• શનિવાર, 27 જૂન, 2026

જુલાઈમાં ભારત પ્રવાસે આવશે જાપાનના પીએમ

ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલન થશે :1-3 જુલાઈનો પ્રવાસ

ટોક્યો, તા. 26 : જાપાનના વડા પ્રધાન સનાએ તાકાઈચી આગામી અઠવાડીયે ભારતના ત્રણ દિવસના પ્રવાસે આવશે. આ યાત્રાનો હેતુ વ્યાપાર, રોકાણ અને રક્ષા જેવા અલગ અલગ ક્ષેત્રોમાં સંબંધોને વધારે મજબૂત કરવાની ઉપર ચર્ચા કરવાનો છે.

વિદેશ મંત્રાલય તરફથી જાણકારી આપવામાં આવી હતી કે, પીએમ મોદીના નિમંત્રણ ઉપર તાકાઈચી એકથી ત્રણ જુલાઈ સુધી સત્તાવાર રીતે ભારતના પ્રવાસે રહેશે. આ પ્રવાસ 16માં ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલન માટે છે. મંત્રાલયે કહ્યું હતું કે, શિખર સંમેલન બન્ને પક્ષના પરસ્પર સહયોગના તમામ મુદ્દાની સમીક્ષા કરવા અને તેને મજબૂત કરવાની તક આપશે. જેનાથી પરસ્પરના હિતના ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દે વિચારોનું આદાન પ્રદાન કરવાની તક મળશે. આ પીએમ તાકાઈચીનો પહેલો ભારત પ્રવાસ બનશે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે,  2025માં પીએમ મોદીની ટોક્યો યાત્રા બાદ આ પ્રવાસ થઈ રહ્યો છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

મોરબી : ડમ્પર પાછળ કાર અથડાતા બે મિત્રોનાં મૃત્યુ June 27, Sat, 2026