• શુક્રવાર, 17 ઑક્ટોબર, 2025

અવસાન નોંધ

ચક્ષુદાન

રાજકોટ: નીલાબેન નીખીલભાઈ પાઠકનું અવસાન થતા (આર.એન. એસ.બી.વાળા) રાજુભાઈ વોરાની પ્રેરણાથી સદ્ગતના પતિ નિખિલભાઈ, પરિવારજનોએ ચક્ષુદાનનો પ્રેરણાદાયી નિર્ણય લીધો હતો. સ્વ.નીલાબેનના ચક્ષુનું દાન વિવેકાનંદ યુથ ક્લબના માર્ગદર્શક મુકેશભાઈ દોશી, ચક્ષુદાન અભિયાન સમિતિના સંયોજક અનુપમભાઈ દોશી અને ઉપેનભાઈ મોદી દ્વારા કરવામાં આવેલ હતું. ચક્ષુદાન માટે ડો.ધર્મેશ શાહનો સહકાર મળેલ હતો. સંસ્થાનું આ 169મું ચક્ષુદાન છે.

ભાણવડ: મુળ ભાણવડ અને હાલ રાજકોટ લોહાણા વેપારી સ્વ.પ્રેમજીભાઈ લીલાધર કાટેચા (ભગત)નાં પુત્ર રાજેન્દ્રભાઈ (ઉ.68) તે પ્રફુલભાઈ, સુધીરભાઈ, વીણાબેન, નલીનીબેનનાં ભાઈ તેમજ વીરાબેન, અમીબેનનાં પિતાનું તા.7ના રાજકોટ ખાતે અવસાન થયું છે, ઉઠમણુ, પિયર પક્ષની સાદડી તા.9ના સાંજે 4 થી પ રાજકોટ દ્વારકાધીશ હાઈટ્સ (કોમ્યુનીટી હોલ), શીતલપાર્ક, 1પ0 ફૂટ રીંગ રોડ, વલ્લભાશ્રય, હવેલી પાસે છે.

ગઢડા (સ્વામીના): નિર્મળાબેન ચંદ્રકાન્તભાઈ ઠાકર (ઉં.93) તે પરિક્ષિતભાઈ ઠાકર (રીટા. ડિસ્ટ્રીક્ટ જજ, અમદાવાદ), સંજયભાઈ ઠાકર (પ્રમુખ ગઢડા કેળવણી સમાજ)ના માતૃશ્રીનું તા.પના અવસાન થયુ છે. બેસણુ- ભાવાંજલિ સભા તા.9ને ગુરૂવારે કમલમ હોલ ખાતે બપોરે 4 થી 6 રાખેલ છે.

જૂનાગઢ: ઔદિચ્ય ખરેડી સરાવાય બ્રાહ્મણ ચંદ્રકાન્તભાઈ (ઉ.83) (નિવૃત્ત જીલ્લા સહકારી બેંક) તે સ્વ.ધીરજલાલ મગનલાલ ભટ્ટ (નિવૃત્ત જ્ઞાતિ પ્રમુખ)ના પુત્ર, પરેશભાઈ, ઉર્વશીબેન સંજયકુમાર જોષી (રાજકોટ)ના પિતાશ્રી, પ્રવિણભાઈ, સ્વ.સુરેશભાઈ (જામનગર), ઉષાબેન, મહેશભાઈ, સ્વ.પ્રકાશભાઈના મોટાભાઈનું તા.8ના અવસાન થયુ છે. બેસણુ તા.9નાં સાંજે 4 થી 6 ખરડેશ્વર જ્ઞાતિની વાડી, વણઝાવડ, જૂનાગઢ છે.

બગસરા: સુખડિયા સ્વ.હરિલાલ ન્યાયચંદ રૂપડાના પત્ની શારદાબેન (ઉં.83) તે કિરીટભાઈના માતૃશ્રીનું તા.7ના અવસાન થયુ છે. બેસણુ તા.9નાં સાંજે ચાર થી છ મીણબાઈના ચોરા પાસે, નાની બજાર, બગસરા છે.

શીલ: મેખડી (ઘેડ)ના દિલીપભાઈ અંબાશંકર વ્યાસનાં મોટા બહેન રાજકોટ નિવાસી ભાનુબહેન રમણીકલાલ વ્યાસ (ઉ.વ.97) તે સ્વ.રમણીકલાલ જટાશંકર વ્યાસનાં પત્ની, સ્વ.અનિલભાઈ, શરદભાઈ, જયશ્રીબેન, ચંદનબેન, રશીલાબેન અને કૈલાસબેનના માતૃશ્રીનું તા.7ના અવસાન થયુ છે.

પોરબંદર: શાંતાબેન ચત્રભુજ ધોકાઈ (ઉ.8પ) તે પ્રતાપભાઈ, રાજુભાઈ, સ્વ.મીનાબેન ભદ્રેશકુમાર રૂપારેલ, ઉષાબેન ચંપકલાલ વડેરા, ગીતાબેન રાજેશકુમાર મોટાણીના માતાનું તા.8ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તા.9નાં 4.1પ થી 4.4પ પોરબંદર લોહાણા મહાજનના પ્રાર્થનાસભા હોલ ખાતે ભાઈ બહેનોની સંયુક્ત છે.

ગોંડલ: ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ મુળ ગોંડલ રમેશભાઇ પ્રભાશંકર પંડયા (ઉ.73) તે શાત્રી પંકજભાઇ (રાજકોટ), ધરાબેન ભાવેશકુમાર ત્રિવેદી, ભાવિકાબેન કૌશલકુમાર દવે (મોરબી)ના પિતાશ્રીનું તા.7ના અવસાન થયું છે. બેસણું તા.9ના સાંજે 4 થી 6 નાગર શેરી, હાટકેશ્વર મહાદેવ મંદિર છે.

ધારી: ધારીના નિવાસી, હાલ આફ્રિકા કેન્યા નેરોબી ઇસ્માઇલી ખોજા સેનિફભાઇ અમીરભાઇ વેલાણી (ઉ.43) તે જોયાબેન, સુજેનબેનના પિતાશ્રી, અમીરભાઇ બાલુભાઇ વેલાણીના નાના પુત્ર, જાહીરભાઇના નાનાભાઇનું તા.3ના અવસાન થયું છે. બેસણું તા.10ના સાંજે 4 થી 6 સોનબાઇ બંગલો નવી વસાહત ધારી ખાતે રાખેલ છે.

સાવરકુંડલા:ગુણવંતભાઇ જયંતીભાઇ દેસાઇ (ઉ.67) તે તુષારભાઇ, કાર્તિકભાઇના પિતાશ્રીનું તા.8ના અવસાન થયું છે. બેસણું તા.9ના બપોરે 3 થી 6 પટેલ વાડી શિવાજીનગર સાવરકુંડલા છે.

અમરેલી: બકુલભાઇ જયંતિલાલ ભુપતાણી (ઉ.66) તે કિશનભાઇ, કિંજલબેનના પિતાશ્રી, મુકેશ ભગવાનદાસ કોટેચા (પોરબંદર), વિણાબેન હસમુખરાય રાયઠઠા, ઇલાબેન ભરતભાઇ ઉનડકટના બનેવીનું અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.9ને ગુરૂવારે સાંજે 4 થી 5-30 અમરેલી છે. સસરા પક્ષની સાદડી સાથે છે.

ચલાલા: ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ અરૂણભાઇ શાંતિલાલ ભટ્ટ (ઉ.76)  તે બટુકદાદા (વૈદ)ના નાનાભાઇ, શૈલેષ (ફુલાભાઇ), હંસાબેન, રેખાબેન, લતાબેનના કાકાનું તા.7ના અવસાન થયું છે. બેસણું તા.9નાં સાંજના 4 થી 6  કસ્તુરબાપરા, ચલાલા છે.

રાજકોટ: સ્વ. ચુનીલાલ મોહનભાઇ વાઢેર (સાજડીયાળી) તે મનહરભાઇ,

 ગોપાલભાઇ (મુંબઇ), ઇશ્વરભાઇ (રાજકોટ)ના પિતાશ્રીનું તા.6ના અવસાન થયું છે. બેસણું તા.10ના સાંજે 4 થી 6 ચિત્રકૂટ ધામ મંદિર, ખોડીયાર સોસાયટી મેઇન રોડ, રાજકોટ છે.

કાલાવડ: સ્વ. ધરમશીભાઇ ડાયાભાઇ સોનછાત્રાના પુત્રવધુ, જયશ્રીબેન મનસુખભાઇ સોનછાત્રા (ગામ ધુડશીયા) તે મનસુખભાઇ ધરમશીભાઇ સોનછાત્રાના પત્ની, સ્વ. કલ્પેશભાઇ, અવનીબેન, ભૂમિબેન, ભાવિબેનના માતુશ્રી, ટંકારા નિવાસી મણીલાલ ડોસાલાલ કક્કડના પુત્રી, દેવેન્દ્રભાઇ, ધર્મેન્દ્રભાઇ કક્કડના બહેનનું તા.7ના અવસાન થયું છે. બેસણું, પિયરપક્ષની સાદડી સાથે તા.9ને સાંજે 4 થી 5 ફુલેશ્વર મહાદેવના મંદિરે ગામ ધુડશીયા છે.

ગોંડલ: મહિપતસિંહ ગંભીરસિંહ ઝાલા (ઉ.61) તે સજ્જનાબા ઝાલાના પુત્ર, જીતેન્દ્રસિંહના ભાઇ, ઘનશ્યામભાઇ, કનકસિંહ (રાજકોટ), વીરભદ્રસિંહ, શક્તિસિંહના કાકા, કિશનસિંહના પિતાશ્રીનું તા.5ના અવસાન થયું છે. બેસણું તા.9ને ગુરૂવારે સાંજે 4 થી 6 રાજપૂત સમાજવાડી યુનિટ નંબર-1, કે.વી. રોડ, ગોંડલ છે.

ચલાલા: સમીમબેન ઇસ્માઇલભાઇ તે ફિરોજભાઇ હુસેનભાઇ વણાકના પત્ની, શબ્બીરભાઇ (ચલાલા), નજમાબેન (દામનગર), તસ્નીમબેન (લીંબડી)ના માતુશ્રી, સૈફુદ્દીનભાઇ (જેતપુર), રશીદાબેન (જૂનાગઢ), રૂકશાનાબેન (ભાવનગર)ના બહેનનું તા.8ના અવસાન થયું છે. જિયારત સીયુમના સીપારા તા.10નાં બપોરે 12 કલાકે ચલાલા છે.

જેતપુર:લક્ષ્મીબેન કાછેલા (ઉ.65) તે લીલાધરભાઇ મોહનભાઇ કાછેલાના પત્ની, હિરેનભાઇના માતુશ્રીનું તા.7ના અવસાન થયું છે. બેસણું તા.9નાં સાંજે 4 થી 5 દરજી સોસાયટી, નવાગઢ,  જેતપુર રાખેલ છે.

રાજકોટ: કંચનબેન નાનાલાલ જોષી (ઉ.85) તે સ્વ. ભરતભાઇ જોષી (દેવગામ), ચુનીભાઇ જોષી (ઉંબા), છગનભાઇ જોષી (લાડુડી), નિમુબેન વજુભાઇ સાંકળીયા (જૂનાગઢ), સ્વ. શારદાબેન બિપીનભાઇ મહેતા (સુરત), હિનાબેન બટુકભાઇ મહેતા  (નેસડી), ચંદાબેન દિપકભાઇ તેરૈયા (અંકલેશ્વર), રંજનબેન શાંતિલાલ મહેતા (તાલાલા), ભાવનાબેન પરેશભાઇ પંડયા (મુંબઇ)ના માતુશ્રીનું તા.7ના અવસાન થયું છે.

જામનગર: ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ મૂળ જૂનાગઢ નિવાસી હાલ જામનગર લાભુબેન નવનીતરાય પંડયા (ઉ. 85 )તે સ્વ.નવનીતરાયના પત્ની, નિલેશભાઈ, કવિતાબેન, માધુરીબેન,  ક્રિષ્નાબેન, દામિનીબેનના માતુશ્રી,   અનિલકુમાર, મુકેશકુમાર, શૈલેષકુમાર, અભયકુમારના સાસુનું તા.8મીએ અવસાન થયું છે. બેસણું તા.9ના ગુરુવારે સાંજે 5 થી 5-30 જડેશ્વર મહાદેવ મંદિર, પટેલ કોલોની 6/3 ના ખૂણે જામનગર છે.

મોરબી: મુળ આમરણ હાલ મોરબી ઠા. વાલજીભાઇ વશરામભાઇ ચગ (ઉ.92)  (પૂર્વ લોહાણા મહાજન પ્રમુખ- મોરબી) તે વિનોદભાઇ, પ્રતાપભાઇ, ડો. અશ્વિનભાઇ, ભાવેશભાઇ ચગ, માલતીબેન કેશવલાલ ચંડીભમરના પિતાશ્રી, મેઘપર (કુંભારીયા) નિવાસી સ્વ. ધનજીભાઇ જેરામભાઇ ચંદારાણાના જમાઇનું તા.6ના અવસાન થયું છે. બેસણું, સસરા પક્ષની સાદડી: તા.9ના સાંજે 4 થી 6 લોહાણા વિદ્યાર્થી ભવન વસંત  પ્લોટ મેઇન રોડ, મોરબી છે સાથે બ્લડ ડોનેશન કેમ્પ રાખેલ છે.

રાજકોટ: જગન્નાથપ્રસાદ પંચદેવ દીક્ષિત (ઉ.વ.80) તે પવન, રાજ, ગાયત્રીના પિતા, નિમેશ મહેતાના સસરાનું તા.7ના અવસાન થયુ છે. બેસણું તા.9ને ગુરૂવારે સાંજે 4 થી 6 તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

ઇ-પેપરના નવા શુલ્ક