નવી
દિલ્હી, તા.2પ: યુદ્ધ રોકવા માટે અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતી બાદ હોર્મૂઝ જળમાર્ગમાંથી
ઓઈલ અને ગેસનાં જહાજોની અવર-જવરમાં સુધારો થઈ રહ્યો છે. હોર્મુઝ ખુલ્યા બાદ છેલ્લા
પાંચ દિવસમાં 163 જહાજ પસાર થઈ ગયા છે જ્યારે ભારત આવતા 30 જહાજે અત્યાર સુધીમાં હોર્મુઝ
પાર કરી લીધું છે. જ્યારે 26 જહાજ હજી પોતાનો વારો આવે તેની રાહ જોઈ રહ્યાં છે.
ગ્લોબલ
શિપ ટ્રેકિંગ એજન્સી કેપ્લરે જારી કરેલા પોતાનાં નવા અહેવાલમાં જણાવ્યું છે કે, હોર્મુઝમાંથી
અવર-જવર સાવધાની સાથે સુધરી રહી છે. જેમાં 12થી 14 જૂન વચ્ચે માત્ર 32 જહાજે આ જળમાર્ગ
પાર કર્યો હતો. જ્યારે 19થી 21 જૂન વચ્ચે હોર્મુઝ પસાર કરનાર જહાજોની સંખ્યા 61 વધીને
કુલ 93 થઈ હતી. ત્યારબાદ 22 જૂને 39 અને 23 જૂને 31 જહાજે હોર્મુઝ પાર કર્યો હતો. આમ,
કુલ 163 જહાજે હોર્મુઝ પાર કર્યુ છે.
ભારતીય
શિપિંગ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર ભારત આવતા 30 જહાજમાંથી અડધા
જહાજો ઉપર એલપીજી અને એલએનજી લાદેલો હતો. જ્યારે આઠ જહાજમાં માલસામાન અને સાત ઓઈલ ટેન્કર
હતાં. 1 માર્ચથી 17 જૂન વચ્ચે 19 જહાજે આ જળમાર્ગ પાર કર્યો હતો.