મોદી
સરકારના મંત્રીના પ્રહાર : કોંગ્રેસ નેતા ભારત વિરોધી તાકાતો સાથે જોડાયેલા રહે છે
નવી
દિલ્હી, તા. 18 : દેશના સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ બુધવારે ખતરનાક પ્રહાર
કરતાં કહ્યું હતું કે, રાહુલ ગાંધી દેશની સુરક્ષા માટે સૌથી મોટાં ખતરા સમાન બની ગયા
છે.
ભારત
વિરોધી તાકાતો સાથે જોડાયેલા કોંગ્રેસ નેતા નકસલવાદીઓ, ઉગ્રવાદીઓ અને જોર્જ સોરોસ જેવા
નેતાઓને મળે છે, તેવું તેમણે ઉમેર્યું હતું.
રિજિજુએ
જણાવ્યું હતું કે, સંસદમાં રાહુલનું વર્તન બાલિશ અને બેજવાબદાર છે. આવા વિપક્ષી નેતા
ઇતિહાસમાં નથી જોયા. સંસદની બહાર જઇને લોકોને દેશદ્રોહી કહેવા, અપ્રગટ પુસ્તક લહેરાવવું.
આ બધાં બાળક જેવાં વર્તન છે.
મોદી
સરકારના મંત્રીએ કહ્યું હતું કે, કોંગ્રેસનું કામ માત્ર સંસદમાં હંગામો કરવાનું છે.
કોંગ્રેસ કહે છે કે, બોલવા નથી દેતા, પરંતુ રાહુલ આવે એટલે તરત હંગામો, બેનર, નારેબાજી
શરૂ થઇ જાય છે. રાહુલ કોઇ જાતના આધાર -પુરાવા વગર વડાપ્રધાન મોદી પર આરોપો મૂકયે રાખે
છે, તેવું રિજિજુએ જણાવ્યું હતું.