બફારાથી રાહત, ખેડૂતોમાં પણ ખુશીની લહેર
સાવરકુંડલા,
તા. 21: સાવરકુંડલા શહેર અને આસપાસના વિસ્તારોમાં આજે સમી સાંજે અચાનક વાતાવરણમાં પલટો
જોવા મળ્યો હતો. દિવસભર ઉકળાટ અને ગરમી બાદ ભારે પવન સાથે મેઘરાજાએ તોફાની એન્ટ્રી
કરી હતી. પવન સાથે શરૂ થયેલા વરસાદી ઝાપટાંથી શહેરના માર્ગો ભીના બન્યા હતા અને વાતાવરણમાં
ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદ શરૂ થતાં જ લોકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. છેલ્લા કેટલાક
દિવસોથી અનુભવાઈ રહેલી ગરમી અને બફારાથી લોકોને રાહત મળી હતી. ખેડૂતો માટે પણ આ વરસાદ
આશીર્વાદરૂપ સાબિત થયો છે. વરસાદથી ખેતી માટે અનુકૂળ માહોલ સર્જાતા ખેડૂતોમાં આનંદની
લાગણી જોવા મળી રહી છે.
હવામાન
વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં
આવી છે. વરસાદના આગમન સાથે સાવરકુંડલાનું વાતાવરણ ખુશનુમા બની ગયું હતું અને લોકોએ
મેઘમહેરનો આનંદ માણ્યો હતો.