• મંગળવાર, 07 જાન્યુઆરી, 2025

ગાઝામાં ઈઝરાયલનો કેર : 68નાં મૃત્યુ

            24 કલાકમાં અનેક હુમલા, સેફ ઝોન-શિબિરો પણ નિશાને

તેલ અવીવ, તા.3 : નવા વર્ષની શરૂઆત સાથે ગાઝા ઉપર ઈઝરાયલનો કેર યથાવત છે. છેલ્લા ર4 કલાકમાં ઈઝરાયલે એક પછી એક હુમલા કરીને ગાઝામાં ભારે વિનાશ વેર્યો છે જેમાં વધુ 68 લોકોના જીવ ગયા છે. ઈઝરાયલના નવા હુમલા ગાઝાના અલ મવાસીમાં થયા છે જેને સેફ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો.

લાગે છે કે ઈઝરાયલ પેલેસ્ટાઈની નાગરિકો પર કોઈ રહેમ રાખતું નથી. ગુરુવાર સવારથી ઈઝરાયલે હુમલા શરૂ કર્યા છે જેમાં રાહત છાવણીઓને પણ નિશાન બનાવાઈ છે. ગાઝાના અધિકારીઓ અનુસાર ઈઝરાયલના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 68 પેલેસ્ટાઈનીઓના મૃત્યુ થયા છે. એક ટેન્ટ કેમ્પ પર થયેલા હુમલામાં પોલીસ અધિકારી મહમૂદ સલાહ સહિત 9ના મૃત્યુ થયા છે. ઈઝરાયલી દળોએ દાવો કર્યો છે કે માર્યો ગયેલો અધિકારી દક્ષિણ ગાઝામાં આતંકી સંગઠન હમાસની ફોર્સનો પ્રમુખ હતો.

અન્ય હુમલામાં ઈઝરાયલી એરફોર્સે ખાન યૂનિસમાં આંતરિક મંત્રાલયના મુખ્યાલયને નિશાન બનાવ્યું હતુ. ઉપરાંત ઉત્તર ગાઝાની જબાલિયા શરણાર્થી શિબિર અને મધ્ય ગાઝાની મઘાજી શિબિર ઉપર પણ હુમલા કરાયા છે. ઈઝરાયલે નવા વર્ષની શરૂઆત સાથે ગાઝા ઉપર હુમલા વધાર્યા છે.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક