• રવિવાર, 21 જૂન, 2026

16 દવા ઉપર તાત્કાલિક અસરથી પ્રતિબંધ

નવીદિલ્હી, તા.20 : કેન્દ્ર સરકારે દર્દીઓની સુરક્ષાને ધ્યાને રાખીને 16 ફિક્સડ ડોઝ કોમ્બિનેશન(એફડીસી) દવાઓનાં ઉત્પાદન અને વેચાણ ઉપર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.  આ દવાઓમાં એન્ટીબાયોટિક, પેટમાં દુખાવાની દવા, ડાયાબિટીસની દવા અને કેટલીક કોસ્મેટિક અને ત્વચા સંબંધિત ઉત્પાદનો પણ સામેલ છે. ડ્રગ્સ ટેકનિલક એડ્વાઇઝરી બોર્ડ(ડીટીએબી) અને તેની ઉપસમિતિની સમીક્ષામાં જોવા મળ્યું હતું કે, આ દવાઓનાં સંયોજનોનો કોઈ નક્કર ચિકિત્સકીય આધાર નથી. આ ઉપરાંત તેનાં ફાયદા પુરવાર કરતાં પૂરતા વૈજ્ઞાનિક પ્રમાણ પણ ઉપલબ્ધ નથી. આ દવાઓની તપાસ પ્રક્રિયા 2021માં શરૂ કરવામાં આવી હતી અને પછી તેનાં આધારે પ્રતિબંધની ભલામણ થઈ હતી.

ઇ-પેપરના નવા શુલ્ક