મેક્સિકો
પહેલીવાર લીગ રાઉન્ડમાં અપરાજિત
ન્યૂયોર્ક,
તા.2પ: ફૂટબોલ વર્લ્ડ કપના 14મા દિવસે બ્રાઝિલ, મેક્સિકો, સ્વિત્ઝરલેન્ડ, મોરક્કો અને
દ. આફ્રિકા તેમના મેચ જીતીને નોકઆઉટ રાઉન્ડમાં પોંહચ્યા છે. ગ્રુપ એમાં સાઉથ કોરિયાને
1-0 ગોલથી હાર આપીને દ. આફ્રિકાએ ફીફા વર્લ્ડ કપ ઇતિહાસમાં પહેલીવાર નોકઆઉટ રાઉન્ડમાં
જગ્યા બનાવી છે. જયારે સહયજમાન ટીમ મેક્સિકો વિશ્વ કપમાં પહેલીવાર ત્રણેય લીગ મેચ જીતી
આગળ વધી છે. પાંચ વખતની પૂર્વ ચેમ્પિયન બ્રાઝિલનો સ્કોટલેન્ડ સામે વિજય થયો હતો. આ
મેચમાં સ્ટાર ખેલાડી નેમાર ત્રણ વર્ષ પછી બ્રાઝિલ માટે મેદાનમાં ઉતર્યો હતો. બોસ્નિયા-હર્જેગોવિના
ટીમે સહુને ચોંકાવીને નોકઆઉટ રાઉન્ડની ટિકિટ બૂક કરી હતી.
ગ્રુપ
સીના મેચમાં મોરક્કોએ શાનદાર વાપસી કરીને હૈતિને 4-2 ગોલથી હાર આપી રાઉન્ડ-32માં પ્રવેશ
કર્યોં હતો. હૈતિ ટીમ વર્લ્ડ કપની બહાર થઇ છે. મેચનો પહેલો ગોલ હૈતિ તરફથી 10મી મિનિટે
થયો હતો. 1974 બાદ વિશ્વ કપમાં હૈતિનો આ પહેલો ગોલ હતો. આ પછી મોરક્કોએ કાઉન્ટર એટેક
કરી 4 ગોલ કરી અંતમાં 4-2થી જીત મેળવી હતી.
ગ્રુપ
બીના મેચમાં સહયજમાન કેનેડા સામે સ્વિસ ટીમનો 2-1 ગોલથી વિજય થયો હતો અને નોકઆઉટ રાઉન્ડમાં
જગ્યા બનાવી હતી. સ્વિસ ટીમ તેના ગ્રુપમાં ટોચ પર રહી છે. જયારે હાર છતાં કેનેડા બીજા
સ્થાને રહી રાઉન્ડ-32માં પહોંચી છે.
ખિતાબની
દાવેદાર પૈકિની એક ટીમ બ્રાઝિલનો ગ્રુપ સીના મેચમાં સ્કોટલેન્ડ સામે 3-0થી શાનદાર વિજય
થયો હતો. બ્રાઝિલના સ્ટાર ખેલાડી વિનીસિયસ જૂનિયરે બે ગોલ અને મેથિયસ કુન્હાએ એક ગોલ
કર્યો હતો. આ મેચમાં નેમારે લાંબા સમયે બ્રાઝિલની જર્સીમાં મેદાન પર વાપસી કરી હતી.
ગ્રુપ
બીના મેચમાં કતર વિરુદ્ધ બોસ્નિયા-હર્જેગોવિના ટીમનો 3-1થી નિર્ણાયક વિજય થયો હતો.
આથી બોસ્નિયા ટીમ રાઉન્ડ-32માં પહોંચી હતી. અન્ય ગ્રુપની બે ટીમ સ્કોટલેન્ડ અને હૈતિની
હારને લીધે બોસ્નિયા ટીમને નોકઆઉટ રાઉન્ડ નસીબ થયો છે.
મેક્સિકોએ
તેનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખીને ઝેક ગણરાજયની ટીમને 3-0 ગોલથી સજ્જડ હાર આપી અપરાજિત
રહીને નોકઆઉટ રાઉન્ડમાં પ્રવશે કર્યો હતો. જયારે ગ્રુપ એના મેચમાં દ. આફ્રિકાનો દ.
કોરિયા સામે 1-0થી વિજય થયો હતો અને ગ્રુપમાં બીજા સ્થાને રહી નોકઆઉટની સીટ બૂક કરી
હતી. જ્યાં તેનો સામનો કેનેડા સામે થશે.