ચક્ષુદાન
રાજકોટ:
રમાબેન ઈશ્વરભાઈ સાપોવાડિયાનું અવસાન થતાં તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ
ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરાવેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન,
સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 756 ચક્ષુદાન થયેલ છે.
મિતિ
ઘેડ: ભુપતભાઈ લખમણભાઈ વાજા (ઉં.વ.પ3) તે શંભુભાઈ, મોહનભાઈના ભાઈ, શ્યામભાઈ, છાયાબેનના
પિતાશ્રીનું તા.7ના અવસાન
થયું
છે.
વીરપુર
જલારામ: સ્વ.બટુકલાલ બાવાભાઈ ચાંદ્રાણીના પુત્ર મનીષભાઈ (ઉં.47) (પત્રકાર) તે દિપ્તીબેન
હિરેનકુમાર કારીયા (રાજકોટ) તથા દિવ્યેશભાઈ ચાંદ્રાણીના મોટાભાઈ, જયંતીલાલ મોરારજીભાઈ
દસાણીના જમાઈનું તા.9ના અવસાન થયું છે. ઉઠમણુ તા.10ના લોહાણા મહાજનવાડી, વીરપુર ખાતે
છે.
જુનાગઢ:
કૌશિક માંગરોળિયા (ઉં.48) તે ધીરુભાઈ અરજણભાઈ માંગરોળિયાના પુત્ર, પ્રકાશભાઈ, જગદીશભઈ,
મંદાબેનના ભાઈ, હેત અને ખુશીના પિતાનું તા.9ના અવસાન થયું છે. બેસણુ તા.10ના સાંજે
4થી 6 ભૂવનેશ્વર મહાદેવ મંદિર, સરકારી ગોડાઉન પાછળ, ગાંધીગ્રામ, જૂનાગઢ છે.