ચક્ષુદાન
રાજકોટ:
કાંતાબેન લાલજીભાઈ જાદવનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની
પ્રેરણાથી ચક્ષુદાન કરાવેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન
ડોનેશન, દેહદાન, જાગૃતિ અભિયાનમાં કુલ 759 ચક્ષુદાન થયેલ છે. ચક્ષુદાન વિજયભાઈ ડોબરિયાના
સહયોગથી થયેલ છે.
ઓખા:
સ્વ. મોરારજી છગનલાલ વિઠ્ઠલાણીના પુત્ર, હરિભાઇ (ઉં.82) તે સ્વ. ગોકળદાસ, મહેન્દ્રભાઇ,
રામભાઇ તથા સ્વ. રમેશચંદ્ર વસંતબેન રતિલાલ
આહયા, ભગવતીબેન શશીકાન્ત કોટેચા, જ્યોતિબેન બાબુલાલ બથિયા, અરુણાબેન મોરારજી વિઠ્ઠલાણીના
ભાઇ, સ્વ. લીલાધરજીભાઇ રતનશીભાઇ બારાઇના જમાઇ, રાજુભાઇ, મોહનભાઇ નલીનભાઇ, દિનેશભાઇના
બનેવીનું તા.13ના અવસાન થયું છે. ઉઠમણું ઓખામાં તા.15ના 5થી 5-30 ઉશેશ્વાર મહાદેવ મંદિર
દાવડા હોલ ખાતે મોસાળના સ્વ. લીલાધરજીભાઇ રતનશીભાઇ બારાઇ પક્ષની સાદડી સાથે છે.
પોરબંદર: ગોંડલના ઇલાબેન જયેશભાઇ કક્કડ (ઉં.53) તે જયેશભાઇ
હરીદાસ કક્કડ (પોરબંદર)ના પત્ની પ્રેમાંગના માતુશ્રી, હિતેશભાઇ, નિલેશભાઇ, જગદીશભાઇ,
નિતીનભાઇ કક્કડના ભાભી, રાણાવાવવાળા ગોરધનભાઇ મથુરદાસ લુક્કાના પુત્રીનું તા.13ના અવસાન
થયું છે. ઉઠમણું, સાદડી તા.16ના સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી મહાદેવવાડી ગોંડલ છે.
રાજુલા:
વાળંદ સમાજના મૂળ અમરેલી, હાલ રાજુલા પ્રવીણભાઇ વલ્લુભાઇ જોટંગીયા (ઉં.72) તે દિલીપભાઇના
મોટાભાઇ, મહેશભાઇ, ગૌરવભાઇ, કલ્પેશભાઇ તથા મનીષાબેન જોટંગિયાના પિતાશ્રીનું તા.13ના
અવસાન થયું છે. બેસણું તારીખ 17 બપોરના 3થી 6 આહિર સમાજ વાડી, રાજુલા છે.
વાંકાનેર:
મુસ્તનશીરભાઈ તાહેરઅલી લાકડાવાલા (ઉં.76) તે અબ્બાસીભાઈ, મુર્તુઝાભાઈ તથા મોઈઝભાઈના
બાવાજી, મોઈઝભાઈ, મરહુમ બાકીરભાઈ તથા સકીનાબેન (મુંબઈ)ના ભાઈનું તા.14ના અવસાન થયુ
છે. જીયારતના સીપારા તા.16નાં બપોરે 1ર કલાકે સૈફી મરકજ, નાની બજાર, વાંકાનેર છે.
પોરબંદર:
પ્રજ્ઞાબેન અનિલભાઈ સાતા (ઉં.પ4) તે અનિલભાઈ (લાલા મહારાજ) ચંદ્રકાંતભાઈ સાતાના પત્ની,
પ્રજ્ઞેશભાઈ, ખ્યાતિબેન નિરવભાઈ ધરદેવના માતૃશ્રી, ઉમેશભાઈ, રેખાબેન કિરીટભાઈ જોશી
(વેરાવળ)ના ભાભી, મિતેશભાઈ સાતા, ભાવિનીબેન રાહુલભાઈ રત્નેશ્વરના કાકી, જૂનાગઢવાળા
સ્વ.કાંતિલાલ મણિશંકર જોશીના પુત્રી, અતુલભાઈ અને નિલેશભાઈના બહેનનું તા.13ના અવસાન
થયુ છે. પ્રાર્થનાસભા તા.1પનાં 4.30 થી પ.30 પોરબંદરના બિરલા હોલ ખાતે ભાઈ બહેનોની
સંયુક્ત છે. પિયર પક્ષની સાદડી સાથે છે.
જામનગર:
સિક્કા નિવાસી હાલ જામનગર ગોકલદાસ કાકુભાઈ કુંડાલીયાના પત્ની લલીતાબેન (ઉં.76) તે વિજયભાઈ,
કેતનભાઈ તથા પુજાબેનના માતુશ્રી, પ્રશાંતકુમાર ચંદારાણાના સાસુ, હર્ષદ, રાધા, અર્જુન,
દેવીના દાદી, જામનગર નિવાસી ગોવિંદભાઈ છગનભાઈ રાડીયાના મોટા બહેનનું તા.13ના અવસાન
થયુ છે. ઉઠમણુ તા.16ના સાંજે પ થી પ.30 પાબારી હોલ, તળાવની પાળ, જામનગર મોસાળ પક્ષની
સાદડી સાથે છે.
જામનગર:
વર્ષોથી પત્રકારત્વ ક્ષેત્રે સંકળાયેલા જામનગરના પત્રકાર બકુલભાઈ ભોલા (ઉ.પ8)નું ભુજ
ખાતે અવસાન થયું છે. બકુલ ભોલા છેલ્લા ત્રણ વર્ષથી ભુજમાં પત્રકાર તરીકે કામ કરી રહ્યા
હતાં. તેઓ ભુજ ખાતે ઘરે હતાં ત્યારે બેભાન થઈને એકાએક પડી ગયા હતા તેમને જી.કે.જનરલ હોસ્પિટલમાં લઈ જવાયા હતાં. એમ્બ્યુલન્સમાં
જ સિવીયર એઁટેક આવ્યો હતો. સારવાર મળે એ પહેલા જ બકુલ ભોલાનું દુ:ખદ અવસાન થયુ હતું.
આજે બપોરે જામનગરમાં ગુરૂદ્વારા ચોકડી પાસે આરટી જાડેજા સોસાયટી ખાતે તેમના નિવાસ સ્થાનેથી
અંતિમયાત્રા નિકળી હતી જેમાં પત્રકારો, સ્નેહીઓ જોડાયા હતાં.
સાવરકુંડલા:
હાજી યુસુફભાઈ હાજી અ.સતારભાઈ મામદાની તે જૂબેરભાઈની, જુનેદભાઈના પિતાનું તા.13નાં
અવસાન થયુ છે. જીયારત તા.1પના સવારે 10 થી 11 મદીના મસ્જિદ આઝાદ ચોકમાં બહેનો માટે
જીયારત મેમણ જમાતખાનામાં હિંદુ ભાઈ માટે બેસણુ તા.16ના સાંજે 4 થી 6 ગોંદરે ગોપીનાથ
પાનની બાજુમાં, સાવરકુંડલા છે.
દ્વારકા:
સ્વ.વલ્લભદાસ જમનાદાસ ભાયાણીના પત્ની દેવકુંવરબેન તે જુગલકુમાર, સુભાષભાઈ (કમલ ઈલે.),
હરેશભાઈ (ચીફ રીઝ. સુપરવાઈઝર), આશાબેન અશોકભાઈ દત્તાણી, નીલાબેન નિલેશભાઈ પંચમતીયાના
માતા, ઈલાબેન, શિલ્પાબેન, હેતલબેનના સાસુ, સ્વ.ગોકલદાસ દ્વારકાદાસ સોમૈયાના દિકરી,
અશોકભાઈ દત્તાણી, નિલેશભાઈ પંચમતીયાના સાસુ, આકાશ, હિત, જીતના દાદીનું તા.13ના અવસાન
થયુ છે. પ્રાર્થના સભા, સાસરા પક્ષની સાદડી તા.1પનાં સાંજે 4 થી 4.30 પંચવટી સોસાયટી,
નર્મદેશ્વર મહાદેવ મંદિર, જામનગર છે.
ભાવનગર:
રાજુલા નિવાસી વાળંદ બાલુભાઈ વિઠ્ઠલભાઈ વાઘેલા (જીઈબી) તે સ્વ.મોહનભાઈ, સ્વ.બાબુભાઈ
(જીઈબી)ના ભાઈ, સ્વ.મનજીભાઈ જાદવજીભાઈ રાઠોડ (જેસર)ના જમાઈ, અરવિંદભાઈ, રમેશભાઈ, દિપકભાઈ,
જયંતિભાઈ, વિપુલભાઈના કાકા, જયસુખભાઈના દાદા, શૈલેષભાઈના પિતાશ્રીનું તા.1રના અવસાન
થયુ છે. બેસણુ તા.16ના બપોરે 4 થી 6 તેમના નિવાસ સ્થાને છે.
ચોરવાડ:
સ્વ.ગિરધરલાલ મૂળજીભાઈ ધનેશાના પત્ની ચંપાબેન (ઉં.87) તે કેશોદ નિવાસી મોહનલાલ સુંદરજીભાઈ
રામાણીના પુત્રી, રાજેશભાઈ સોમૈયા, સુધાબેન સુરેશભાઈ છગના માતુશ્રીનું તા.14ના અવસાન
થયુ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. બેસણુ તા.16ના મો.નં. ફોન પર રાખેલ છે. નં.83204
80050, 94280 87966.