• શુક્રવાર, 17 ઑક્ટોબર, 2025

avshan nodh

ધ્રાંગધ્રા શહેરના અગ્રણી ઈસ્માઈલભાઈ રસુલભાઈના અવસાનથી શોકની લાગણી છવાઈ

ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રા શહેરના જાણીતા સામાજિક કાર્યકર, ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપના સ્થાપક પત્રકાર સલીમભાઈ ઘાંચીના પિતા, હંમેશાં ગરીબોની સેવા કરનારા ઈસ્માઈલભાઈ રસુલભાઈના અચાનક અવસાનથી સમગ્ર ધ્રાંગધ્રા શહેરમાં શોકની લાગણી છવાઈ છે. શહેર, તાલુકાના વિવિધ હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો, ધર્મગુરુઓ, અગ્રણી નાગરીકો મોટી સંખ્યામાં તેમની અંતિમ વિધિમાં ઉપસ્થિત હતા. દફનવિધિ દરમિયાન સૌએ મર્હુમ માટે આત્મશાંતિની દુઆ કરી હતી. જિયારતના દિવસે યોજાયેલ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં પૂર્વ કેબીનેટ મંત્રી જાડેજા, નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, શહેર પ્રમુખ, મહામંત્રી સહીત સમગ્ર ટીમ, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નવસાદભાઈ સોલંકી, સ્વામિનારાયણ મંદિર સંસ્કારધામ, ભાગવતધામના સંત-મહંતો, ધ્રાંગધ્રાના શિક્ષકો, ડોક્ટરો, મસ્જિદોના મૌલાના સહીત હિન્દુ-મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. સૌએ મર્હુમ ઈસ્માઈલભાઈ રસુલભાઈની સ્મૃતિમાં શ્રદ્ધાંજલિ અર્પી, તેમના હકમાં દુઆ કરી હતી.

 

 

ચક્ષુદાન

રાજકોટ: બીપીનભાઈ છગનભાઈ પીઠડિયાનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરાવેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 755 ચક્ષુદાન થયેલ છે.

જેતપુર:  કિશોરભાઇ બાબુલાલ રાજપોપટ તે ભુપતભાઇના લઘુબંધુ, સાગરભાઇ, પાયલબેન મિતુલભાઇ બદિયાણી (જૂનાગઢ)ના કાકાનું તા.7ના અવસાન થયું છે. બેસણું તા.9નાં સાંજે 4 થી 5-30 નવી લોહાણા મહાજન વાડી, નવાગઢ મેઇન રોડ, જેતપુર છે.

વેરાવળ: નિર્મળાબેન ટાંક (ઉ.84) તે સ્વ. રમણીકલાલ વલ્લભદાસ ટાંકના પત્ની, દીપકભાઇ, રંજનબેન, રાજેશ્રીબેન, બીનાબેનના માતુશ્રી, હર્ષ, હેમેન અને પ્રિહાનના દાદીનું તા.5ના અવસાન થયું છે. બેસણું તા.9ના સાંજે 4 થી 6 5 રામ મંદિર, કૃષ્ણનગર ખાતે છે.

રાજકોટ: પ્રમોદભાઇ લક્ષ્મીકાંતભાઇ વાઢેર  તે હસમુખભાઇના ભાઇ, હર્ષાબેનના પતિ, ભારતીબેનના ભાઇ, ધારાબેન નંદીશભાઇ તેજાણીના પિતાશ્રીનું અવસાન થયું છે. બેસણું તા.9ના 4 થી 6 ઘનશ્યામ ભુવન, ગોપાલનગર-1, ઢેબર રોડ, રાજકોટ છે.

ધુડશીયા: સ્વ. ધરમશીભાઇ ડાયાભાઇ સોનછાત્રાના પુત્રવધુ, જયશ્રીબેન મનસુખભાઇ સોનછાત્રા તે મનસુખભાઇના પત્ની, સ્વ. કલ્પેશભાઇ, અવનીબેન, ભૂમિબેન, ભાવિબેનના માતુશ્રી, ટંકારા નિવાસી મણિલાલ ડોસાલાલ કક્કડની પુત્રી, દેવેન્દ્રભાઇના બહેનનું તા.7ના અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષની સાદડી, તા.9ના સાંજે 4 થી 5 ફૂલેશ્વર મહાદેવ મંદિર, ધુડશીયા છે.

જામજોધપુર: અમીચંદભાઇ વસનજીભાઇ મહેતાના પત્ની દક્ષાબેન તે રીટાબેન, સંદીપભાઇ, હેતલબેનના માતુશ્રી, ઘુમલી, માનશીના દાદીમા, સ્વ. જગજીવન પાનાચંદ મહેતાના દીકરીનું તા.7ના અવસાન થયું છે. સ્મશાન યાત્રા તા.8ના સવારે 8-30 તેમના નિવાસ સ્થાનેથી નિકળશે. ઉઠમણું તા.9ને સવારે 10 વાગે પ્રાર્થના સભા 11 કલાકે જૈન દેરાસર ઠકકરબાપા રોડ ખાતે છે.

રાજકોટ: આણંદપુર (ભાડલા નિવાસી) હાલ રાજકોટ સ્વ. ભાવેશભાઇ વસંતભાઇ ઉપાધ્યાય (ઉ.55) તે કાજલબેનના પતિ, જય ઉપાધ્યાયના પિતા, શોભનાબેન જાની,  સંજયભાઇ ઉપાધ્યાયના ભાઇ, શૈલેષભાઇ જાનીના સાળાનું તા.6ના અવસાન થયું છે. બેસણું તા.9ના સાંજે 4 થી 6 રણછોડદાસજી બાપુ, કોમ્યુનિટી હોલ (કોર્પોરેશન હોલ) આનંદનગર મેઇન રોડ, રાજકોટ છે. મો.નં. 99988 19762/98244 08290.

રાજકોટ:  લાભુબેન બાબુભાઇ ચૌહાણ (ઉ.77)તે પ્રકાશભાઇ તથા અતુલભાઇના માતુશ્રી, સાગર, ધવલ, પ્રથમના દાદીનું તા.6ના અવસાન થયું છે. બેસણું તા.10નાં સાંજે 4 થી 6 80 ફુટ રોડ, સોરઠીયા વાડી, કોઠારીયા કોલોની કવાર્ટર્સ-195, વીમાના દવાખાના પાછળ, રાજકોટ છે.

ઓખા: સ્વ. મણિલાલ રામજી પાબારીના પુત્ર, કિશોરભાઇ તે સ્વ. જ્યોત્સનાબેન દામોદરભાઇ કાનાણી, સ્વ. દમયંતીબેન દિનેશભાઇ ધોકાઇ, સ્વ. અશોકભાઇના નાના ભાઇ, સ્વ. જ્યોતિબેન નટવરલાલ મોદીના મોટા ભાઇ, મારૂતિ, ધવલ, ખ્યાતિ પ્રતીકકુમાર જટણીયા, કાજલ તેમજ ઋત્વિકના પિતા, ધ્રુવીકના દાદાનું અવસાન થયું છે. ઉઠમણું, સસરા પક્ષની (રમણિકલાલ કરશનદાસ મોદી- પોરબંદર) સાદડી તા.8ને બુધવારે 4-30 થી 5 ઉષેશ્વર મહાદેવ મંદિર, દાવડા હોલ, ઓખા છે.

આટકોટ: ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ ચેતનભાઇ પંડિતરાય પંચોલી (ઉ.54) તે હર્ષદભાઇ, વિજયભાઇ, વિનયભાઇના નાના ભાઇ, બિપીનભાઇના મોટા ભાઇ, રૂદ્રાબેન હિમાલયકુમાર વ્યાસના પિતા, જયદીપભાઇ, જયમીનભાઇ, યશભાઇ, કોમલબેન શિવાંગકુમાર શુકલ, શિવનીબેનના કાકા, મોહિતભાઇ, અંજલીબેનના દાદાનું તા.5ના અવસાન થયું છે. બેસણું તા.9ના બપોરે 3 થી 6 શ્રી ભુદેવ ચેરીટેબલ ટ્રસ્ટ, કન્યા છાત્રાલય, રાજકોટ ભાવનગર રોડ, આટકોટ છે. મો.નં. 94296 56574.

જામખંભાળિયા: ઠા. વાલજી ખટાઉ (ઘી વાળા) સ્વ. મનસુખલાલ કાનજીભાઇ બરછાના પુત્રવધુ, જીગ્નેશભાઇના  પત્ની, કાજલબેન બરછા (ઉ.52) તે જતીનના માતા, મનોજભાઇના નાનાભાઇના પત્ની, સ્વ. નાથાલાલ રામજી ગોકાણી (મૂળ શેઢાખાઇ) જામનગરના પુત્રી, ભરતભાઇ, મનસુખભાઇ, કિરીટભાઇ, રસિકભાઇના બહેનનું તા.6ના અવસાન થયું છે. પ્રાર્થના સભા (સાસરા પક્ષ) પિયર પક્ષની સાદડી તા.8ના સાંજે 5 થી 5-30 ભાઇઓ-બહેનો માટે જલારામ મંદિર, જામખંભાળિયા છે.

મોરબી: આદિત્ય શીરવી (ઉં.22) તે નીતિનભાઈ વશરામભાઈના પુત્રનું તા.6ના અવસાન થયું છે. બેસણું તા.9ના સવારે 8થી 10, 504-ઓમકાર પેલેસ, કામધેનુ પાર્ક, રાજનગર સામે, પંચાસર રોડ, મોરબી છે.

મોરબી: અંબારામભાઈ મોહનભાઈ રંગપડીયા (ઉં.72) મૂળ જસમતગઢ હાલ મોરબી તે ચતુરભાઈ, પ્રાણજીવનભાઈ, હંસરાજભાઈના ભાઈ, દીપકભાઈના પિતાનું તા.7ના અવસાન થયું છે. બેસણું તા.9ના સવારે 8થી 10, સનરાજ એપાર્ટમેન્ટ, ગજાનન પાર્ક, લીલાપર રોડ ખાતે રાખેલ છે તેમજ તા.9ના બપોરે 3થી 4, જસમતગઢ છે.

માણાવદર: રઘુવંશી હંસાબેન દાવડા (ઉ.78) તે સ્વ.મગનભાઈ દુર્લભજીભાઈ દાવડાના પત્ની, શેખરભાઈ, ભાવિનભાઈ (શ્યામ એજન્સી), પરાગભાઈ, બીનાબેન પ્રફુલકુમાર પ્રશ્નનાણીના માતુશ્રી, રસીકભાઈના ભાભીનું તા.6ના અવસાન થયું છે. બેસણું તા.9ના સાંજે 4 થી 5, જલારામ મંદિરે, મોસાળ પક્ષની સાદડી સાથે રાખેલ છે.

પોરબંદર: અનિલભાઈ પોપટ (ઉ.51)(શ્રી લોઢીયા અંધજન પુસ્તકાલય અને નેતરવાલા અંધ વૃદ્ધાશ્રમવાળા) તે સ્વ.કાનજીભાઈ જમનાદાસ પોપટના પુત્ર, ભાવિનભાઈ, હીનાબેન લલિતભાઈ રાચ્છના ભાઈ, તે રીટાબેનના પતિ, કેવલના પિતાશ્રી, અમૃતલાલ ભીમજીભાઈ મદલાણીના જમાઈનું તા.6ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા, સસરાપક્ષની સાદડી તા.8ના 4-15 થી 4-45 દરમિયાન પોરબંદરની લોહાણા મહાજનવાડીના પ્રાર્થનાસભા હોલ ખાતે ભાઈ-બહેનોની સંયુક્ત છે.

પોરબંદર: કંચનબેન ભાનુશંકર બાપોદરા (ઉ.વ.63) તે ભાનુશંકરભાઈ જેશંકરભાઈ બાપોદરાના પત્ની, દીપના માતુશ્રી, સ્વ.જીતુભાઈ, રાજુભાઈ, મહેશભાઈ, સ્વ.તારાબેન, મીનાબેન, રેખાબેન અને લતાબેનના ભાભી, મોહનલાલ રાઘવજી જોષીના પુત્રીનું તા.7ના અવસાન થયું છે. ઉઠમણું તા.9ના 4 થી 5 દરમિયાન નરસંગ ટેકરી ખાતે આઝાદ ગેસ એજન્સીવાળી ગલીમાં આવેલા નિવાસ સ્થાને છે.

જામનગર: મુળ સાવરકુંડલા હાલ જામનગર પુષ્પાબેન હિંમતભાઈ દોશી (ઉ.91) તે પ્રકાશભાઈ, સ્વ.જયેશભાઈ, જયશ્રીબેન મહેન્દ્રભાઈ લાખાણી, બાલ બ્રહ્મચારી સુધાબાઈ સ્વામીના માતુશ્રી, મંથન, કિંજલ વિરલ મહેતા, હીરલ, ડિમ્પલ, ચાંદનીના દાદીમા, ચિતલ નિવાસી મણીલાલ ડાયાલાલ વધાણીના પુત્રીનું તા.6ના અવસાન થયું છે. ઉઠમણું તા.9ના સવારે 9 કલાકે પ્રાર્થનાસભા સવારે 10 કલાકે કામદારવાડી, અંબર સિનેમા પાસે, પી.એન.માર્ગ, જામનગર છે.

રાજકોટ: મુળ ડોળાસા હાલ રાજકોટ જીતેન્દ્રભાઈ વલ્લભદાસ ખખ્ખર (ઉ.72) તે સ્વ.વલ્લભદાસ ત્રિભોવનદાસ ખખ્ખરના પુત્ર, વજુભાઈ (પુના), કિશોરભાઈ (પુના)ના ભાઈ, નિલેશભાઈ, અજયભાઈ, પ્રિતીબેન ભાવેશભાઈ કોટેચા (ઉના)ના પિતાશ્રી, સ્વ.મોહનલાલ મગનલાલ ધનેશા (તાલાળા)ના જમાઈનું તા.7ના અવસાન થયું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક