સૂત્રાપાડા
કારડિયા રાજપૂત સમાજના ગોરબાપા, બ્રહ્મ સમાજના માજી પ્રમુખ કૃષ્ણકાંત આચાર્યનું અવસાન
સૂત્રાપાડા
: સૂત્રાપાડાના બ્રાહ્મણ કૃષ્ણકાંત જેઠાલાલ આચાર્ય (ઉં. 72)નું ટૂંકી બીમારી બાદ વેરાવળ
હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન થયું છે. સ્વર્ગસ્થની સ્મશાનયાત્રામાં સૂત્રાપાડાના
આગેવાનો, રાજકીય અગ્રણીઓ, વેપારીઓ, જ્ઞાતિજનો વગેરે વિશાળ સંખ્યામાં જોડાયા હતા. જેમાં
માજી કેબીનેટ મંત્રી જસાભાઈ બારડ, નગરપાલિકાના પ્રમુખ મનહરભાઈ બારડ, નગરપાલિકાના સભ્ય
કાળાભાઈ બારડ, અરશીભાઈ બારડ વગેરે લોકો વિશાળ સંખ્યામાં જોડાયા, શ્રદ્ધાંજલિ અર્પી
હતી.
રાજકોટ:
દમયંતીબેન દિનેશભાઈ પાટડિયા તે સ્વ.વલ્લભદાસ નાથાભાઈ પાટડિયાના પુત્રવધૂ, સ્વ.િદનેશભાઈ
પાટડિયાના પત્ની, વિશાલભાઈ, જાગૃતિબેન, અલકાબેનના માતુશ્રી, મનીષાબેનના સાસુ અને હેતાંશી,
યાના ના દાદી, કાંતિલાલ ગોરધનદાસ આડેસરાના પુત્રીનું તા.10ના અવસાન થયું છે. બેસણુ
તા.11ના બપોરે 4 થી પ.30 બન્ને પક્ષનું સાથે સોની સમાજની વાડી, યુનિટ નંબર-ર, ખીજડા
શેરી રાજકોટ છે.
રાજકોટ:
મનસુખભાઇ કાનજીભાઇ પાબારી (પૂર્વ કર્મચારી ટાટા કેમીકલ્સ- મીઠાપુર, હાલ રાજકોટ) તે
પિયુષભાઇ તથા અંકિતાબેન સામાણીના પિતા, જયશ્રીબેનના પતિ, વૈષ્ણવીના દાદા, રાહુલકુમાર
સામાણીના સસરા, યામિનીના નાના, સુરેશભાઇ કાનજીભાઇ પાબારીના મોટાભાઇ, સ્વ. મંગળદાસ બાલાભાઇ
રાયમગીયા (દ્વારકા)ના જમાઇનું તા.10ના અવસાન થયું છે. બેસણું, સસરા પક્ષની સાદડી તા.11નાં
સાંજે 5 થી 6 સોમેશ્વર મહાદેવ મંદિર, સોપાન હાઇટ પાસે, જલારામ ચોક, રૈયા હિલ રાજકોટ
છે.
રાજકોટ:
મુળ પોરબંદર હાલ રાજકોટ નટવરલાલ ગોહેલનું તા.10નાં અવસાન થયું છે. બેસણું તા.11ના
4 થી 6 “ૐ” વૈશાલીનગર શેરી નં. 2, એચ.એન. શુકલા
કોલેજની બાજુમા,ં રાજકોટ છે.
રાજકોટ:
મૂળ ખેરડી હાલ રાજકોટ રમાબેન રામાણી (ઉ.75)
તે સ્વ. નાગજીભાઇ બાવાભાઇ રામાણીના પત્ની,
મોહિતભાઇના માતુશ્રી, નિરૂપાબેનના સાસુ, પૂર્વનના દાદીનું તા.9ના અવસાન થયું છે. બેસણું તા.13ના સાંજે
4 થી 6 રાષ્ટ્રીય શાળા મધ્યસ્થ ખંડ, મનહર પ્લોટ ખાતે છે.
ગોંડલ:
ભરવાડ સ્વ. હિરાભાઇ ગોવિંદભાઇ બાંભવાના પત્ની મનીષાબેન (ઉ.66) તે ચેતનભાઇ તથા દિપકભાઇના માતુશ્રીનું તા.8ના અવસાન થયું છે. બેસણું
તા.11ના સાંજે 4 થી 6 સ્થળ રાધેશ્યામ વાડી,
યોગીનગર ગોંડલ છે.
રાજકોટ:
ઉપલેટા નગરપાલિકા વાળા નાથાભાઇ આણંદજીભાઇ રાઠોડ (ઉ.92)તે દિપકભાઇ, સુધીરભાઇ, શીરીષભાઇના
પિતાનું તા.9ના અવસાન થયું છે. બેસણું તા.11નાં સાંજે 4 થી 6 ચિત્રકુટ ધામ, મહાદેવ
મંદિર, ઘનશ્યામનગર મેઇન રોડ, ભગતસિંહ ગાર્ડનવાળી શેરી, યુનિ. રોડ, રાજકોટ છે.
બાબાપુર:
મેડી નિવાસી હરેશભાઇ વિઠ્ઠલભાઇ વઘાસીયા (ઉ.54)
તે સુરેશભાઇ, હરેશભાઇનાં મોટા ભાઇ, મહેન્દ્રભાઇના પિતાશ્રીનું તા.9ના અવસાન
થયું છે.
બાબાપુર:
મેડી નિવાસી પોપટભાઇ જેઠાભાઇ સખરેલીયા (ઉ.95) તે ચતુરભાઇ તથા બાબુભાઇ તથા ભરતભાઇનાં
પિતાશ્રી, દેવરાજભાઇના કાકાનું તા.9નાં અવસાન થયું છે.
કોડીનાર:
પરજીયા પટ્ટણી સોની સ્વ. અશોકભાઇ વિઠ્ઠલભાઇ કાગડદાના પત્ની અનિતાબેન (ઉ.60) તે મેહુલભાઇના
માતુશ્રી, સોનાલીબેન સાસુ, રાજકોટ નિવાસી ભોગીભાઇના
નાના ભાઇના પત્ની, કોડીનારવાળા, ભાનુબેન ચંદ્રકાંત થડેશ્વર, રાજકોટના લીલાવંતીબેન અનિલભાઇ
ઘઘડાના ભાભીનું તા.10ના અવસાન થયું છે. બેસણું તા.13નાં સાંજે 4 થી 6 કંસારા શેરી જૂની
બઝાર સોની મહાજન વાડી, કોડીનાર છે.
રાજકોટ:
કિશોરભાઇ પ્રભુદાસભાઇ મકવાણા (ઉ.74) (બેંક ઓફ ઇન્ડિયા) વાળા તે નિખિલભાઇ, પ્રશાંતભાઇના
પિતાશ્રીનું તા.10ના અવસાન થયું છે. બેસણું તા.13નાં સાંજે 4-30 થી 6 શ્રીરામેશ્વર
મહાદેવ મંદિર, રામેશ્વર ચોક, શ્રીજીનગર, એરોડ્રામ રોડ, રાજકોટ છે. મો.નં. 99791
05228/ 96878 72878.
રાજકોટ:
રંજનબેન તે અનિલકુમાર નેણશીભાઇ બુધ્ધદેવના પત્ની, ભરતભાઇ (એડવોકેટ), શૈલેષભાઇના કાકી,
જિજ્ઞાશાબેન ચેતનકુમાર ગણાત્રા, આરતીબેન અલ્પેશકુમાર કાથરાણીના માતુશ્રી, ચેતનકુમાર,
અલ્પેશકુમારના સાસુ, સ્વ. ભવાનભાઇ દામજીભાઇ પુજારા (આમરણ)ના પુત્રીનું તા.10ના અવસાન
થયું છે. ઉઠમણું, પિયર પક્ષની સાદડી તા.11નાં સાંજે 5 કલાકે પંચનાથ મહાદેવ મંદિર, લીમડા
ચોક, રાજકોટ છે.
પોરબંદર:
મહેશભાઇ રામનારાયણ વોરા (ઉ.64) તે એડવોકેટ પિયુષભાઇ, આશિષભાઇના પિતાશ્રી, અસ્મિતાબેનના
પતિ, આધ્યા, શૌર્યના દાદા, જીતેશભાઇ (વાપી) ભદ્રેશભાઇ, ભાવેશભાઇ (જામનગર)ના મોટાભાઇનું
તા.10ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.11ના સાંજે 5-30 થી 6 તેમના નિવાસ સ્થાન કડિયા
પ્લોટ શેરી નંબર-7 ખાતે છે.
વિરપુર
(જલારામ): વિરપુર રાજ પરિવારના સ્વ. રાજેન્દ્રસિંહ જોરાવરસિંહજી જાડેજાના પત્ની, ધીરજબા
તે મહેન્દ્રસિંહ (ડો. ભરતભાઇ), યાદવેન્દ્રભાઇના
માતુશ્રી, ડો. રોહનસિંહ, પાર્થરાજસિંહના દાદીનું તા.10ના અવસાન થયું છે. બેસણું તા.13ના
બપોરે 3 થી 6 લોહાણા મહાજન વાડી, એસટી સ્ટેન્ડ રોડ, વિરપુર (જલારામ) છે.