કેમેરાવાળાં
ચશ્માં પહેર્યા’તા : રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત ગુનો નોંધવા તજવીજ
પેરિસ,
તા. 18 : ફ્રાંસના રાષ્ટ્રપતિ ભારતની યાત્રાએ આવ્યા તે પહેલાં જ ભારતે રાફેલ યુદ્ધવિમાનને
સ્વદેશમાં બનાવવાનું એલાન કર્યું હતું. તે વચ્ચે ફ્રાંસમાં આ વિમાન બનાવવાના પ્લાન્ટમાં
એક કર્મચારી નિયમ વિરુદ્ધ પોતાના ચશ્માંમાં કેમેરા લગાવીને કામ કરતો ઝડપાયો હતો. આરોપી
વિરુદ્ધ રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત ગુનો નોંધવા સહિતની તજવીજ હાથ ધરાઈ છે.
એક
મીડિયા હેવાલ મુજબ, રાફેલ બનાવતી કંપની દસોલ્ટના પ્લાન્ટમાં કેમેરાવાળાં ચશ્માં પહેરીને
કામ કરતા કર્મચારીને ઝડપી પડાયા બાદ અતિસંવેદનશીલ મનાતી આ ઘટના અંગે ફ્રાંસની પોલીસને
સોંપવામાં આવ્યો હતો. નિયમ ભંગ કરનારા આ કર્મચારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ
ધરાશે. આ ઘટના એવા સમયે સર્જાઈ છે, જ્યારે ભારતના સંરક્ષણ મંત્રાલયે 114 રાફેલ વિમાન
બનાવવા માટે મંજૂરી આપી હતી.
નોંધનીય
છે કે, ભારત અને ફ્રાંસ ઉપરાંત યુએઈ, ઈજિપ્ત જેવા દેશ પણ રાફેલ જેટ ધરાવે છે. હાલમાં
જ ઈન્ડોનેશિયાએ પણ રાફેલ ખરીદવા ફ્રાંસ સાથે એક મોટો સોદો કર્યો હતો.