• ગુરુવાર, 18 જૂન, 2026

avshan nodh

કોડિનાર શહેર બ્રહ્મ સમાજના પ્રમુખના માતુશ્રીનું અવસાન

કોડિનાર, તા.17: મૂળ છારા હાલ કોડીનાર છારિયા ઉનેવાળ બ્રાહ્મણ નિર્મળાબેન ભાનુશંકર જાની (ઉં.99) તે અરવિંદભાઈ, ચંપકભાઈ, બિપીનભાઈ જાની (પ્રમુખ કોડીનાર શહેર બ્રહ્મ સમાજ, મેનેજર, નાગરિક બેંક), ભદ્રાબેન હર્ષદરાય શુકલ (ધારી), ઉમાબેન મનોજકુમાર જોષી (કડવાસણ)ના માતાનું તા.17ના અવસાન થયું છે. અંતિમ યાત્રા તા.18ને ગુરુવારે સવારે 8:30 કલાકે તેમના નિવાસ સ્થાન રવી કોમ્પલેક્સ કોડિનારથી નીકળશે. ઉઠમણું સાંજે 5 કલાકે જંગલેશ્વર મંદિર કોડિનાર તેમજ બેસણુ તા.19ને શુક્રવારે સાંજે 4થી 6:30 કલાકે બ્રહ્મપુરી કોડિનાર ખાતે છે.

 

તળાજા જૈન પરિવારમાંથી પ્રથમ ચક્ષુદાન

તળાજા: તળાજાના જૈન સદગૃહસ્થ દેવાંગભાઈ રજનીકાંતભાઈ શાહના માતા મીનાબેનનું અવસાન થતા આ પરિવાર દ્વારા ચક્ષુદાન કરવાનો ત્વરિત નિર્ણય લઈ ચક્ષુદાન સ્વીકારતી સંસ્થાના ડો.હરેશભાઈ વાઘેલાનો સંપર્ક કરી રેડક્રોસ સોસાયટી મારફત ચક્ષુઓ દાન કરાયું હતું. જૈન સમાજ દ્વારા આ પ્રથમ ચક્ષુદાન છે.

ચક્ષુદાન

રાજકોટ: બિપીનભાઇ ભીખુભાઇ નકુમનું અવસાન થતાં તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ અંગદાન, ત્વચાદાન, ચક્ષુદાન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 870મું ચક્ષુદાન થયેલ છે.

સાવરકુંડલા: વીરા જીજ્ઞેશભાઈ સૂચક (ઉ.8) તે દિલીપભાઈ પાનાચંદભાઈ સૂચકની પૌત્રી, અલ્પેશભાઈ દિલીપભાઈ સૂચકની ભત્રીજી, જીજ્ઞેશભાઈ સૂચકની દિકરીનું તા.16 ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તા.18 નાં બપોરે પ થી 6:30 લોહાણા મહાજનવાડી, સાવરકુંડલા છે.

સાવરકુંડલા: નયનાબેન હસમુખરાય વજાણી (ઉ.64) તે દીનેશભાઈ અને અજયભાઈ, સુજલભાઈના બેનનું તા.13 ના પરવાળા મુકામે અવસાન થયું છે. સાદડી તા.18 નાં બપોરે પ થી 6 મંગલમ સોસાયટી, જેસર રોડ, હવેલીવાળી શેરી, સાવરકુંડલા છે.

સાવરકુંડલા: ગિરીશભાઈ બચુભાઈ ડોડીયા (ઉ.65) તે સ્વ.દિલીપભાઈના ભાઈ, કૃણાલ (કાનો)ના પિતાનું તા.14 ના અવસાન થયુ છે. બેસણુ તા.18 ના બપોરે 4 થી 6 મારૂતિનગર, અમરેલી રોડ, સાવરકુંડલા છે.

ગોંડલ: જશવંતિબેન મણીલાલ રાજપરા (ખરેડી) તે મણીલાલ કલ્યાણજી રાજપરાના પત્ની, રસિકભાઈ તથા પ્રફુલભાઈ (ગિરિરાજ જ્વેલર્સ), જયશ્રીબેન કૈલાશકુમાર લાઠીગરા, ચારૂલતાબેનનાં માતા, મિલાપ, ગૌરવ, વત્સલનાં દાદીનું તા.17 ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તા.18 નાં સાંજે 4 થી 6, લોહાણા વિદ્યાર્થી ભવન, ભોજરાજપરા-ર4, ગેંડલ છે.

રાજકોટ: વસંતબેન નગીનદાસ વાગડિયા (ઉ.8ર) તે નગીનદાસ મણીલાલ વાગડિયાના પત્ની, કિરીટભાઈ, ચંદ્રેશભાઈ, અતુલભાઈના માતાનું તા.17 ના અવસાન થયુ છે. બન્ને પક્ષનું બેસણુ તા.18 નાં બપોરે 3 થી પ ખીજડીયાવાડી, યુનીટ નં.1, રાજકોટ છે.

રાજકોટ: ઝાલાવાડી સઈ સુથાર દરજી જ્ઞાતિના અરવિંદભાઈ જગજીવનભાઈ સોલંકીના પુત્ર હર્ષિતભાઈનાં પુત્ર, યશભાઈના પત્નિ, હેમેન્દ્રાબેન (ઉં.રર) નું તા.16 ના અવસાન થયુ છે. બેસણુ તા.18 નાં સાંજે 4 થી 6 રામેશ્વર મહાદેવનું મંદિર, જ્ઞાનજીવન સોસાયટી, શેરી નં.ર ના ખુણે, રૈયારોડ, રાજકોટ છે.

રાજકોટ: કમળાબેન રતિલાલ જસાણી તે સ્વ.જસાણી રતિલાલ વાલજીના પત્ની, સ્વ.જસાણી હરિલાલના ભાભી, જસાણી હિતેશના માતા, જસાણી મહેશભાઈના ભાભુનું તા.13 ના અવસાન થયુ છે. ઉઠમણુ તા18 ના નંદીપાર્ક મેઈન રોડ, પુષ્કરધામ પાસે, રામજી મંદિરમાં છે.

તાલાલા ગિર: જામનગર નિવાસી નાથાળિયા ઉનેવાળ બ્રાહ્મણ જગદીશભાઈ હરિલાલ દવે (ઉ.73) તે નિધીશભાઈ, ભાર્ગવભાઈના પિતા, લાલજીભાઈ, સ્વ.ભગવતીભાઈ, રસિકભાઈ, અજેન્દ્રભાઈના ભાઈ, સ્વ.જેન્તીલાલ જીવનલાલ મહેતાના જમાઈ, હિતેશભાઈ મહેતા, અશ્વિનભાઈ મહેતા, બિમલભાઈના બનેવીનું અવસાન થયુ છે. બેસણુ, શ્વસુર પક્ષનું બેસણુ તા.18 નાં 4 થી 6 સુધી નાથળિયા ઉનેવાળ બ્રહ્મસમાજ વાડી, ગાંધીગ્રામ, જૂનાગઢ છે.

વેરાવળ: દિનેશભાઈ વૈષ્ણવના બેન ઉષાબેનનું તા.16 ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તા.18 નાં સાંજે પ થી 6 બિલેશ્વર મંદિર, ડાભોર રોડ, વેરાવળ છે.

ગાંધીનગર: અતુલકુમાર પ્રવિણચંદ્ર ઠકરાર (ઉ.54) તે જુલીબેનના પતિ, દીપના પિતા, અનિલભાઈ, સ્મિતાબેન, જીજ્ઞાબેન સંજયકુમાર ઠાકરના નાનાભાઈ, હેતા, હર્ષિલના મામા, નરેન્દ્રભાઈ જી. કોટક (વલસાડ)ના જમાઈનું અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તા.20 ના 4 થી 6 નિવાસ સ્થાન છે. શ્વસુર પક્ષની સાદડી સાથે છે. ટેલીફોનીક બેસણુ 3 થી 4 છે.

રાજકોટ: મૂળ જૂનાગઢ હાલ ભરૂચ સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ નરેશભાઈ વલ્લભજીભાઈ વ્યાસ (ઉ.75) તે વિનોદભાઈ વલ્લભજીભાઈ વ્યાસના નાનાભાઈ, હેમાલી હિરેનકુમાર મહેતા, રેણુકા હિતેશકુમાર જોશી, બિંદિયા રાજીવકુમાર પાઠક, તૃપ્તિ અંકિતકુમાર જોશી, દીપા ગૌરવકુમાર દવેના પિતાનું તા.16 ના અવસાન થયુ છે. બેસણુ તા.18 નાં સાંજે 4 થી 6, હિતેશ ભરતભાઈ જોશી, સી/1 સનવિલા ટેનામેન્ટ, દહેજ બાયપાસ રોડ, રિલાયન્સ ટાઉનશીપની બાજુમાં, ભરૂચ છે. મો.નં. 97250 56240, 97734 65700 છે.

પોરબંદર: સવિતાબેન રસિકલાલ બારાઇ (ઉ.75) તે સ્વ. કુરજીભાઇ ગોકાણીના પુત્રી, સ્વ. રસિકલાલ હરિદાસ બારાઇના પત્ની, અશોકભાઇ, ચાંદની સંજય ખગ્રામ, સ્વ. વર્ષાબેન રૂપારેલ, રીટાબેન હર્ષદકુમાર કાછેલા (સુરત વાળા)ના માતા અને બંસી માલવ ઠકરારના દાદીનું તા.17ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.18નાં સાંજે 5 થી 5-30 પોરબંદરની લોહાણા મહાજન વાડીના પ્રાર્થના સભા હોલ ખાતે છે.

જામનગર: હડીયાણા ચોવીસી હાલ જામનગર સ્વ. મહેશચંદ્ર દોલતશંકર દવેના પત્ની પરીમલાબેન (ઉ.82) તે યજ્ઞેશભાઇ (ડેવિડ), સંજયભાઇ, જાગૃતિબેન નરેન્દ્રકુમાર રાવલના માતા, યશ, શિવાંગ, આદિત્ય, નંદિનીબેનના દાદીમા, રાજકોટ નિવાસી સ્વ. વ્રજલાલ ત્રંબકલાલ વ્યાસના પુત્રીનું તા.17ના અવસાન થયું છે. ઉઠમણું (બેસણું) તા.19નાં સાંજે 5 થી 5-30 પાબારી હોલ ખાતે છે.

રાજકોટ: કલાવતીબેન તે સ્વ. ચીમનભાઇ બાવાભાઇ વખારીયાના પત્ની, દિનેશભાઇ, યોગેશભાઇ, પારૂલબેન મહેન્દ્રકુમાર માલવીયા, નયનાબેન રાજેષકુમાર ધ્રુવ, નીલાબેન દીપકકુમાર માધાણીના માતા, કશ્યપ, પ્રણવના દાદી, ચારૂબેન તથા શિલ્પાબેનના સાસુનું તા.16ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.18નાં સાંજે 4-30 થી 6-30 નાગર બોર્ડીગ, વિરાણી સ્કૂલની સામે, રાજકોટ છે. લૌક્કિ ક્રિયા બંધ છે.

અમરેલી: નંદલાલભાઇ વલ્લભદાસ સાદરાણી (ઉ.80) તે હરેશભાઇ, શશીકાંતભાઇ, કમલેશભાઇ તથા પુજાબેન મુકેશભાઇ રૂપારેલીયાનાં પિતા તથા સ્વ. મથુરાદાસ (ઢોળવા), જગજીવનભાઇ (વિસાવદર)ના નાના ભાઇ, સ્વ. રતિભાઇ હરજીવનભાઇ જોબનપુત્રા, ચંદુભાઇ, કાંતિભાઇ તથા ગિરધરભાઇના બનેવીનું તા.17નાં અવસાન થયું છે. ઉઠમણું તા.18નાં  4 થી 6 જલારામ ગેસ્ટ હાઉસ, લીલીયા રોડ, અમરેલી મુકામે  સસુર પક્ષની સાદડી સાથે છે.

જૂનાગઢ: મૂળ માંગનાથ પીપળી નિવાસી ડો. લક્ષેશગીરી શાંતિગીરી ગોસ્વામી (ગિરિબાપુ) (ઉ.92) તે રણજીતગિરિ, ભાર્ગવગિરિ, હિનાબેન ગિરીશજીના પિતા, હરદીપગિરિના દાદા, પ્રદીપગિરિ, હરિતગિરિના કાકાનું તા.16ના અવસાન થયું છે. બેસણું: તા.18ના સાંજે 4 થી 7 ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર, પોસ્ટલ સોસાયટી જોશીપુરા, જૂનાગઢ છે.

રાજકોટ: ઉજીબેન વાલાજીભાઇ નાથાણીનું તા.14ના અવસાન થયું છે. બેસણું તા.18ના બપોરે 4 થી 6 પટેલવાડી, યુનિટ નં.1, ભાવનગર રોડ, રાજકોટ છે.

બગસરા: સાધુ પ્રભુદાસજી જમનાદાસજી ગોંડલીયા (નિવૃત્ત એસ.ટી. કંડકટર) (ઉ.80) તે હરિભાઇ, હિંમતભાઇ, તરૂણભાઇના પિતા, કાર્તિકના મોટા બાપુનું તા.15નાં અવસાન થયું છે.

રાજકોટ: મુળ નાની કુંકાવાવ હાલ જેતપુર સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ હરિભાઇ છગનલાલ ખંભોળીયા (નિવૃત્ત એસબીએસ) (ઉ.90) તે દિપકભાઇ, અલ્કેશભાઇ, ભાવેશભાઇના પિતા, લખુભાઇના કાકાનું તા.16ના અવસાન થયું છે. બેસણું- પ્રાર્થના સભા તા.18નાં સાંજે 5 થી 6-30 કડવા પાટીદાર સમાજ ધોરાજી રોડ, જેતપુર છે. મો.નં. 79905 29001/ મો. 94269 36716.

પોરબંદર: મહેશભાઇ ધામેચા તે ધીરજલાલ જગજીવનદાસ ધામેચાના પુત્ર, ખુશીબેનના પિતા, કૃપાબેન કારીયા, ચાંદનીબેન કારીયાના ભાઇનું તા.17ના અવસાન થયું છે. ઉઠમણું તા.18ના 4-15 થી 4-45 દરમિયાન લોહાણા મહાજન વાડીના પ્રાર્થના સભા હોલ ખાતે ભાઇ- બહેનોનું સંયુકત છે.

રાજકોટ: સ્વ. મુળ માણાવદર હાલ રાજકોટ જેન્તીલાલ ડાયાલાલ દત્તાણી તે મુકતાબેનના પતિ, પરેશભાઇ (મેઘાભાઇ), જયેશભાઇ (બાલાભાઇ), કીર્તિબેન રાજેશભાઇ સુબાના પિતા, રીતિકાના દાદા, પ્રદીપભાઇ, મથુરભાઇ દતાણીના કાકા, સ્વ. નરશીદાસ ગોવિંદજી રૂપાણીના જમાઇનું તા.16ના અવસાન થયું છે. બેસણું તથા શ્વસુર પક્ષની સાદડી તા.18ના સાંજે 5 થી 6 ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર, ગંગોત્રી ડેરી વાળી શેરી, સાધુ વાસવાણી  રોડ, રાજકોટ છે.

ઇ-પેપરના નવા શુલ્ક