• મંગળવાર, 07 જાન્યુઆરી, 2025

કપ્તાન રોહિતના ટેસ્ટ ભવિષ્ય પર પ્રશ્નાર્થ : સિડની ટેસ્ટમાંથી આઉટ રોહિતે આખરી ટેસ્ટમાં ખુદને બહાર રાખ્યો : બુમરાહનો બચાવ

સિડની, તા.3: ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહેલા કપ્તાન રોહિત શર્માનો ઓસ્ટ્રેલિયા વિરુદ્ધના પાંચમા અને આખરી ટેસ્ટની ભારતીય ઇલેવનમાં ધારણા મુજબ સમાવેશ થયો ન હતો. આથી તેના ટેસ્ટ ક્રિકેટના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ચિહ્ન મુકાયું છે. ઉપકપ્તાન જસપ્રિત બુમરાહ સિડની ટેસ્ટમાં રોહિતની ગેરહાજરીમાં સુકાન સંભાળી રહ્યો છે. તેની આગેવાનીમાં પર્થમાં પહેલા ટેસ્ટમાં ભારતની જીત થઇ હતી. બુમરાહે ટોસ વખતે રોહિતનો બચાવ કરતા કહ્યંy કે અમારા કેપ્ટને નેતૃત્વનો પરિચય આપતા ખુદને આ ટેસ્ટમાં વિશ્રામ આપ્યો છે. બુમરાહે વધુમાં જણાવ્યું કે આથી એ સાબિત થાય છે કે ટીમમાં કેટલી એકતા છે.

ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં રોહિત 3 ટેસ્ટની પ ઇનિંગમાં ફકત 31 રન કરી શક્યો છે. 37 વર્ષીય આ બેટધરે તેનો આખરી ટેસ્ટ રમી લીધાનું વિશેષજ્ઞો માની રહ્યા છે. મેચ અગાઉ રોહિત સાથી ખેલાડીઓ વિરાટ, પંત અને સરફરાઝ સાથે ફૂટબોલ રમતો જોવા મળ્યો હતો. ત્યારે તેની બોડિ લેંગ્વેજ ઢીલી-પોચી નજરે પડી રહી હતી.

ટોસનો સમય આવ્યો ત્યારે રોહિત મેદાન બહાર ચાલ્યો ગયો હતો. ટીવી કેમેરાએ રોહિત તરફ ફોકસ કર્યું પણ તે જવાબ આપ્યા વિના પેવેલિયન તરફ ચાલ્યો ગયો. ડ્રેસિંગ રૂમમાં તે સહાયક કોચ રિયાન ટેન ડોઇશે સાથે બેઠો હતો અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરથી દૂરી બનાવી રાખી હતી. આથી એવું ચિત્ર ઉપસી રહ્યંy હતું કે કેપ્ટન અને કોચ વચ્ચે બધું ઠીક-ઠાક નથી.

ગયા વર્ષે રોહિતની કપ્તાનીમાં ભારતે ટી-20 વિશ્વ કપ જીત્યો હતો. એ પછીથી તે ટી-20 ઇન્ટરનેશનલ ફોર્મેટ છોડી ચૂકયો છે. વર્તમાન ટેસ્ટ સીઝનમાં તે સતત નિષ્ફળ રહ્યો છે. આથી તેની ટેસ્ટ કેરિયર પણ સમાપ્તિ ભણી આગળ વધી રહી છે. હવે રોહિત શર્મા ઇલેવનની બહાર થયો છે. હાલના સંજોગોમાં તેની ટેસ્ટ વાપસી શકય જણાતી નથી.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક