• રવિવાર, 21 જૂન, 2026

દરેક પ્રેમ સંબંધ લગ્નમાં ન પરિણમે : અલાહાબાદ હાઈકોર્ટ

લખનઉ, તા. 20 : અલાહાબાદ હાઇકોર્ટે લગ્નનાં ખોટાં વચન પર નોંધાયેલા દુષ્કર્મના કેસની કાર્યવાહીને રદ કરતાં એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, બે પુખ્ત વયના લોકો વચ્ચે પરસ્પર સંમતિથી લાંબા સમય સુધી ચાલેલા સંબંધોને માત્ર લગ્નનું વચન પૂરું ન થવાના આધારે દુષ્કર્મ ગણી શકાય નહીં. હાઇકોર્ટે કડક શબ્દોમાં જણાવ્યું કે, સંબંધોનો અંત આવવો એ કોઈ ગુનાહિત બાબત નથી અને કાયદાનો ઉપયોગ કોઈને ગુનેગાર સાબિત કરવા માટેના હથિયાર તરીકે ન થઈ શકે.

કોર્ટે આ કેસની વિગતો તપાસતાં જોયું કે, Bિઍંછ નોંધાયા બાદ પીડિતાએ આરોપી સાથે લગ્ન કરી લીધાં હતાં. આ બાબત પરથી સ્પષ્ટ થાય છે કે, Bિઍંછ માત્ર આરોપી પર લગ્ન માટે દબાણ લાવવાના હેતુથી જ નોંધાવવામાં આવી હતી, કારણ કે, પીડિતા તેનાં વર્તનથી નારાજ હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક