સુપ્રીમ
કોર્ટમાં સોગંદનામું રજૂ કરતાં ઈડી દ્વારા તપાસ સીબીઆઈને સોંપવા માંગ
નવી
દિલ્હી, તા. 18 : પશ્ચિમ બંગાળમાં ચૂંટણીથી પહેલાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)એ
સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કરતાં મમતા સરકાર પર ગંભીર આરોપ મૂક્યા છે.
ઈડીએ
દાવો કર્યો હતો કે, આઈપેક દરોડા પછી તપાસમાં અવરોધ સર્જવા માટે પ્રભાવ, સત્તા અને ઝેડપ્લસ
સુરક્ષાનો દુરુપયોગ કરાયો હતો.
એજન્સીએ
નિષ્પક્ષ તપાસ માટે આ મામલો સીબીઆઈને સોંપવાની માંગ પણ સોગંદનામાં મારફતે કરી હતી.
ઈડીએ આરોપ મૂક્યો હતો કે, આઈપેકની ઓફિસમાં કોમ્પ્યુટર ડેટાનું બેકઅપ લેતાં રોકાયા હતા,
તો સીસીટીવી સ્ટોરેજનાં ડિવાઈસ હટાવી દેવાયાં હતાં. તપાસથી પહેલાં રેકર્ડસ સાથે ચેડાં
કરાયાં હતાં.
એજન્સીએ
કહ્યું હતું કે, આ માત્ર વહીવટી ચૂક નથી, પરંતુ યોજનાબદ્ધ રીતે પુરાવાઓને નષ્ટ કરવાની
કોશિશ કરાઈ છે. આવાં કૃત્ય કાયદાની નજરે ગંભીર અપરાધની શ્રેણીમાં આવે છે. મમતા સરકારે
તપાસ એજન્સીઓ અને સાક્ષીઓ પર દબાણ વધાર્યું હતું, તેવું ઈડીએ જણાવ્યું હતું.