• રવિવાર, 21 જૂન, 2026

ઇંગ્લેન્ડ પ્રવાસમાંથી હાર્દિક આઉટ

ટીમ ઇન્ડિયાને ઝટકો : વન ડે શ્રેણી માટે કોહલી અંગે રાહતના અહેવાલ

નવી દિલ્હી, તા. 20 : ટીમ ઇન્ડિયાને ઇંગ્લેન્ડ સામેની આગામી વન ડે શ્રેણી પહેલા એક ઝટકો લાગ્યો છે. જેમાં સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડયા ફિટનેસ માપદંડોમાં પાસ થઈ શક્યો નથી અને આ કારણે ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર કરવામાં આવ્યો છે. બીજી તરફ વિરાટ કોહલીની ફિટનેસ અંગે રાહતના અહેવાલ સામે આવ્યા છે અને તેની વાપસીની આશા વધી છે.  ઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી માટે ભારતીય ટીમનું એલાન આગામી અઠવાડીયે થઈ શકે છે. આ દરમિયાન હાર્દિક પંડયા વનડે ફોર્મેટ માટે પુરી રીતે ફીટ નથી. વધુમાં હાર્દિક બોલિંગનો પૂરો વર્કલોડ સંભાળવાની સ્થિતિમાં પહોંચી શક્યો નથી. તેવામાં પસંદગીકર્તાઓએ હાર્દિકને ઇંગ્લેન્ડની શ્રેણી માટે ઉપલબ્ધ માનવામાં આવ્યો નથી. હકીકતમાં હાર્દિકને આઇપીએલ દરમિયાન પીઠમાં દુખાવાની સમસ્યા થઈ હતી. જો કે રિહેબ દરમિયાન વધુ એક ઈજાએ ઝટકો આપ્યો હતો.  એક તરફ હાર્દિક અંગે ચિંતા વધી છે તો બીજી તરફ કોહલી અંગે સકારાત્મક અહેવાલ છે. સૂત્રો અનુસાર કોહલી સારી રીતે રિકવર થઈ રહ્યો છે .

મુંબઈનો સાથ છોડશે હાર્દિક પંડયા ?

નવી દિલ્હી, તા. 20 : આઇપીએલ 2027 પહેલા એક ચોંકાવનારો ટ્રેડ જોવા મળી શકે છે. રિપોર્ટ્સ અનુસાર મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે હાર્દિક પંડયા અને યશસ્વી જયસ્વાલની અદલાબદલીને લઈને વાતચીત ચાલી રહી છે. જો કે હજી સુધી ફ્રેન્ચાઇઝી કે ખેલાડી દ્વારા કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. હાર્દિક પંડયા ત્રણ સીઝનથી મુંબઈનું નેતૃત્વ કરી રહ્યો છે પણ આઇપીએલ 2026મા પ્રદર્શન સારું રહ્યું નહોતું. બીજી તરફ યશસ્વી જયસ્વાલ રાજસ્થાન રોયલ્સના સૌથી મહત્ત્વના ખેલાડીમાંથી એક બની ચૂક્યો છે. જો આ ટ્રેડ સફળ બનશે તો મુંબઈ ઇન્ડિયન્સને લાંબા સમય બાદ એક ભરોસાપાત્ર ભારતીય ઓપનર મળી જશે જ્યારે રાજસ્થાનને એક અનુભવી કેપ્ટન અને ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડરનાં રૂપમાં હાર્દિક પંડયાનો સાથ મળશે.

ઇ-પેપરના નવા શુલ્ક