• મંગળવાર, 07 જાન્યુઆરી, 2025

ભારત સરકાર સમયસીમાનું પાલન કેમ નથી કરી શકતી ? : CJI ભડક્યા

NHAI દ્વારા અપીલ દાખલ કરવામાં વિલંબ થતા આત્મનિરીક્ષણની સલાહ આપી

 

નવી દિલ્હી, તા. 3 : સુપ્રીમ કોર્ટે શુક્રવારે ભારતીય નેશનલ હાઈવે ઓથોરિટી સહિત સરકારી ઓથોરિટીઝને  અપીલ દાખલ કરવામાં વધારે વિલંબ બદલ આત્મનિરીક્ષણ કરવા કહ્યું છે. સીજેઆઈ સંજીવ ખન્ના એનએચએઆઈની અરજી ઉપર સુનાવણી કરતા ભડક્યા હતા અને કહ્યું હતું કે તેઓને લાગે છે કે લગભગ 95 ટકા કેસમાં તમામ લોકો સમયસીમાનું પાલન કરી રહ્યા છે.  (જુઓ પાનું 10)

ભારત સરકાર કેમ પાલન નથી કરી શકતી ? ક્યાંક તો કંઈક ગરબડ છે. આત્મનિરીક્ષણ જરૂરી છે.

એનએચએઆઈએ નાદારીના મામલે એનસીએલએટીના આદેશને પડકાર્યો હતો. આ કેસને ન્યાયમૂર્તિ સંજય કુમારની પીઠ સાક્ષ સુચિબદ્ધ કરવામાં આવ્યો હતો. એનસીએલએટીએ વિલંબના કારણે એનએચએઆઈની અપીલને ખારિજ કરી દીધી હતી. મુખ્ય ન્યાયાધીશે 295 દિવસના વિલંબ ઉપર અસહમતિ વ્યક્ત કરતા સમયસીમાનું પાલન કરવા ઉપર ભાર મુક્યો હતો અને કહ્યું હતું કે એનએચએઆઈનું પ્રતિનિધિત્વ કરી રહેલા સોલિસિટર જનરલ તુષાર મેહતાએ અદાલત સાથે સહમતિ વ્યક્ત કરતા મુદ્દાને ઉકેલવાનું આશ્વાસન આપ્યું છે.

 

અહંકારી, અમાનવીય... ઈડીને સુપ્રીમની ફટકાર

 

મની લોન્ડ્રિંગમાં 15 કલાક પૂછપરછ બદલ એજન્સીની આલોચના

નવી દિલ્હી, તા.3 : એક શખસની સતત 1પ કલાક પૂછપરછ કરવા બદલ સુપ્રીમ કોર્ટે સરકારી એજન્સી પ્રવર્તન નિર્દેશાલય (ઈડી) ને ફટકાર લગાવી છે. દેશમાં મની લોન્ડ્રિંગ સાથે જોડાયેલા મામલાઓની તપાસ ઈડી કરે છે પરંતુ સુપ્રીમે તેની પૂછપરછની રિતભાત અંતે ચિંતા વ્યક્ત કરી છે.

એક શખસની અડધી રાત વિતી ગયા બાદ પણ સળંગ 1પ કલાક સુધી પૂછપરછ કરવા પર સુપ્રીમે તેને અહંકારી અને અમાનવીય વ્યવહાર ગણાવ્યો છે. જસ્ટિસ અભય એસ.ઓકા અને ઓગસ્ટીન જયોર્જ મસીહાની ખંડપીઠે  કહ્યું કે તેનાથી સ્પષ્ટ થાય છે કે એજન્સી એ શખસને નિવેદન આપવા દબાણ કરી રહી હતી અને તેખુબ જ ચોંકાવનારી સિથતી છે. ઈડીનો વ્યવહાર અમાનવીય છે અને આ રીતે કોઈને નિવેદન આપવા મજબૂર ન કરી શકાય.

દરમિયાન કોર્ટે ગેરકાયદે ખનન સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગના કેસમાં ઈડી દ્વારા હરિયાણાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સુરેન્દ્ર પંવારની ધરપકડને રદ કરવાના નિર્ણયને જાળવી રાખ્યો હતો. ઈડીએ જૂલાઈમાં પંવારની 1પ કલાક પૂછપરછ કર્યા બાદ રાત્રે 1:40 કલાકે તેમની ધરપકડ કરી હતી. જો કે ત્યાર બાદ સપ્ટેમ્બરમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે તેમની ધરપકડને રદ કરી હતી. જેની સામે એજન્સી સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. ઈડીએ સુપ્રીમમાં બચાવ કર્યો કે તેમની સળંગ 14 કલાક 40 મિનિટ કલાક પૂછપરછ કરાઈ ન હતી. દરમિયાન તેમને ડીનર બ્રેક અપાયો હતો. જો કે સુપ્રીમે ઈડીની આવી દલીલ ફગાવી દેતાં પૂછયું કે આટલો લાંબો સમય પૂછપરછ કરીને કોઈને તે પ્રતાડિત કેમ કરી શકે ?

 

ઇ-પેપરના નવા શુલ્ક