• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

avshan nodh

ચક્ષુદાન

રાજકોટ: હસમુખભાઈ મૂળજીભાઈ ખારાનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરાવેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 809 ચક્ષુદાન થયેલ છે.

માણાવદર: ભારતીબેન વિનોદભાઈ જોષી (ફંગડા) માણાવદર, તે સ્વ.વિનોદભાઈ નાનાલાલ જોશીના પત્ની, વિજયભાઈ જોષી (નગરપાલીકા સભ્ય), પરેશભાઈ જોષી (ઓ.એસ.નગરપાલીકા, માણાવદર) અને જયભાઈ જોષી (સરકારી વકીલ)ના માતાનું તા.11ના અવસાન થયુ છે. પ્રાર્થના સભા તા.14ના 4 થી 6 સાદડી સાથે રાખેલ છે, આહીર સમાજની વાડી, ગાયત્રી મંદિર પાછળ, બ્રહ્મ સમાજ પાસે, માણાવદર છે.

જામનગર: હાલારી ભાનુશાળી ચંદ્રકાંતભાઈ શાંતિભાઈ ગંઢા (ચંદુભાઈ)નું તા.1રના અવસાન થયું છે. ઉઠમણુ તા.13ના બપોરે 4.30 થી પ બહેનો માટે તેમજ પ.30 થી 6 ભાઈઓ માટે હાલારી ભાનુશાળી જ્ઞાતિની વાડી, હવાઈ ચોક, ભાનુશાળી રોડ,

જામનગર છે.

જૂનાગઢ:ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ તે મનિષભાઈના લઘુબંધુનું તા.1રના અવસાન થયુ છે. બેસણુ તા.14ના સાંજે 4 થી પ રામેશ્વર મહાદેવ મંદિર, ગીરીરાજ સોસાયટી, બસ સ્ટેન્ડ પાસે, જૂનાગઢ છે.

રાજકોટ: દશા સોરઠીયા વણીક જલગાવ નિવાસી હાલ રાજકોટ ધર્મેશભાઈ વિનોદરાય શેઠ (ઉ.પર) તે વિનોદરાય ભીમજીભાઈનાં પુત્ર, ભાવેશભાઈ, હેતલબેન પ્રવિણભાઈ મુંજીયાસરાના ભાઈ, ભાવનાબેનના પતિ, પ્રાચી અને જેમીસનાં પિતા, અશ્વિનભાઈ તથા મનીષભાઈ જનાણીના બનેવીનું તા.1રના અવસાન થયુ છે. બેસણુ તા.14ના સાંજે 4 થી 6 તેમના નિવાસ સ્થાને છે.

જૂનાગઢ: સાવરકુંડલા નિવાસી હાલ જૂનાગઢ અશોકભાઈ જોબનપુત્રા (ઉ.70) તે સ્વ.છોટાલાલ વિઠ્ઠલદાસ જોબનપુત્રાના પુત્ર, અશ્વિનભાઈ, સરોજબેન, દીપકભાઈ, બકુલભાઈના મોટાભાઈ, સ્વ.ભીખાલાલ માધવજીભાઈ ઉનડકટ (જુનાગઢ)ના જમાઈ, જયશ્રીબેનના પતિ, કાજલબેન, હિરલબેન, ધાર્મિકભાઈના પિતા, રિદ્ધિબેનના સસરા, શ્રીજાના દાદાનું તા.1રના અવસાન થયુ છે. ઉઠમણુ તા.13ના સાંજે 4 થી પ સુધી રામેશ્વર મહાદેવ મંદિર, ગીરીરાજ સોસાયટી, જુનાગઢ સસરા પક્ષની સાદડી સાથે છે.

મોરબી: જયંતિલાલ માણેક (ઉ.86) તે સ્વ.ગંગારામ મોતીભાઈ માણેકના પુત્ર તથા સ્વ.નટવરલાલ તથા કિશોરભાઈના મોટાભાઈ, બીપીનભાઈ, જયશ્રીબેન પ્રવિણકુમાર કાનાબાર, મીતાબેન ચંદ્રેશકુમાર રાચ્છના પિતા, જૈમીનના દાદા, સ્વ.માધવજી હીરજી સેજપાલના મોટા જમાઈનું તા.11ના અવસાન થયું છે. બેસણુ તા.13નાં સાંજે પ થી 6 જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી શ્વસુર પક્ષની સાદડી સાથે છે.

પોરબંદર: વસુબેન હિંમતલાલ ગોહિલ (ઉ.98) તે ડો.અશોકભાઈ એચ. ગોહિલના માતા, રમાબેનના સાસુનું તા.1રના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.13નાં 4 થી પ જુની કોર્ટ સામે આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે છે.

લીલાખા: (ભાદરડેમ): પ્રવિણભાઇ સુવાગીયા (ઉ.પ9) તે રવજીભાઈ જેઠાભાઈ સુવાગીયાના પુત્ર, ચંદ્રિકાબેનના પતિ, લીલાખા હાઈસ્કુલ નારાયણ કેળવણી મંડળના ટ્રસ્ટી કુલદિપભાઈ અને દર્શનાબેન પાર્થભાઈ (રાજકોટ)ના પિતા, સ્વ.ગાંડુભાઈ કરસનભાઈ (વડોદરા), છગનભાઈ, નરસીભાઈ, ધીરજભાઈ જેઠાભાઈ સુવાગીયાના ભત્રીજા, અશ્વીનભાઈ, રમેશભાઈ (રાજકોટ), અશોકભાઈ (ધોરાજી), ડો.તુષારભાઈ (વડોદરા), નિલેશભાઈ (પુના), હરેશભાઈ (અંકલેશ્વર), જીજ્ઞેશભાઈ (વડોદરા), લલીતભાઈ (અંકલેશ્વર), જીતેષભાઈ (રાજકોટ)ના ભાઈનું તા.11ના અવસાન થયું છે. બેસણુ તા.13ના સવારે 9 થી 1 સ્વામીનારાયણ મંદિર, લીલાખા રાખેલ છે.

રાજકોટ: ગોંડલવાળા હાલ રાજકોટ કારડીયા રાજપુત સ્વ.રવિસિંહ ડાયાભાઈ સોલંકી (ઉ.81) (બટુકભાઈ ચા વાળા) તે કાંતાબેન સોલંકી અને અતુલભાઈના પિતા, કુલદિપના દાદાનું તા.9ના અવસાન થયુ છે. બેસણુ તા.13ના સાંજે 4 થી 6 ગાયત્રીનગર, ર/9 ભીમનાથ મહાદેવ મંદિરે છે.

રાજકોટ: નીલાબેન વાલંભીયા જાંબુડાવાળા, હાલ રાજકોટ તે અનિલભાઈ અમૃતલાલભાઈ વાલંભીયાના પત્ની, સ્વ.જયદેવભાઈ, સ્વ.મહેન્દ્રભાઈના નાનાભાઈના પત્ની, નિકિતાબેન સુનિલભાઈ નગેવાડીયાના માતા, ધ્રાંગધ્રા નિવાસી સ્વ.હરગોવિંદભાઈ બાલચંદ્રભાઈ દુદકીયા (ગજ્જર)ના દીકરી, દિવ્યાબેન નિલેશભાઈ સચાણીયાના નાના બહેન, સ્વ.જીજ્ઞાબેન નરેન્દ્રભાઈ ધ્રાંગધરીયા અને જીજ્ઞેશભાઈ હરગોવિંદભાઈ દુદકીયા (ગજ્જર)ના મોટા બહેનનું તા.10ના અવસાન થયું છે. બેસણુ તા.14નાં સાંજે 4.30 થી પ.30 રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ, 7/10 ભક્તિનગર સ્ટેશન પ્લોટ, રાજકોટ છે.

રાજકોટ: તરુણભાઈ રજનીકાંતભાઈ સ્વાદિયા (ઉં.68) તે સ્વ.કિરણભાઈ, સ્વ.પ્રકાશભાઈ, હર્ષિદાબેન, ચંદ્રિકાબેન, ગીતાબેન, વર્ષાબેન, સ્વ.હીનાબેનના ભાઈ, સંધ્યાબેન કે.સ્વાદિયાના દેર, જ્યોતિ જય ગોસ્વામી, ભક્તિ હેમાંગ પટ્ટણી, જલ્પા વિભોર ધોળકિયાના કાકાનું તા.12ના અવસાન થયું છે. લૌકિક વ્યવહાર બંધ છે.

વાંકાનેર: નીરવ હરેશભાઈ ભટ્ટનું અવસાન થયું છે. ઉઠમણું, બેસણું તા.13ના સાંજે 4થી 6, ગાયત્રી મંદિર, વાંકાનેર છે.

ઇ-પેપરના નવા શુલ્ક