• બુધવાર, 12 માર્ચ, 2025

avsan nondh

ચક્ષુદાન

રાજકોટ : સવજીભાઈ અરજણભાઈ તળાવિયાનું અવસાન થતાં તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 629મું ચક્ષુદાન થયેલ છે.

રાજકોટ: સણોસરા નિવાસી સ્વ.શાત્રી દલપતરામ ખીમશંકર ત્રિવેદીની પુત્રી રંજનબેન ડી.પંડયા (મીઠાપુર) તે મૂળવંતરાય ઈચ્છાશંકરભાઈ, સ્વ.ઘનશ્યામભાઈ, દિલીપભાઈના નાનાબેન, કલાબેનના મોટાબેનનું તા.4ના અવસાન થયું છે. પિયર પક્ષનું બેસણું તા.8ના સાંજે 4-30થી 5-30, મહાકાલેશ્વર મંદિર, ગોંડલ રોડ, જ્ઞાનગંગા ક્લાસીસની બાજુમાં છે.

રાજકોટ: મારું કંસારા સ્વ.અનિલભાઈ હેડાવના પત્ની હેમલતાબેન (ઉં.73) તે આશીષભાઈ, રવિભાઈ હેડાવ, સ્વ.જુલીબેન તથા બિંદુબેનના માતુશ્રીનું તા.6ના અવસાન

થયું છે.

રાજકોટ: મચ્છુ કઠિયા સઈ સુતાર (િવરનગરવાળા) હાલ રાજકોટ સ્વ.હસુભાઈ લાલજીભાઈ ખેરડીયા (ઉં.79) તે જગદીશભાઈ, સ્વ.િકશોરભાઈના મોટાભાઈ, મહેશભાઈ, શૈલેષભાઈ, અલ્કેશભાઈ, રાજુભાઈના પિતાશ્રી, કરણ, મીહિર, દેવ, નમનના દાદા, ખેવાળીયાવાળા મોહનભાઈ દેવજીભાઈ ધામેચાના જમાઈનું તા.5ના અવસાન થયું છે. બેસણું તા.7ના સાંજે 4થી 6, સ્કાય હાઈટસ, ગોવર્ધન ચોક, 150 ફુટ રીંગ રોડ, રાજકોટ છે.

રાજકોટ: સ્વ.ઈન્દુબેન દેવજીભાઈ ડાભી તે પ્રવિણભાઈ દેવજીભાઈ ડાભીના બહેન, મયુરભાઈ પ્રવિણભાઈ ડાભીના ફઈબાનું તા.પનાં અવસાન થયું છે. બેસણું તા.7ના સાંજે 4થી 6 ખોડિયાર કૃપા, 18 લક્ષ્મીવાડી, મિલપરા મેઈન રોડ, રાજકોટ છે.

રાજકોટ: લીલાવંતીબેન જયંતીલાલ ગોંધિયાનું તા.6ના અવસાન થયું છે. બેસણું તા.7ના સાંજે 4થી 6 અમરનાથ મહાદેવ મંદીર, આરએમસી વેસ્ટ ઝોન ઓફિસ રોડ, બીગ બજારની પાછળ, ઓફ-1પ0 ફૂટ રીંગ રોડ, રાજકોટ છે.

ફલ્લા: જામ વંથલી નિવાસી અનસુયાબેન રમેશભાઈ ઠાકર (ઉં.6પ) તે ચંદુભાઈ પ્રભાશંકર ઠાકર, ચંદુભાઈ માસ્તર તેમજ નવીનભાઈ પ્રભાશંકર ઠાકર, નવીન  અદાના નાનાભાઈના પત્ની, કિશોરભાઈ પ્રભાશંકર ઠાકરના ભીભનું તા.6ના અવસાન થયું છે. બેસણું તા.8/રનાં 3થી પ જામવથલી મુકામે મહાદેવના મંદિરે છે.

માણાવદર: વિનોદરાય જમનાદાસ સોમૈયા (ઉં.73) તે સ્વ.મથુરાદાસ, સ્વ.પ્રાણજીવનભાઈ, કનુભાઈ સોમૈયાના નાનાભાઈ, શીતલબેન રૂધાણી, તૃપ્તિબેન કાછેલા તથા ધારાબેન ખંધેડિયાના પિતાશ્રીનું તા.પના અવસાન થયું છે. બેસણું તા.7ના સાંજે 4થી પ લોહાણા મહાજનવાડી, માણાવદર છે.

રાજકોટ: સરોજબેન કિશોરભાઈ માંડવિયા (ઉં.69) તે કિશોરભાઈ મગનલાલ માંડવિયા (મૂળ રાણાકંડોરણા, હાલ રાજકોટ)ના પત્ની, અજય, અંકુરના માતુશ્રી, સ્વ.નરસીદાસ કાલિદાસ પોપટ (મોટી પાનેલી)ના પુત્રી, પંકજભાઈ પોપટ, શૈલેષભાઈ પોપટના બહેનનું તા.6ના અવસાન થયું છે. બેસણું તા.7ના સાંજે 4થી પ પંચનાથ મહાદેવ મંદિર, રાજકોટ છે.

સાવરકુંડલા: હરદેવપરી વૃજલાલપરી પંડિતનું તા.પના અવસાન થયું છે. સાદડી તા.7નાં સાંજે 4થી 6 રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવ મંદિર, સાવરકુંડલા છે.

જેતપુર: કાન્તાબેન વલ્લભભાઈ લાખાણી (ઉં.70) તે વિઠ્ઠલભાઈ, વિપુલભાઈના માતુશ્રી, સુજલના દાદીનું તા.પનાં અવસાન થયું છે. બેસણુ તા.7ના સાંજે 4થી 6 માધવ બંગલોઝ પાછળ, ડોબરીયા વાડી, જેમીનીવાળી શેરી, જેતપુર છે.

રાજકોટ: દિલીપભાઈ મોહનભાઈ સેજપાલ (ઉં.વ.67) મૂળ ધોરાજી હાલ રાજકોટ તે મોહનભાઈ ઓધવજી સેજપાલના પુત્ર મીતેશભાઈ તથા દિવ્યેશભાઈના પિતાશ્રી, સુરેશભાઈ પ્રભુદાસભાઈ મોરજરિયા (તાલાળા)ના બનેવી, સ્વ.સરોજબેન મહેશભાઈ વિઠ્ઠલાણી (રાજકોટ), કુંદનબેન જગદીશભાઈ તન્ના (જૂનાગઢ), પરેશભાઈ અમૃતલાલ સેજપાલ, અશ્વિનભાઈ સેજપાલના ભાઈનું અવસાન થયું છે. ઉઠમણું તા.7ના સાંજે 4થી પ ચંદ્રમોલેશ્વર મહાદેવ મંદિર ગંગોત્રી ડેરી પાસે, સાધુવાસવાણી રોડ, રાજકોટ પિયર પક્ષની સાદડી સાથે છે.

દ્વારકા: સ્વ.મથુરાદાસ જાદવજી બારાઈના પુત્ર રમેશભાઈ મથુરાદાસ બારાઈ (ઉં.પ9) તે મનસુખભાઈ, સ્વ.જેન્તીભાઈ, ચંદુભાઈના નાનાભાઈ, હર્ષ અને પ્રિન્સના પિતાશ્રીનું અવસાન થયું છે. બેસણુ, મોસાળપક્ષની સાદડી તા.7ના શુક્રવારે સાંજે 4.30થી પ સુધી મણીબેન ટાઉનહોલ, હોસ્પીટલ રોડ, દ્વારકા ખાતે ભાઈઓ તથા બહેનો માટે સાથે છે.

કોડિનાર: મધુકાંત રતિલાલ રાયઠઠા (મહેતાજી) (ઉં.73) તે મનીષાબેનના પતિ, જયસુખભાઈ (આકોલવાડી), શશીભાઈ (મહેતાજી) (કોડીનાર)ના મોટાભાઈ, રાજુભાઈ મહેતાજી તથા દિવ્યેશભાઈ (મુનાભાઈ) મહેતાજીના પિતાશ્રી, મીતલબેન (રાજકોટ), કિંજલબેન (મોરબી), જય (મહેતાજી), ફ્લોરા, રીયા, રુદ્ર તથા જોયના દાદા, સ્વ.મથુરાદાસ મેઘજીભાઈ રતનઘાયરા (સીમાસી)ના જમાઈ, સંજયભાઈ (સીમાસી)ના બનેવીનું તા.6ના અવસાન થયું છે. ઉઠમણું, શ્વસુર પક્ષની સાદડી તા.7ના સાંજે 4થી 6 જંગલેશ્વર મહાદેવ મંદિર, કોડિનાર છે.

રાજકોટ: બગસરાવાળા હાલ રાજકોટ પરજીયા સોની સ્વ.દામોદરભાઈ વિસામણભાઈ ઘોરડાના પત્ની કાન્તાબેન (ઉં.9પ) તે પ્રતાપભાઈ, ભરતભાઈ, અશોકભાઈ, સ્વ.ધનસુખભાઈ, સ્વ.િવજયાબેન પ્રવીણકુમાર થડેશ્વર, નિમુબેન યોગેશકુમાર સાગર, સરોજબેન ચંદ્રકાંત ધધડાના માતુશ્રી, ભુરાભાઈ ગોવિંદભાઈ થડેશ્વર (જેતપુર)ના દીકરીનું તા.પ/રના અવસાન થયું છે. સાદડી, પ્રાર્થનાસભા તા.7/રના સાંજે 4થી 6 ‘મોહનભાઈ હોલ’ રાજકોટ છે તથા તા.8ને શનિવારે સાંજે 4થી 6 જૂની ખત્રીવાડી બગસરા મુકામે છે.

ગોંડલ: વલ્લભભાઈ બચુભાઈ ભુવા (ઉં.વ.પ9) તે ગોપાલભાઈ, સ્વ.િકશોરભાઈ, મનોજભાઈના ભાઈ, સાગરભાઈ, હિતુલના પિતાશ્રી, પ્રકાશભાઈ, રાજેશના કાકા, જેનીશના બાપુજીનું તા.4ના અવસાન થયું છે. બેસણુ તા.7ના સાંજે 4થી 6 9/સ્ટેશન પ્લોટ, રેલ્વે સ્ટેશન રોડ, ગોંડલ છે.

રાજકોટ: અમરનાથ શર્મા રેલવે રીટાયર્ડ સીનિયર સેક્શન એન્જી. (વર્કસ) રાજકોટના બહેન રન્નોબેન શર્માનું તા.પનાં અવસાન થયું છે. બેસણું તા.7ના સાંજે 4થી 6 એ.એન.શર્મા કૃષ્ણનગર સોસાયટી, મહાકાલેશ્વર મંદિર, માધવ પાનની સામે, જામનગર રોડ, રાજકોટ છે.

પોરબંદર: હસમુખભાઈ ઓધવજીભાઈ પ્રમાણીક (ઉં.વ.71) તે આશિષભાઈ, ચેતનાબેન કમલેશભાઈ લાખાણી, સીમાબેન સંજયભાઈ સવજીયાણી (વાપી), આરતીબેન અશોકભાઈ પોપટ (રાજકોટ), પૂજાબેન ચેતનભાઈ મોનાણીના પિતાશ્રીનું તા.6ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.7ના 4.1પથી 4.4પ લોહાણા મહાજનવાડીના પ્રાર્થનાસભા હોલ ખાતે ભાઈ-બહેનોની સંયુક્ત સસરાપક્ષની સાદડી સાથે છે.

પ્રાચી: શ્રી નથુ તુલસી ઓદિચ્ય ગોહિલવાડી બ્રાહ્મણ દેવશંકર લાલજીભાઈ પંડયાના નાના પુત્ર ભરતકુમાર (ઉં.7ર) તે બકુલકુમાર દેવશંકર પંડયાના નાના ભાઈ, હિતેશભાઈ, વિમલભાઈના પિતાશ્રી, સ્વ.સુરભીબેન તથા મીલાપભાઈના દાદાનું તા.પના અવસાન થયું છે. બેસણુ તા.7ના 4થી 6 પ્રાચી મુકામે સાગર ભુવન ધર્મશાળા

ખાતે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક