બ્રહ્માકુમારીઝના
મહાસચિવ બ્રિજમોહનભાઈનું અવસાન
રાજકોટ:
બ્રહ્માકુમારીઝ સંસ્થાના મહા સચિવ બ્રિજમોહનભાઈ (ઉ.9ર)નું તાજેતરમાં અવસાન થતા તેમને
રાજકોટ બ્રહ્માકુમારીઝ દ્વારા આજે શ્રદ્ધાસુમન અર્પિત કરાયા હતા. બ્રહ્માકુમારી અંજુબેને
રાજકોટ સાથેના બ્રિજમોહનભાઈજીના મધુર સંસ્મરણ વાગોળ્યા હતા. તેમના સદ્ગુણોને ઉજાગર
કર્યા હતા. બ્રિજમોહનભાઈનો રાજકોટ સાથે ખૂબ જ ગાઢ નાતો રહ્યો છે. હંમેશા તેઓ તેમના
સદગુણો થકી આપણી સ્મૃતિમાં રહેશે. રાજકોટમાં
તેઓ વર્ષ ર009માં રેસકોર્સ ગ્રાઉન્ડમાં ખૂબ જ મોટુ ગ્લોબલ ફેસ્ટિવલનું આયોજન બ્રહ્માકુમારીઝ
દ્વારા થયું હતું ત્યારે તેઓ આ ઈવેન્ટના મુખ્ય મહેમાન હતા. ત્યારે ગ્લોબલ ફેસ્ટિવલમાં
હાજરી આપવા માટે બ્રિજ મોહનભાઈએ સહજતાથી આમંત્રણ સ્વિકાર્યુ હતું, કેમ કે ભારતીદીદીજીએ
ખાસ નિમંત્રણ મોકલ્યુ હતું. ગ્લોબલ ફેસ્ટિવલમાં બ્રિજમોહનભાઈ આવ્યા. અમુક વર્ષ બાદ
જ્યારે રાજકોટના મુખ્ય સેવા કેન્દ્ર જ્યોતિ દર્શનથી દીદીઓ શાંતિવન માઉન્ટ આબુ ગયા ત્યારે
આદરણીય બ્રિજમોહનભાઈને મળ્યા. વર્ષો બાદ મળ્યા છતાં બ્રિજમોહનભાઈ રાજકોટના દીદીઓને
ઓળખી ગયા અને તેમને રાજકોટમાં થયેલા ગ્લોબલ ફેસ્ટિવલની બધી વિગતો યાદ પણ હતી. માર્ચ
ર0ર4માં જ્યારે અવધપુરી સેવા કેન્દ્રના નવા પ્લોટનું ભૂમિપૂજન હતું ત્યારે તેમણે ભારતીદીદીનું
નિમંત્રણ સ્વીકારીને સહર્ષ રાજકોટમાં આવ્યા હતા. તેઓ પ્રથમવાર જ હેપી વિલેજમાં આવ્યા
હતા. અન્ય પ્રોગ્રામ ગુજરાતની તમામ શિવશક્તિઓના મહાસંમેલનમાં પણ સામેલ થયા હતા.
કિતાબ
ઘર પ્રિન્ટરીવાળા નવીનભાઈ શાહનું અવસાન: આજે અંતિમયાત્રા, બેસણું
રાજકોટ:
નવીનભાઈ રસિકલાલ શાહ (ઉં.80)(કિતાબઘર પ્રિન્ટરી) તે સ્વ.રસિકલાલ, સ્વ.વિજયાબેનના પુત્ર,
સ્વ.નીનાબેન શાહના પતિ, સ્વ.શ્રીમતી કપૂરબેન, અમૃતલાલ રૂઘનાથભાઈ ટીંબડિયા (જૂનાગઢ)ના
જમાઈ, શ્રીમતી ચાર્મીબેન બદાણી (પ્રોફેસર, સદ્ગુરુ મહિલા કોલેજ, રાજકોટ), શ્રીમતી શિવાનીબેન
નીશીતભાઈ રૂપાણી (મુંબઈ)ના પિતાશ્રી, પારસભાઈ બદાણીના સસરા (આર.બદાણી જ્વેલર્સ, રાજકોટ),
ડો.જાહ્નવી, વિવાન, ધીરના નાના, નિરંજનભાઈ આર.શાહ (સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન - બીસીસીઆઈ),
પંકજભાઈ આર.શાહ (એન્ટ્રેક), જયહિન્દ, સાંજ સમાચાર પરિવારના યશવંતભાઈ એન.શાહ, પ્રદીપભાઈ
એન.શાહ, ભરતભાઈ એન.શાહના ભાઈ, સ્વ.શ્રીમતી શારદાબેન, સ્વ.રતિલાલ જેચંદભાઈ દોશીના ભાણેજવરનું
તા.16ના અવસાન થયું છે. સદ્ગતની અંતિમ યાત્રા તા.17ને શુક્રવારે સવારે 10 કલાકે તેમના
નિવાસ સ્થાન, “િકતાબઘર’’, કેન્દ્રાંચલની સામે, શ્રોફ રોડ, રાજકોટ ખાતેથી નીકળશે. બેસણું
તા.17ને શુક્રવારે બપોરે 4-30થી 6, કિતાબઘર, શ્રોફ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
ચક્ષુદાન,
સ્કીનદાન
રાજકોટ:
રમેશચંદ્ર રણછોડભાઈ પંડયાનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની
પ્રેરણાથી ચક્ષુદાન તથા સ્કીન ડોનેશન કરાવેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન,
ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 761 દાન થયેલ છે. ઓક્ટોબર મહિનાનું
છઠ્ઠું (6) ચક્ષુદાન તથા (2) બીજુ સ્કીન ડોનેશન થયેલ છે.
રાજકોટ:
હરેશભાઈ વૃજલાલભાઈ જસાણી તે નિરવભાઈના પિતાશ્રી, સેતુભાઈ ઠકરાર, શૈલેષભાઈ ખખ્ખરના સસરાનું
તા.1પના અવસાન થયું છે. ઉઠમણુ તા.17ના સાંજે 4.30 થી પ.30 ગીતગુર્જરી સોસાયટી મેઈન
રોડ, એરપોર્ટ રોડ, રામેશ્વર મહાદેવ મંદિર, રામેશ્વર ચોક, રાજકોટ છે.
રાજકોટ:
રમેશચંદ્ર ન્યાયચંદ મહેતા (નવકાર ગ્રુપ)ના પત્ની રંજનબેન તે રાજેશભાઈ, ભાવેશભાઈ, તેજસભાઈ
તેમજ મૌલી ભદ્રેશભાઈ કપાસીના માતુશ્રી, રંજનબેન જીતેન્દ્રભાઈ મહેતાનાં મામીનું તા.16ના
અવસાન થયુ છે. તા.17નાં ઉઠમણુ સવારે 10 થી 10.30, પ્રાર્થનાસભા સવારે 10.30થી મહાવીર
ભુવન, માલવીયા પેટ્રોલ પંપ સામે, ગોંડલ રોડ, રાજકોટ છે.
રાજકોટ:
સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મુળ જુના વાઘણીયા હાલ રાજકોટ વામનભાઈ પુરૂષોત્તમભાઈ
મહેતા (નટુભાઈ મુખ્યાજી) તે હંસાબેન મહેતાના પતિ, પંકજભાઈ, ધર્મેન્દ્રભાઈ, અલ્પાબેન
નંદનભાઈ દવેના પિતાશ્રી, બટુકભાઈ પી.મહેતા અને ચંદ્રકાંતભાઈ કે. મહેતાના નાનાભાઈ, કમલેશભાઈ
મહેતા (ઈંગોરાળા મુખ્યાજી)ના કાકાનું તા.1પના અવસાન થયું છે. બેસણુ તા.17નાં સાંજે
4 થી 6 રંભોમાની વાડી, હિંમતનગર સોસાયટી, શીતલ પાર્ક બસ સ્ટોપથી નજીક, રાજકોટ છે.
વાંકાનેર:
મુળ નેકનામ નિવાસી હાલ વાંકાનેર હિંમતસિંહ (નાનભા) મોડજી ઝાલા (ઉં.76) તે મનહરસિંહ,
સ્વ.શૈલેન્દ્રસિંહના પિતાશ્રી, શિવમ મેડીકલવાળા જીતેન્દ્રસિંહ, કિશોરસિંહના કાકાનું
તા.1પનાં અવસાન થયુ છે. બેસણુ તા.17નાં સાંજે 4 થી 6 મણીકણી કેશ્વર મહાદેવ મંદિર, માર્કેટયાર્ડ
વાંકાનેર ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે.
પોરબંદર:
સ્વ.ઉષાબેન જીપીનભાઈ માંકડનું તા.1પના અવસાન થયુ છે. બેસણુ તા.17ના શુક્રવારે સાંજે
પ થી 6 લક્ષ્મીનારાયણ મંદિર (હોલમાં) ગોપનાથ પ્લોટ જુની ટોકીઝ સામેની શેરીમાં છે.
મોરબી:
પુષ્કરભાઈ જયસુખભાઈ જોશી (ઉં.6પ) (ચતુર્વેદી મચ્છુ કાઠીયા મોઢ બ્રાહ્મણ) જે મીતાબેન
જોશીના પતિ, યોગેશભાઈ (તુલશી સ્ટેશનરી)ના મોટાભાઈ, અમિતભાઈ, પ્રતિકભાઈ (તુલસી કોમ્પ્યુટર)ના
પિતાશ્રી, સ્વ.રમણીકલાલ ઉપાધ્યાયના જમાઈનું અવસાન થયું છે. બેસણુ તા.17નાં સાંજે 4
થી 6 ચતુર્વેદી મચ્છુકાઠિયા મોઢ બ્રાહ્મણની વાડી, સાવસર પ્લોટ જુના બસ સ્ટેન્ડ પાસે
મોરબી છે. પિયર પક્ષનું બેસણુ સાથે છે.
રાજકોટ:
ઔદિચ્ય ગોહિલવાડી બ્રાહ્મણ શ્રીનાથદાદા તડ રાજકોટ નિવાસી સંતોકબેન વ્યાસ (ઉં.9ર) તે
સ્વ.રતિલાલભાઈ પ્રભાશંકર વ્યાસના પત્ની હિમ્મતભાઈ, અરૂણભાઈ, ત્રિગુણાબેન (જૂનાગઢ)ના
માતુશ્રી, સ્વ.હરીકૃષ્ણભાઈના કાકી, હિમાન્સુભાઈ, ચાંદનીબેન (ઉપલેટા)ના દાદીમા, દિપ્તીબેન,
જયશ્રીબેનના સાસુનું તા.1પના અવસાન થયં છે. બેસણુ તા.17ના બપોરે 4 થી 6 નીલકંઠ મહાદેવના
મંદિર અક્ષર નગર મેઈન રોડ, લાખના બંગલાની સામેનો રોડ, ગાંધીગ્રામ રાજકોટ છે.