મુંબઈ:
વસઈ રોડ શુભેચ્છા કુમારીજી મહાસતીજીના શિષ્યા સમદર્શીજી મહાસતીજી કાળધર્મ પામ્યા
મુંબઈ:
વસઈ રોડ (પ.)ના શ્વેતામ્બર સ્થાનકવાસી જૈન સંઘમાં લીંબડી અજરામર સંપ્રદાયના આચાર્ય
ભગવંત રુપ-નવલ-રામગુરુદેવના કૃપાપાત્ર શિષ્યરત્ન ડો.પ્રકાશચંદ્રજી મ.સા.ના આજ્ઞાનુવર્તી
વડેરા સૂર્ય વિજય ગુરુણીના સુશિષ્યા તપસ્વીની વડેરા સુનંદાકુમારી મ. તથા શુભેચ્છા કુમારીજી
મહાસતીજીના શિષ્યા દિક્ષા લેનારા 84 વર્ષિય સમદર્શીજી મહાસતીજીએ અનશન વ્રત લીધુ હતું.
દૂર દૂરથી અનેક ગુરુભક્ત શ્રાવક/શ્રાવિકોઓએ ઉપવાસની આરાધના દરમિયાન દર્શનનો લાભ લીધો
હતો. અનસન વ્રત (ઉપવાસ) કરતા કરતા સમદર્શીજી મહાસતીજી 4પ દિવસે કાળધર્મ પામ્યા હતા.
તેઓની પાલખીમાં ભક્તગણો ઉમટયા હતા. જેને શ્રી સંઘે ટીમવર્ક કાર્ય કરવાની સાથે સંઘમાં
મોટી સંખ્યામાં ધનરાશી વૈયાવચ્ચમાં જમા થઈ હતી.
બોટાદ
માર્કેટીંગ યાર્ડના ચેરમેનના પિતાનું અવસાન
બોટાદ:
બોટાદ માર્કેટીંગ યાર્ડના ચેરમેન મનહરભાઈ માતરીયાના પિતાશ્રી દામજીભાઈ ઝવેરભાઈ માતરીયા
(ઉ.87)નું તા.10ના અવસાન થયું છે. તેઓનું બેસણું તા.13ને સોમવારે બપોરે 3 થી 5, ઉમિયાધામ
કડવા પટેલ સમાજની વાડી, પંજવણી વે બ્રીજ ખાતે રાખેલ છે.
અંજારના
પૂર્વ નગરપતિ સિંધવ શામજીભાઈ પાલુશેઠનું અવસાન
અંજાર:
અંજાર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, પૂર્વ કારોબારી ચેરમેન, મામૌદેવ બગથળા યાત્રાધામ,
અંજાર મહેશ્વરી સમાજના પૂર્વ પ્રમુખ, અખિલ ગુજરાત માતઈદેવ તપોભૂમિ યાત્રાધામ ટ્રસ્ટના
સ્થાપક પ્રમુખ, અંજાર મહેશ્વરી સમાજના વડીલ અગ્રણી શામજીભાઈ પાલુશેઠ સિંધવનું 73 વર્ષની
વયે ટૂંકી માંદગી બાદ અવસાન થતા સમગ્ર મહેશ્વરી સમાજ, અંજાર શહેરમાં ઘેરા શોકની લાગણી
ફેલાઈ છે.
તેમના
દ્વારા સમાજને હંમેશાં ધાર્મિક, સેવાકીય, આરોગ્ય, સામાજિક કાર્યો થતા હતા તેમાં તેઓનું
માર્ગદર્શન અને યોગ્ય સહયોગ મળતો હતો. સામાજીક ઉપરાંત રાજકીય ક્ષેત્રે પણ ખૂબ જ મહત્વનું
સ્થાન ધરાવતા હતા. સને 1983થી ભારતીય જનતા પાર્ટીમાં રહી વર્ષ 2000થી વર્ષ 2021 સુધી
એમ સતત ચાર ટર્મ સુધી તેમણે નગરસેવક તરીકે ચૂંટાઈને શહેર અંજાર નગરપાલિકાના પ્રમુખ
તરીકે, અંજાર નગરપાલિકાના કારોબારી ચેરમેન તરીકે પદભાર સંભાળ્યો હતો. તેમના અવસાનથી
શહેરે સૌમ્ય, સરળ વ્યક્તિત્વ ધરાવનાર નિષ્ઠાવાન અગ્રણી વડીલ, સારા માર્ગદર્શક ગુમાવ્યાનો
શોક અનુભવ્યો છે તેમ વિવિધ સમાજના અગ્રણીઓએ જણાવ્યું છે.
જામનગર:
એડવોકેટ પરેશભાઈ સનતકુમાર વસાવડા તે અંજનાબેનના પતિ, ડો.યાત્રિક વસાવડા, સ્વ.ડો.કૈલાસ
વસાવડા, નિશાબેનના વડીલ બંધુ, અંકિત, રાશિના પિતા, કવિતા, હર્ષના સસરા, સ્વરાના દાદાનું
અવસાન થયું છે. પ્રાર્થનાસભા સોમવારે તા.13ના સાંજે 5-30 થી 6, હાટકેશ્વર મહાદેવ મંદિર,
નરસિંહ મહેતા માર્ગ, વૈજનાથ મહાદેવ મંદિર પાસે, જામાનગર ખાતે છે.
રાજકોટ:
રામપર નિવાસી હાલ રાજકોટ સ્વ.ઈશ્વરભાઈ તુલસીદાસ મહેતાના પુત્રવધૂ જીજ્ઞાબેન હિરેનભાઈ
મહેતા (ઉ.47) તે હિરેનભાઈ મહેતાના પત્ની, ખુશી, રાશીના માતુશ્રી, શિતલબેન, રિમ્પલબેન,
ચિંતનના ભાભી, યશ્વી, રાજવી, પાર્થના મામી, અલિયાબાડા નિવાસી હાલ રાજકોટ અશોકભાઈ ગીરધરલાલ
ફોફરિયાની પુત્રી, કાજલ અને હેતાના મોટા બેનનું તા.10ના અવસાન થયુ છે. ઉઠમણુ તા.1રને
રવિવારે સવારે 10.30 કલાકે, પ્રાર્થનાસભા 11:00 કલાકે રાજકોટ વિશા શ્રીમાળી જૈન સમાજવાડી,
11-કરણપરા, કરણપરા ચોક પાસે, કેનાલ રોડ, રાજકોટ છે.
મોરબી:
કાંતાબેન મોહનલાલ ચંદારાણા (ઉ.90) (મુળ પીઠડવાળા) તે ભુપતભાઈ, કિશોરભાઈના માતૃશ્રી,
આમરણ નિવાસી સ્વ.ઠા.વશરામભાઈ રામજીભાઈ ચગના પુત્રી, પીયૂષભાઈ, જયેશભાઈના દાદીનું તા.10ના
અવસાન થયુ છે. બેસણુ તા.13ના સાંજે 4 થી પ.30 લોહાણા વિદ્યાર્થી ભવન, વસંત પ્લોટ મેઈન
રોડ,
મોરબી
છે.
પોરબંદર:
સરલાબેન પંડયા (ઉ.8ર) તે નવીનભાઈ પંડયા (જ્યોતિ ડેરી ગ્રુપ)ના પત્ની, સ્વ.મહેશભાઈ,
કિશોરભાઈ, કિરીટભાઈ, નિકુભાઈના ભાભી, ક્રિષ્ન પંડયા (કાનાભાઈ)ના માતૃશ્રી, કૈલાશબેન
ભટ્ટ, વિમળાબેન પંડયાના ભાભીનું તા.10ના અવસાન થયુ છે.
શીલ,
તા.માંગરોળ: જયાબેન રામદાસ રામકબીર (ઉ.84) તે પ્રવિણભાઈ, જગદીશભાઈ, મિનાક્ષીબેન, જયશ્રીબેન
તથા હંસાબેનના માતૃશ્રીનું તા.11ના અવસાન થયું છે. બેસણુ તા.13ના સાંજે 4 થી 6, કૃષ્ણ
ભવન, બહાર પ્લોટ, શીલ છે.
પોરબંદર:
મુંદ્રા કચ્છના ગિરનારા પરજીયા સોની કુંદનબેન તે સ્વ.પ્રફુલ્લભાઈ નારણભાઈ પોલરાના પત્ની,
છગનલાલ મોહનલાલ લોઢીયા (રાજકોટ)ના પુત્રી, કંચનબેન, મુકેશભાઈના બેન, મનીષાબેન (સુરત),
રીનાબેન (પોરબંદર)ના માતૃશ્રી, વિરેનભાઈ પાલા (સુરત), પ્રફુલ્લભાઈ પૈડા (પોરબંદર કાવેરી
જવેલર્સવાળા)ના સાસુનું તા.10ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તા.13નાં 4.30 થી પ.30
સુધી મુંદ્રા ખાતે વર્ધમાનનગરમાં આવેલ રાજગોર સમાજની વાડીમાં છે.
પોરબંદર:
હિતેનભાઈ સી. પારેખ (ઉ.48) તે ચંદ્રકાન્તભાઈ એમ. પારેખના પુત્ર, પ્રકાશભાઈના ભાઈ, આરતીબેનના
પતિ, ઓમના પિતાશ્રીનું તા.10ના અવસાન થયુ છે.
રાજકોટ:
સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મુળ ભમરીયા હાલ મુંબઈ અરવિંદભાઈ રતિલાલ મહેતા (ઉ.6પ)
તે શશિકાંતભાઈ, સ્વ.દિનેશભાઈ, ચંદ્રિકાબેન ડોલરભાઈ દવે (કુંકાવાવ મોટી)ના નાનાભાઈ,
કિંજલબેન ઝાલાના પિતાશ્રી, સ્વ.ભોગીલાલભાઈ દવે (કરીયાણા)ના જમાઈ, સ્વ.ભરતભાઈ (સુરત),
રમેશભાઈ, ચિમનભાઈ (ભમરીયા/દામનગર), ચંદુભાઈ (અમદાવાદ), મનુભાઈ, કનુભાઈ (રાજકોટ)ના ભાઈ,
નિમેષ, પૂર્વેશ, રીનલ, શ્રદ્ધાના કાકા, મૌલિ, ધ્યાનના દાદા કાકાનું તા.11ના અવસાન થયુ
છે. ટેલીફોનીક બેસણુ તા.13નાં સાંજે 4 થી 6 છે. મો.નં.98701 77991, 96999 67422,
90224 90223.
રાજકોટ:
સોની જશવંતીબેન હસમુખરાય પારેખ (રીબડાવાળા) (ઉ.79) તે સ્વ.હસમુખરાય દુર્લભજીભાઈ પારેખના
પત્ની, પ્રતિભાબેન દિપકકુમાર સ્વદાસ, રશ્મીબેન ધીરેનકુમાર આડેસરા, હીનાબેન સંજયકુમાર
આડેસરા, ઉર્વીબેન પ્રતિકકુમાર કોંઢીયાના માતુશ્રી, સ્વ.લીલાધરભાઈ લવજીભાઈ કાત્રોડીયા
(વાંકાનેર)ના દીકરીનું તા.11ના અવસાન થયું છે.