• ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2026

પ્રતિકા રાવલ ઓસિ. વિરુદ્ધની વન ડે શ્રેણીની ભારતીય ટીમમાં સામેલ


નવી દિલ્હી, તા.18: ઓપનર પ્રતિકા રાવલ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની 3 મેચની વન ડે સિરીઝની ભારતીય મહિલા ટીમમાં 16મી ખેલાડી તરીકે સામેલ થઇ છે. હાલ ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ વચ્ચેની ટી-20 શ્રેણી ચાલી રહી છે. પ્રતિકા રાવલ 26 ઓક્ટોબરે વન ડે વિશ્વ કપના સેમિ ફાઇનલ અગાઉ ઇજાગ્રસ્ત થઇ હતી. આ પછીથી તે મેદાનથી દૂર છે. તેણીનો ઓસ્ટ્રેલિયા મહિલા ટીમ સામેના એકમાત્ર ટેસ્ટની ટીમમાં સમાવેશ કરાયો છે. પ્રતિકા હવે ઇજામાંથી સંપૂર્ણ બહાર આવી ચૂકી છે. તેને બીસીસીઆઇ તરફથી ફિટનેસ સર્ટીફિકેટ મળી ગયું છે. વન ડે વર્લ્ડ કપમાં પ્રતિકા શાનદાર ફોર્મમાં હતી અને એક સદી પણ કરી હતી. તેણીના નામે 23 વન ડે ઇનિંગમાં 1110 રન છે. જેમાં બે સદી અને સાત અર્ધસદી છે.

ઇ-પેપરના નવા શુલ્ક