• શુક્રવાર, 19 જૂન, 2026

avshan nodh

અમરેલી: બેનાબેન ભીખાલાલ પંડયા (ઉ.74) તે કિરીટભાઈના માતા, ભાસ્કરભાઈ ભગવાનભાઈ પંડયા (દેવરાજીયા) નાં ભાભીનું તા.17 ના અમરેલી મુકામે અવસાન થયુ છે. બેસણુ તા.20 નાં સાંજે 4 થી 7 ભારતીબાની વાડી, દાદા ભગવાન મંદિરની પાસે, લીલીયા રોડ, અમરેલી છે.

ડેડાણ: કિશોરભાઈ અરજણભાઈ રાઠોડ (ઉં.69) તે અશોકભાઈ, પ્રવીણભાઈના મોટાભાઈનું તા.18ના અવસાન થયું છે. બેસણું તા.19ને શુક્રવારે બપોરે 3 થી 6, તેમના નિવાસ સ્થાન ડેડાણ ખાતે રાખેલ છે. મો.નં.96380 07819, 96620 13732

પોરબંદર: ધર્મેશભાઈ જોષી (ઉં.44) તે જેન્તીલાલ મોરારજી જોષીના પુત્ર, મનોજભાઈ, અતુલભાઈ, સુમીતભાઈના નાનાભાઈ, દક્ષાબેનના પતિ, યસ્વી, નૈત્રીના પિતા, જનકભાઈ ધનજીભાઈ થાનકીના બનેવીનું તા.17ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.19ના સાંજે 4 થી 6, ભીમેશ્વર મહાદેવ મંદિરે, વેલજી મહારાજની વાડી ખાતે છે.

રાજકોટ: ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ વિજયભાઈ દીનકરભાઈ ભટ્ટ (ઉં.74)(રેલ્વે) તે કુસુમબેનના પતિ, સ્વ.અજય (સીએ)ના પિતા, સ્વ.ચિન્મય હર્ષદભાઈ ભટ્ટ, સ્વ.હર્ષદભાઈ (નાગરીક બેંક), કલ્પેશભાઈ ભટ્ટના મોટાભાઈ, સ્વ.અરવિંદભાઈ દવે (યુનિયન બેંક), ચંદ્રકાંતભાઈ દવે (નગરપાલિકા જેતપુર)ના બનેવીનું તા.18ના અવસાન થયું છે. બેસણું તા.19ના સાંજે 5 થી 6, સત્યનારાયણ પાર્ક, શેરી નં.1, બ્લોક નં.37, નાણાવટી ચોક, રાજકોટ, પિયર પક્ષનું બેસણું સાથે છે.

બાબરા: ધરાઈ (બાલમુકુંદ): નિવાસી હાલ બાબરા ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ કુસુમબેન બળદેવભાઈ જોષી (ઉં.68) તે સ્વ.બળદેવભાઈ જોષી (તલાટી મંત્રી)ના પત્ની, ગિરિરાજભાઈ (શ્રી સરસ્વતી શિશુ મંદિર વલારડી), ડો.રાહુલભાઈ (પ્રિન્સિપાલ રાણાવાવ સરકારી વિનયન કોલેજ), શ્વેતનિશાબેન જીગ્નેશભાઈ અધ્યારું (રાજકોટ)ના માતા, વંદનાબેન, રોહિણીબેન, જીગ્નેશભાઈ અધ્યારું (રાજકોટ)ના સાસુ, પ્રેક્ષા, ધ્વનિ અને જેશીકાના દાદી, જેનીશા અને તીર્થના નાનીનું તા.18ના અવસાન થયું છે. બેસણું તા.22ના સવારે 10 થી સાંજે 5 સુધી ધરાઈ મુકામે છે. બાબરા મુકામે બેસણું તા.25ને ગુરૂવારે સાંજે 4 થી 6, “સ્નેહમુદ્રા’’, રામનગર સોસાયટી, રાજકોટ રોડ, નિવાસ સ્થાને છે.

રાજકોટ: ગુજરાતી શ્રીગૌડ માળવી બ્રાહ્મણ સ્વ.વૈકુંઠરાય બળરામ ભટ્ટના પુત્ર યજ્ઞેશભાઈ (ઉં.57) તે વિણાબેનના પતિ, મન્યુતભાઈના પિતા, પારૂલબેન સંજયભાઈ જોષી, ઉન્નતિબેન જયેશભાઈ ઠાકરના ભાઈ, સ્વ.સંજયભાઈ જોષીના સાળા, સ્વ.પ્રવીણભાઈ કાંતિભાઈ જોષી, પંકજભાઈ જોષીના બનેવીનું તા.17ના અવસાન થયું છે. બંને પક્ષનું બેસણું, ઉઠમણું તા.19ના સાંજે 4 થી 6, ધારેશ્વર મહાદેવ મંદિર, ભક્તિનગર સર્કલ પાસે, રાજકોટ છે.

ગોંડલ: ગુજરાતી શ્રીગૌડ માળવી બ્રાહ્મણ દુર્ગાશંકર નંદલાલ જોષીના પુત્ર અનિલભાઈ (ઉં.60) તે હીનાબેનના પતિ, જયમીનભાઈ, દૃષ્ટિબેનના પિતા, ભરતભાઈ, જયેશભાઈ, રૂપાબેન ચેતનભાઈ ભટ્ટ, સોનલબેન અશોકભાઈ ઉપાધ્યાય, અલ્પેશભાઈના વડિલબંધુ, સ્વ.દયાશંકર મણિશંકર જોષી (મુળ લુણાગરા હાલ જેતપુર)ના ભાણેજ, સ્વ.ગુણવંતરાય મણિલાલ કોટેચાના જમાઈનું તા.18ના અવસાન થયું છે. ઉઠમણું, બેસણું બંને પક્ષનું સાથે તા.20ના સાંજે 4-30 થી 6, કચ્છી મહાજન ભાટિયા વાડી, મહાદેવ વાડી, શેરી નં.2, ભુવનેશ્વરી રોડ, ગોંડલ છે.

પોરબંદર: અમરશીભાઈ માધવજીભાઈ તન્ના (ભીખુભાઈ)(ઉં.84) તે સ્વ.બીપીનભાઈ, દિલીપભાઈ, સંદીપભાઈના પિતાનું તા.18ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.19ના 4-15 થી 4-45 દરમિયાન લોહાણા મહાજન વાડીના પ્રાર્થના સભા હોલ ખાતે ભાઈ-બહેનોનું સંયુક્ત છે. સસરા પક્ષની સાદડી સાથે છે.

રાજકોટ: અડવાળ તા.ધંધુકા નિવાસી હાલ રાજકોટ નરેન્દ્રસિંહ ઝાલા (ઉં.77) તે ભરતસિંહના ભાઈ, રાજદીપસિંહના પિતા, વિજયભાઈના કાકા, ક્રિષ્ણરાજસિંહ, યશવર્ધનસિંહના મોટાબાપુનું તા.17ના અવસાન થયું છે. બેસણું તા.20ના સાંજે 4 થી 6, પર્ણકુટી સોસાયટી હોલ, નાનામૌવા મેઈન રોડ, રાજકોટ છે. લૌકિક ક્રિયા, ઉત્તર ક્રિયા પ્રથા બંધ છે.

જેતપુર: ગોંડલ નિવાસી જશવંતીબેન મણીલાલ રાજપરા તે સ્વ.ભીમજીભાઈ વ્રજલાલ ગેરીયાની પુત્રી, સ્વ.છોટુભાઈ, સ્વ.ભાયચંદભાઈ, પ્રવિણભાઈ, વિનુભાઈ, પ્રકાશભાઈના મોટા બેનનું ગોંડલમાં અવસાન થયું છે. ટેલિફોનીક સાદડી જેતપુર ખાતે તા.19ના સાંજે 4 થી 6 છે.

રાજકોટ: હિતેશભાઈ અમરશીભાઈ પરમાર (ઉ.53) તે સ્વ.અમરશીભાઈ છગનભાઈના પુત્ર, મિતેષભાઈના મોટાભાઈ, કરણભાઈ, સ્મિત પરમારના પિતા, વજુભાઈ હંસરાજભાઈ પીઠવાનાં જમાઈનું તા.18 નાં અવસાન થયું છે. બેસણુ તા.20 નાં સાંજે 4 થી 6 ધારેશ્વર મહાદેવ મંદિર, ભક્તિનગર સર્કલ પાસે, બન્ને પક્ષનું સાથે રાખેલ છે.

ઇ-પેપરના નવા શુલ્ક