બાળ દર્દીઓથી ઉભરાઈ હોસ્પિટલો : ઇંખઙટ વાયરસ ફેલાયાનો દાવો, ચીન સરકારનું મૌન
બેજિંગ,
તા.3 : સમગ્ર દુનિયાની ચિંતા વધારતાં ચીનમાં કોરોના જેવો નવો વાયરસ ફેલાયો છે. સોશિયલ
મીડિયામાં હાલ ચીનની હોસ્પિટલોના વીડિયો વાયરલ થયા છે જેમાં હજારો માતા-પિતા પોતાના
બાળકને લઈને સારવાર માટે ઉમટયાનું જોવા મળે છે. વાયરલ વીડિયોમાં દાવો કરાયો છે કે આ
નવા વાયરસની બાળકોને સૌથી વધુ અસર થઈ છે અને ઝપટે ચઢેલા બાળકોને લઈને વાલીઓએ હોસ્પિટલો
તરફ દોટ મૂકી છે. વિદેશી મીડિયાના અહેવાલ મુજબ ચીનમાં આ નવા વાયરસના એક હોસ્પિટલમાં
જ રોજના 1ર00 જેટલા કેસ આવી રહયા છે. બેજિંગ અને આસપાસના મોટાભાગના શહેરોની હોસ્પિટલો
ભરચક છે. સંક્રમિત દર્દીઓનો કુલ આંક ઘણો ઉંચો હોઈ શકે છે.
વર્ષ
ર019માં ચીનના વુહાનથી પહેલીવાર કોરોના વાયરસ ફેલાયો હતો જેણે જોતજોતામાં આખી દુનિયાને
ઝપટે લીધી હતી. કોવિડ-19ના કહેરથી દુનિયા માંડ બેઠી થઈ છે ત્યાં નવા વર્ષની શરૂઆતમાં
જ ચીનથી ચિંતા વધારતાં વીડિયો સામે આવ્યા છે.
ચીનની હોસ્પિટલોની જે તસવીરો વાયરલ થઈ છે તે જોઈને ચિંતા છવાઈ છે. નવા વાયરસના સંક્રમણ
અંગે ચીન સરકારે હજુ સુધી સત્તાવાર રીતે મોં ખોલ્યુ નથી પરંતુ જાણકારો અનુસાર આ વાયરસનું
નામ હ્યુમન મેટાપ્યુમો વાયરસ (એચએમપીવી) છે જે એક આરએનએ વાયરસ છે. આ નવો વાયરસ સૌપ્રથમ
વર્ષ ર001માં એક ડચ સંશોધકે ઓળખ્યો હતો. છેલ્લા 6 દાયકાથી આ વાયરસ અસ્તિત્વમાં હોવાનો
દાવો કરાય છે.
આ નવા
વાયરસના સંક્રમણમાં પણ શરૂઆત શરદી-ઉધરસથી થાય છે. મોટે ભાગે કોરોના જેવા લક્ષણો દેખાય
છે. ર વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આ વાયરસની વધુ અસર થયાનો રિપોર્ટમાં દાવો કરાયો છે.
ચીનના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેશન અનુસાર આ વાયરસમાં ઉધરસ, તાવ, નાક બંધ
થવું, ગળામાં બળતરા જેવા લક્ષણો મુખ્ય છે. ચીનમાં છીંક અને ઉધરસથી આ વાયરસ ફેલાય છે
અને જોતેની અસર ગંભીર હોય તો બ્રોન્કાઈટીસ અઅને ન્યુમોનિયા થઈ શકે છે. એચએમપીવી ઉપરાંત
કોવિડ-19ના કેસ પણ વધી રહ્યાનું કહેવાય છે. જેથી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા સતત
વધી રહી છે. મીડિયાના અહેવાલ અનુસાર 16થી રપ ડિસેમ્બર વચ્ચે ચીનમાં શ્વસન સંબંધિત કેસોની
સંખ્યા વધી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી પોસ્ટમાં દાવો કરાયો છે કે નવા વાયરસના
સંક્રમણ બાદ ચીનમાં અનેક સ્થળોએ ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. હોસ્પિટલોમાં દર્દીઓની
સંખ્યા સતત વધી રહી છે જેમાં બાળકો વધુ છે.
ડરવાની
જરૂર નથી : ભારતીય સ્વાસ્થ્ય એજન્સી
ચીનમાં
ફેલાયેલા ફાયરસ મુદ્દે મેડિકલ ક્ષેત્રના દેશના શિર્ષ અધિકારીએ કહ્યું છે કે ચીનમાં
ફેલાઈ રહેલા હ્યુમન મેટાન્યુમો વાયરસના પ્રસારથી ડરવાની જરૂરિયાત નથી. આ એક સામાન્ય
શરદીમાં ફેલાતા વાયરલ જેવો જ છે. સ્વાસ્થ્ય સેવા મહાનિદેશાલયના અધિકારી ડો. અતુલ ગોયલે
હવાથી ફેલાતા તમામ વાયરસથી સાવધાની વર્તવાનું સૂચન કર્યું હતું. ડો. ગોયલે કહ્યું હતું
કે ચીનમાં જે વર્તમાન સ્થિતિ બની રહી છે તેનાથી આપણે ડરવાની જરૂર નથી.
નવો
વાયરસ, લક્ષણો જૂના
શરદી,
ઉધરસ, તાવ, માથાનો દુ:ખાવો, કળતર, શ્વાસ લેવામાં સમસ્યા, નાક બંધ થવું, બ્રોન્કાઈટિસ,
ન્યુમોનિયા.