• ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2026

યુવરાજ સિંઘની કહાની પરદા પર સાકાર કરવા સિદ્ધાંત ચતુર્વેદી બેતાબ

મુંબઈ, તા.18: એક્ટર સિદ્ધાંત ચતુર્વેદી હાલ તેની આગામી ફિલ્મ ‘દો દીવાને સહર મેં’ને લઈને ચર્ચામાં છે. જે 20 ફેબ્રુઆરીએ રીલિઝ થવાની છે. આ ફિલ્મમાં તેની હીરોઇન મૃણાલ ઠાકુર છે. આ ફિલ્મના પ્રમોશન વખતે સિદ્ધાંત ચતુર્વેદીએ જણાવ્યું કે તેનું સપનું ચેમ્પિયન ક્રિકેટર યુવરાજ સિંઘની બાયોપિકમાં કામ કરવાનું છે. સિદ્ધાંત ટીમ ઇન્ડિયાના પૂર્વ વર્લ્ડ કપ વિજેતા ખેલાડી યુવરાજ સિંઘનું પાત્ર ભજવવા માગે છે. સિદ્ધાંતે કહ્યંy, હું યુવરાજનો ચાહક છું. તેની જિંદગી ઘણી પ્રેરણા આપે છે. તેની બાયોપિક ફિલ્મ કમાલની બની રહેશે. તેની લાઇફ રોલરકોસ્ટર જેવી રહી છે. તે એક આઇકોન પ્લેયર છે અને તેની કહાની દુનિયા જાણે તે જરૂરી છે. સિદ્ધાંત ચતુર્વેદીએ બોલિવૂડમાં 10 વર્ષ પૂરા કર્યા છે અને હવે તે યુવરાજ સિંઘની બાયોપિક ફિલ્મ તરફ આગળ વધી રહ્યો છે. તે કહે છે યુવીનો પિતા સાથે ટકરાવ, કેન્સર સામે જંગ પરાદ પર અદ્ભુત ચિત્રાંકન બની રહેશે.

ઇ-પેપરના નવા શુલ્ક