સ્વીડન સામે નેધરલેન્ડનો 5-1થી અને ટયૂનિશીયા વિરૂધ્ધ જાપાનનો 4-0થી શાનદાર વિજય
કુરાકાઓ
અને ઇક્વાડોરનો મેચ ગોલરહિત ડ્રો
ટોરન્ટો/હ્યૂસ્ટન
તા.21: ફીફા વર્લ્ડ કપના 10મા દિવસે પૂર્વ ચેમ્પિયન ટીમ જર્મની રસાકસી પછી આઇવરી કોસ્ટ
વિરૂધ્ધ 2-1 ગોલથી નિર્ણાયક જીત મેળવી નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશી છે. જયારે જાપાને ટયૂનિશિયા
સામે 4-0 ગોલથી વિજય હાંસલ કરી નોકઆઉટની આશા જીવંત રાખી છે. નેધરલેન્ડ ટીમ નોકઆઉટ તરફ
આગળ વધી છે. તેનો સ્વીડન સામે પ-1 ગોલથી જોરદાર વિજય થયો હતો.ઁ કુરાકાઓએ ફીફા વર્લ્ડ
કપમાં પહેલીવાર પોઇન્ટ મેળવ્યો છે. તેનો ઇકવાડોર સામેનો મેચ 0-0થી ડ્રો રહ્યો હતો.
આથી બન્ને ટીમને 1-1 અંક મળ્યા હતા.
ગ્રુપ
ઇના મેચમાં આઇવરી કોસ્ટ સામે શાનદાર વાપસી
કરીને જર્મનીએ 2-1થી જીત મેળવી હતી. આથી રાઉન્ડ-32માં તેની જગ્યા નિશ્ચિત બની છે. મેચની
30મી મિનિટે ફ્રેંક કેસીના ગોલથી આઇવરી કોસ્ટ આગળ થયું હતું. બીજા હાફમાં સબસ્ટિટયૂટ
ખેલાડી ડેનિજ ઉન્દાવે 68 અને 94મી મિનિટે ગોલ કરી જર્મનીને 2-1થી વિજય અપાવ્યો હતો.
નેધરલેન્ડનો
ગ્રુપ એફના મેચમાં સ્વીડન સામે પ-1થી શાનદાર વિજય થયો હતો. ડચ ટીમ તરફથી બ્રાયન બ્રોબી
અને કોડી ગૈકપોએ બે-બે ગોલ કર્યાં હતા. સ્વીડન સામેની જીતથી નેધરલેન્ડની નોકઆઉટ રાઉન્ડની
દાવેદારી મજબૂત બની છે.
ગ્રુપ
ઈનો ઇકવાડોર અને પહેલીવાર વર્લ્ડ કપ રમી રહેલ અજાણ્યા દેશ કુરાસાઓનો મેચ રસાકસી પછી
ગોલરહિત ડ્રો રહ્યો હતો. બન્ને ટીમ પાસે બે-બે મેચ પછી 1-1 અંક છે અને પોઇન્ટ ટેબલ
પર તેમના ગ્રુપ ત્રીજા-ચોથા સ્થાને છે.
જાપાને
આક્રમક રમતનું પ્રદર્શન કરીને ટયૂનિશીયા સામે 4-0 ગોલથી ધમાકેદાર જીત મેળવી હતી. જાપાન
તરફથી અયાસે ઉએદાએ 31 અને 83મી મિનિટે બે ગોલ કર્યાં હતા. ગ્રુપ એફમાં નેધરલેન્ડ પછી
જાપાન બીજા નંબર પર છે. આ બન્ને ટીમ પાસે નોકઆઉટ પ્રવેશની તક છે.