબેન અમૃતલાલ જોષી (ઉં.93)તે પ્રવીણભાઇ, કિરીટભાઇ અને ગિરીશભાઇનાં માતુશ્રીનું અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.30ના સાંજે 5થી 5-30 વૈજનાથ મંદિર હવાઇ ચોક રોડ જામનગર છે.

બગસરા: ભારતીબેન નરોત્તમદાસ બદાણી તે હરિભાઇ નરોત્તમદાસ બદાણીનાં બેન, રોનક હરીશભાઈ બદાણીનાં ફૈબાનું તા.29નાં અવસાન થયું છે. લૌકિક વ્યવહાર બંધ છે.

વેરાવળ: સ્વ. વૃજદાસ લવજીભાઇ ધનેશાના પુત્ર ગોરધનદાસ (ઉં.82)તે સ્વ. મંજુલાબેન, કોકિલાબેનના પતિ, પરાગભાઈ, હર્ષિતભાઈના પિતાશ્રી, સ્વ. કરસનદાસ કાળાભાઈ તન્ના, સ્વ. ભીખુભાઈ ગોરધનદાસ મજીઠિયાના જમાઇ, રમેશચંદ્ર અમરશીભાઇ ગોંધિયા (માણાવદર), સ્વ. જમનાદાસભાઇ (રાજકોટ), સ્વ. હરિભાઇ (બરોડા), સુભાષભાઇ, સ્વ. જ્યોત્સનાબેન (તાલાલા), સ્વ. ઉષાબેન (રાજકોટ), રંજનબેન (મુંબઈ), કુસુમબેન (તાલાલા)ના ભાઇનું અવસાન થયું છે. ઉઠમણું, શ્વસુર પક્ષની સાદડી તા.30ના સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ

મંદિરે છે.

વાંકાનેર: વાંકાનેર નિવાસી સ્વ. ખેલશંકર જદુરામ મહેતાના પુત્ર, ભરતકુમાર (ઉં.67)તે હસમુખરાય, દુર્ગાપ્રસાદ, પુષ્પાબેન તથા શર્મિષ્ઠાબેનના ભાઇ, યોગેશભાઇ અને કૃપેશભાઇના કાકાનું તા.27ના અવસાન થયું છે. બેસણું તા.30નાં સાંજે 4થી 6 ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, રામ ચોક, વાંકાનેર છે.

રાજકોટ: ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ ચેન્નઇવાળા, મીનાબેન યોગેશકુમાર પંચોલી તે યોગેશભાઇ પંચોલીનાં પત્ની, કિરણભાઇના નાના ભાઇનાં પત્ની, પૂજાબેન ભાર્ગવભાઇ શુકલ, દીપાબેન અંકુરભાઇ ભટ્ટનાં માતુશ્રી, સ્વ. ભૂપતરાય ઇચ્છાશંકર શુક્લનાં પુત્રી, રાજુભાઇ ભૂપતભાઇ શુક્લ, કલ્પેશભાઇ શુક્લ, અલકાબેન જયેશભાઇ ભટ્ટનાં મોટા બહેનનું તા.28ના અવસાન થયું છે. બેસણું તા.30ના સાંજે 4થી 6 ઘેલા રામજી બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, જયંત કે.જી. સોસાયટી મેઇન રોડ, રાજકોટ છે.

રાજકોટ: શોભનાબેન અશોકભાઇ ગજ્જર વાલંભિયા (ઉં.62) તે સ્વ. પ્રભુદાસભાઇ પુરુષોત્તમભાઇ વડગામા (મુંબઈ)નાં પુત્રી, અશોકભાઇ ગજ્જરનાં પત્ની, સાગર તથા સૂરજનાં માતુશ્રીનું તા.28ના અવસાન થયું છે. બેસણું તા.30ના સાંજે 4થી 5-30 વિશ્વકર્મા પ્રગતિ મંડળ, ગોંડલ રોડ, પટેલ કન્યા છાત્રાલયની પાછળ, રાજકોટ છે.

રાજકોટ: રામજીભાઇ ભટ્ટીના પુત્ર, રાહુલભાઇ તે પ્રકાશભાઇ અને સુનિલભાઇના ભાઇનું તા.27ના અવસાન થયું છે. બેસણું તા.30ના સાંજે 4થી 6, 10, વિજય પ્લોટ, ગોંડલ રોડ, રાજકોટ છે.

જામનગર: ચંદ્રિકાબેન હસમુખલાલ રૂપારેલ (ઉં.73) તે મીતાબેન હિતેશકુમાર મસરાણી (સુરત), ચાર્મીનબેન રૂપારેલનાં માતુશ્રી, તે સુજલ હિતેશકુમાર, તન્વીનાં નાની, પરેશભાઈ રૂપારેલ (સિદ્ધનાથ ટ્રાવેલ્સ) તથા પૂજાબેનનાં કાકી, દેવાંગ રૂપારેલ (દેવ કન્સલ્ટન્સી / વ્રજ ડેવલપર)નાં દાદી, સ્વ.કાન્તિલાલ, સ્વ.પ્રવીણભાઈ, સ્વ.હરેન્દ્રભાઈ પ્રભુદાસ રૂપારેલનાં ભાભી, પડધરીવાળા સ્વ.નટુભાઈ, સ્વ.લખુભાઈ અને જેન્તીભાઈનાં બેનનું તા.29ના અવસાન થયું છે. ઉઠમણું તા.30ના સાંજે 5થી 5-30, પાબારી હોલ (સેલર), તળાવની પાળ, જામનગર ખાતે ભાઈઓ-બહેનોનું સાથે છે.

રાજકોટ: ચા.મ.કા. મોઢ બ્રાહ્મણ મૂળ હરિપર (ભૂતકોટડા) હાલ રાજકોટ હેત્વી (ઉં.12) તે સ્વ.નવનીતભાઈ ચંદુલાલ દવેનાં પૌત્રી, તે નીરવ નવનીતભાઈ દવે (આરએમસી)નાં પુત્રી, તે મનીષ (મારવાડી)નાં ભત્રીજી, ભરતભાઈ વ્રજલાલભાઈ જોષી મૂળ ઓખા હાલ રાજકોટના ભાણેજનું તા.29ના અવસાન થયું છે. બેસણું, ઉઠમણું તા.30ના સાંજે 4થી 5, ચા.મ.મોઢ બ્રાહ્મણ વિદ્યાર્થી ભવન, મિલપરા મેઇન રોડ, રાજકોટ છે.

ઇ-પેપરના નવા શુલ્ક